'વિસ્મયભાવમાં મૌન' .
- વિદ્વાને કહ્યું, 'એક આંખવાળા તમારા નાનાભાઈ મને ચર્ચામાં હરાવી ગયા.' પંડિતને થયું કે પોતાનો ભાઈ તો સાવ મંદમતિ છે. એ આવા દિગ્ગજને હરાવે એ શી રીતે બને?
બુદ્ધિ અને તર્કની જીવનમાં જરૂર છે જ. પણ એ આપણા વિસ્મયબોધ અને આશ્ચર્યભાવને મારી નાખે તેનો શો અર્થ ? અને બુધ્ધિ જે અર્થો તારવે છે એ સાચા જ હશે તેની કોને ખબર ?
એક નગર હતુ તેમાં એક રાજા. એને વિદ્યાવ્યાસંગનો શોખ. દેશદેશમાંથી વિધ્વાનોને બોલાવે ને જ્ઞાન ચર્ચા કરે એનો રાજપંડિત મોટા વિધ્વાન. રોજ સાંજે દરબારમાં પંડિતોની પરિષદ ભરાય અને જ્ઞાનનો જલ્સો જામે એક દિવસ વિદેશથી એક વિધ્વાન આવ્યા. એ જગતભરના વિધ્વાનોને હરાવીને પોતાની વિજય પ્રશસ્તિવાળો તામ્રપત્રો અને સુવર્ણચંદ્રકો સાથે લાવ્યા હતા. એમણે સભામાં આવી આહવાન આપ્યું કે : 'કાં મારી સાથે ચર્ચા કરો અથવા મને વિજય પત્ર લખી આપો. રાજાનો પંડિત તો એના ચંદ્રકો જોઈને જ અકરાઈ ગયો એની હિમ્મત જ ના ચાલી. તેણે જ્ઞાનસ્પર્ધા બીજા દિવસ પર મુલતવી રાખીને રાત્રે ગામ છોડી ચાલ્યા જવાનું નક્કી કર્યું અપયશ કરતા દેશવટો વધારે સારો ગણ્યો. પણ રાતના જ પેલા વિધ્વાને આવીને કહ્યું ' હું જાઉં છું, તમને હેરાન કરવા બદલ માફ કરો.' કેમ ? રાજપંડિતે આશ્ચર્યથી પૂછયું, વિદ્વાને કહ્યું : 'એક આંખ વાળા તમારા નાનાભાઈ હમણાં મારી પાસે આવ્યાં હતા. એ મને ચર્ચામાં હરાવી ગયા. પંડિતને થયું કે પોતાનો ભાઈ જે નાનો છે તે તો સાવ મંદમતિ છે. એ આવા દિગ્ગજને હરાવે એ શી રીતે બને ? જરૂર કંઈ ગોટાળો
થયો હશે. એમણે પૂછયું : 'શું થયું ?' વિધ્વાને કહ્યું,' મારા નિયમ મુજબ મે એમને એક આંગળી બતાવી કહ્યું કે, મૂળ તત્વ એક જ છે. તો એમણે બે આંગળી બતાવી કહ્યું,' જવાબ આપ્યો કે 'પુરુષ અને પ્રકૃતિ મળીને બધુ ચલાવે છે પછી મે પાંચ આંગળીઓ બતાવીને પાંચ તત્વોનો ઉલ્લેખ કર્યો તો એમણે મુઠ્ઠી વાળીને સમજાવ્યું કે એ પાંચે તત્વો એકર યે સંગઠિત થઈને ચૈતન્યને ચલિત કરે છે. ભાઈસાબ હું હારી ગયો મને માફ કરો. હું હમણાં જ જાઉ છું. એમ કહી વિધ્વાન તો ચાલ્યા ગયા પણ પંડિતને કશું ના સમજાયું. એટલામાં પેલો જડભરત આવ્યો ને બોલ્યો : અહીં પેલો ચોટલી વાળો આવ્યો હતો ?' પંડિતે કહ્યું હા ! પણ કે ઉશ્કેરાટમાં બોલે છે. અરે ! હું ધર્મશાળામાં ભાગ લેવા માટે ગયેલો. ત્યાં આવી મને ભટકાઈ પડયો. મારા તરફ એક આંગળી બતાવીને કહ્યું ' તુ કાણિયો છે.' એટલે મે બે આંગળી બતાવી કહ્યું કે 'તારી બંન્ને આંખો ફોડી નાંખીશ, એણે પંજો બતાવીને મને કહ્યું કે ' હું તને થપ્પડ મારીશ.' તો મે મુઠ્ઠી વાળી કહ્યું કે હું તને ફેંટ મારીશ. હું એને ઝીંકી દઉં એ પહેલા તો એ ભાગ્યો.' આમ કહેતો કહેતો એ જડભરત બહાર નીકળી ગયો. એક બે ને પાંચ આંગળીને મુઠ્ઠી એવી અર્થ બંનેએ લીધા જેની પરસ્પર ખબર જ નહોતી બંને અર્થો વચ્ચે કોઈ મેળ નહોતો. પોતાની સામે શું ચાલી રહ્યું છે તેને વિશે અજ્ઞાન એવા આ બન્ને જણ જડભરત હતા. પેલા એકાક્ષીને વેદાંતની કલ્પના પણ નહી આવવાની ને આ પોપટલાલા વેદાન્તની ગરબડ બહાર પણ કોઈ જગત હોઈ શકે છે તેનો ખ્યાલ નહીં આવવાનો.
પોતપોતાનાં દ્રષ્ટિદોરને સાવ ટૂંકો કરી નાખીને આપણે જગતને કેટલુ સાંકડુ કરી નાખ્યું છે. આચાર્યોની પરંપરા અનંત રીતે થયે જ જાય છે. પણ અંધ કે બંધ આંખો કઈ જોતી જ નથી. એક રીતે બંધ અને અંધ આંખોમાં ફેર પણ શો છે ? આચાર્યની કેવી અવગણના આપણે કરીએ છીએ ? વિસ્મયભાવમાં મૌન વધારે મહોરે છે. એને શબ્દોમાં સરતો કરીયે છીએ ત્યારે મોટા ભાગના મજા મારી જાય છે. તેમ ન ભાવ, ન લાગણી, ન શબ્દ, ન વિચાર-બસ કઈ પ્રતિભાવ દર્શાવ્યા વગર આપણે ચાલ્યા જ કરીએ છીએ સાચુ છે ? પુષ્પો શું છે ? ' પ્રભુના પ્રફુલ્લ વિચારો. અને પથ્થરો ? પ્રભુનું ' સઘન ચિંતન', તો ઝાકળ બિંદુ ? પ્રભુના વિચાર મોતી અને ધરતી ? પ્રભુનું બાળ મઝધાર મા વસવા છતાં આપણે આશ્ચર્યોનાં ઓવારાની ઝાંખી પણ નથી કરી શકતા. આશ્ચર્યોની ઉપજ હોવા છતાં આપણે વિસ્મય વંચિત છીએ એ જ શું એક મોટું આશ્ચર્ય નથી ?
- ચેતન. એસ.ત્રિવેદી