સંતો, ઋષિમુનિઓના સુવિચારો

Updated: Oct 12th, 2022


Google NewsGoogle News
સંતો, ઋષિમુનિઓના સુવિચારો 1 - image


યુગ પરિવર્તનના માટે ભગવાનની પ્રતિજ્ઞા છે કે જ્યારે ધર્મ ઘટશે અને અધર્મ વધશે તો એના પ્રતિકારના માટે તેઓ અવતાર ધારણ કરશે

- બીજને વૃક્ષ બનવામાં સમય લાગે છે, સ્કૂલમાં દાખલ થતાં જ ડિગ્રી કોને મળે છે ? વ્યાયામ શાળામાં પ્રવેશ કરતાં જ પહેલવાન બની શકવું ક્યાં સંભવ હોય છે ? બાળકને યુવાન બનવામાં પણ સમય લાગે છે. આ સમયના અંતરની પ્રતિક્ષા કરવાવાળાને જ દૂરદર્શિ કહેવામાં આવે છે. દુષ્કર્મોના દુષ્પરિણામો અને સત્કર્મોનાં પુણ્યફળ પ્રાય: મોડેથી મળે છે, એનાથી અધીર થઈને મનુષ્ય એ વ્યવસ્થાને જ અમાન્ય માનવામાં ઊતરી જાય છે. આ અધીરતાને જ નાસ્તિક્તા કહી શકાય છે.

- જો દૃષ્ટિકોણ ઊંચો હોય તો માણસને સમજાય છે કે લાખો યોનિઓમાં ભટક્યા પછી આ દેવદુર્લભ માનવજીવન મળ્યું છે, આથી આત્મશુદ્ધિ કરીને લોકકલ્યાણનાં કાર્યો કરતાં કરતાં તેને સાર્થક બનાવવું જોઈએ.

- જેનું મન બાળક જેવું છે એની જ ભક્તિ ભગવાનને ગમે છે.

- ગ્લોબલ વોર્િંમગ એક ગંભીર સમસ્યા છે. આબોહવામાં જે પરિવર્તન થઈ રહ્યું છે એના કારણે પૃથ્વીનું તાપમાન સતત વધી રહ્યું છે, વધતા જતા તાપમાનની સૌથી વધારે ખરાબ અસર દક્ષિણ એશિયાના દેશો અને એમાંય ખાસ કરીને ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ પર વધારે થાય છે. 

- પોતાના ભાગ્યને નિખારવાની એક માત્ર ચાવી પોતાની ભાવનાઓને સુધારીએ.

- યુગ પરિવર્તનના માટે ભગવાનની પ્રતિજ્ઞા છે કે જ્યારે ધર્મ ઘટશે અને અધર્મ વધશે તો એના પ્રતિકારના માટે તેઓ અવતાર ધારણ કરશે.

- શુભ કર્મોના ફળસ્વરૂપે જીવાત્માનો આગલો જન્મ સારા પરિવારમાં થાય છે અને તેને અનેક રીતે સહયોગ પણ મળે છે.

- આઝાદી મળ્યા પછી આપણી વસ્તીમાં ૧૦૦ કરોડનો વધારો થઈ ગયો છે. આઝાદી મળ્યા પછી આપણા દેશમાં ત્રણગણી વસ્તી વધી ગઈ છે તે ચિંતાની બાબત છે.

- બિલખ રહે હોતે સારે પ્રાણી, અગર કહી તુમ ન હોતી માતા.

- THE ROOTS OF EDUCATION ARE BITTER BUT THE FRUIT IS SWEET.

- કર્કશ વાણી એ ઝેર છે. કોઈનું દિલ દુભાય તેવું બોલશો નહિ. લાકડીનો માર ભુલાઈ જાય છે પણ શબ્દનો માર ભુલાતો નથી. વાણી મધુર હોવી જોઈએ. જે મધુર બોલે એ પરમાત્માને ગમે છે.

- ઝાડની ડાળીઓ પર ચકલીઓ, ઘરોનાં આંગણામાં દીકરીઓ- જીવનની ખુશીઓ હજાર ગણી કરી દે છે. 

- ગૃહસ્થ જીવનમાં જેટલા પણ સુખ છે, તે બધા દામ્પત્યજીવનની સફળતા પર સન્નિહિત છે. 

 જલદી મરવા માટે મજબૂર કરતાં ત્રણ કારણો

(૧) ન ખાવા જેવા ખોરાકને વધારે પ્રમાણમાં ખાતા રહેવું.

(૨) શારીરિક મહેનત કરવામાંથી જીવ બચાવવો.

(૩) મગજ પર ચિંતાઓનો ભાર રાખીને ફરવું.

- આજે ચારેય બાજુ અન્યાય, અનીતિ, ભ્રષ્ટાચાર, છેતરપિંડી, દ્વેષ વગેરેનું વાતાવરણ છે. તે આપણને પ્રેરણા આપે છે કે આ વિષમ પરિસ્થિતિના નિવારણ માટે આપણે કટિબદ્ધ થવું જોઈએ.

- રોકવી હોય બરબાદી, બંધ કરો ખર્ચાળ શાદી.

- સારાં પુસ્તકો આપણને જીવન જીવવાની રીત શીખવે છે તથા એક નવો દૃષ્ટિકોણ આપે છે પરંતુ વર્તમાન પરિસ્થિતિમાંઓમાં આપણી પેઢી ગૂગલ પર જ સમસ્યાઓનું સમાધાન શોધવામાં અને ફેસબુક પર પોતાના દોસ્ત બનાવવામાં એટલી વ્યસ્ત થઈ ગઈ છે કે તેના માટે બાકીનું બીજું બધું નકામું લાગે છે.

- પ્રાણાયામ મનોવિકારોને દૂર કરવાનો એક પ્રભાવશાળી ઉપાય છે એની સાથે સાથે ગાયત્રી મંત્ર બધા જ વિકારોને નષ્ટ કરવામાં અત્યંત ઉપયોગી છે. સેવા કરવાથી પણ મન શાંત અને પવિત્ર બને છે.

- જયેન્દ્ર ગોકાણી

Dharmlok

Google NewsGoogle News