ગુડ ફ્રાઈડે એટલેપવિત્ર શુક્રવાર
'ગુ ડ ફ્રાઈડે' એટલે શુભ શુક્રવારનો પવિત્ર દિવસ જે ભગવાન ઇસુમસીહાનાં સ્થળ દેહ અને ધરતી પરનાં માનવમુક્તિ માટેની તેમની યાત્રાની પૂર્ણાહુતિનો મહાન દિવસ હતો. માનવ ઇતિહાસમાં પ્રભુ ઇસુની વિદાયને શુભ-શુક્રવાર, પવિત્ર શુક્રવાર તરીકે કેમ ઓળખવામાં આવે છે ? આના વિષે પવિત્ર ગ્રંથ 'બાઈબલ'માં જણાવવામાં આવ્યું છે કે 'સર્વ શક્તિમાન ઇશ્વરે મનુષ્યને પોતાની પ્રતિમાં સ્વરુપ બનાવ્યો. તેને સર્વ શ્રેષ્ઠ આશીર્વાદો આપીને દુનિયા પર સુંદર જીવન જીવવા મોકલ્યો. તેથી માનવ ઇશ્વરની કૃપા હેઠળ ધરતી પર આનંદમય જીવન જીવવા લાગ્યો. પ્રભુ એ મનુષ્યને યાંત્રિક માનવ રોબોટ જેવા બનાવ્યા નથી. પરંતુ તેમને મુક્ત ઇચ્છાનાં આશીર્વાદ આપ્યા છે. પ્રેમાળ ઇશ્વરે માનવીનાં સુખી, આશીર્વાદિત જિન્દગી માટે કેટલાક નિયમો આપ્યા હતા. મનુષ્ય તેનું પાલન કરતા રહે, અને એ સાથે સફળ- સમૃધ્ધ આનંદમય જીવન જીવતા રહે. પરંતુ કેટલાક લોકોએ એમને મળેલી સ્વતંત્ર ઇચ્છાઓનો દુરુપયોગ કર્યો. એમને ઇશ્વરે આપેલા નિયમોનું ઉલ્લંઘન કર્યું. તેઓ એ પાપ આદર્યું. પોતાના ઇશ્વરથી તેઓ દૂર ચાલ્યા ગયા. મનુષ્યો એ ઇશ્વરની આજ્ઞાા ઉથાપીને પાપાચારમાં પડયા. તેથી તેમના જીવનમાં રોગ-પીડા જશે. મૃત્યુ આવી પડયા. આવા પાપની ભયંકર શિક્ષામાંથી બચવા ત્યારે એક બલિદાનની પવિત્ર લોહીની જરૂર હતી.
ઇશ્વર મહાન છે, તે પાપને જરૂર ધિક્કારે છે. પણ પાપીઓ તરફ ક્ષમાભાવ રાખે છે. માનવીઓએ જાતે કરેલા પાપોની મોટી શિક્ષા જાતે સહન કરી શક્તા ન હોવાથી, માનવ જાતનાં બચાવ માટે પ્રેમાળ ઇશ્વર તેમના ઉધ્ધાર માટે વિચાર્યું. તેમણે પોતાનાં વ્હાલસોયા એકનાં એક પુત્રને માનવ જાતનાં પ્રતિનિધિ તરીકે મોકલ્યા અને બધાનાં પાપની શિક્ષા ભોગવવા ભગવાન ઇસુએ કાલવરીનાં વધસ્તંભ ઉપર જાતે ચઢી ગયા. એમણે સમગ્ર માનવજાતનાં રક્ષણ માટે, તેમનો ઉધ્ધાર કરવા પ્રેમાળ પિતા પ્રભુએ પોતાના પ્રતિનિધિત્વ ધરાવતા પુત્રનું નિષ્કલંક બલિદાન આપ્યું. પ્રભુ ઇસુનું આવું મહાન બલિદાન સૌના હૃદયમાં પ્રેમનો પ્રકાશ હંમેશાં પાથરતો રહે. એવી આ 'ગુડ ફ્રાઈડે'નાં નમ્ર હૃદયની પ્રાર્થના સહ શુભેચ્છાઓ.
- પરેશ અંતાણી