Get The App

નવધા ભક્તિનો મહિમા .

Updated: Aug 31st, 2022


Google News
Google News
નવધા ભક્તિનો મહિમા                      . 1 - image


ભગવાન શ્રી રામે સબરીને કહેલ નવ પ્રકારની ભક્તિ

(૧) પ્રથમ ભક્તિ સંતન કર સંગા

પહેલી ભક્તિ સંતોનો સંગ કરવો.

(૨) 'દુસરી રતિ મમ્ કથા પ્રસંગા'

બીજી ભક્તિ, ભગવાનની કથા પ્રસંગોમાં પ્રેમ.

(૩) 'ગુરુપદ પકંજ સેવા તિસરી ભક્તિ અમાન'

ત્રીજી ભક્તિ, અભિમાન રહીત થઈને ગુરુનાં ચરણાવિંદની સેવા.

(૪) 'ચૌથી ભગતી મમ ગુન ગન કરઈ કપટ તજી ગાન.'

ચોથી ભક્તિ, કપટ તજી, નિષ્કપટ થઈને, પ્રભુના ગુણગાન ગાવા

(૫) 'મંત્ર જાપ મમ દઢ વિશ્વાસ, પંચમ ભજન સો વેદ પ્રકાશા.'

પ્રભુના નામનો મંત્ર જાપ કરવો. ભગવાનમાં દ્રઢ વિશ્વાસ રાખવો. આ છે પાંચમી ભક્તિ, જે વેદોમાં પ્રસિદ્ધ છે.

(૬) છઠ્ઠ દમ, શીલ, બીરતી, બહુ કરમા, નિરત નિરંતર સજ્જન ધર્મા. ઈન્દ્રીયોનો નિગ્રહ, શમ, દમ, શીલ, (સારો સ્વભાવ કે ચારિત્ર્ય) અને ઘણા બધા કાર્યોમાંથી વૈરાગ, સંત, સજ્જનોના ધર્મ-કાર્યોમાં જોડાઈ રહેવું. તે છઠી ભક્તિ.

(૭) 'સાતવ સમ મોહિમય જગ દેખા, મોતે સંત અધિક કરી લેખા.'

જગતને મારામય (રામમય) જોવુ સમભાવે જોવુ, અને સંતોને મારા કરતા અધિક કરી માનવા. આ સાતમી ભક્તિ.

(૮) 'આઠવ જથ્થા લાભ સંતોષા, સપનેહુ નહિ દેખીયે પરદોષા.'

આઠમી ભક્તિ તે, જે મળે તેમાં સંતોષ માનવો અને સ્વપ્નમાં પણ પારકા દોષ ન જોવા.

(૯) 'નવમ સરલ સબ સન છલહિના, મમ ભરોસે હિર્યં હરષ ન દિના.'

નવમી ભક્તિ, સરળતા અને બધાની સાથે કપટ રહિત વર્તન કરવું, પ્રભુનો દ્રઢ ભરોસો રાખવો અને કોઈ પણ સ્થિતીમાં હરખ કે ખેદ (શોક) ન કરવો.

- ધનજીભાઈ નડીઆપરા

Tags :