મને સદ્બુધ્ધિ આપજો .
* કિડીને પગનો દુખાવો નથી થતો કે... હાથીને નથી વિચાર આવતો વજન ઘટાડવાનો.
* કરોળિયાને પડવા નો ડર નથી લાગતો કે... સમડી ને નથી લાગતો ઊચાઈનો ડર.
* હરણને ઘુંટણનો દુખાવો થતો નથી કે.. સાપને નથી સરકવાનો કંટાળો.
* સિંહને શિકારની કદી ચિંતા નથી કે.. જિરાફને થતો નથી કદી મણકાનો ઘસારો.
* પાણીમાં પડી રહેતી ભેંસને થતી નથી શરદી કે.. ઉભા ઉભા જીવનાર ઘોડાને લાગતો નથી થાક.
* ટહુકા કરવામાં કોયલનું ગળુ બેસતું નથી કે પક્ષીઓને જોઈતો નથી બાપનો તૈયાર માળો.
* મનની પશુતા છોડી પશુ પક્ષીઓની જેમ સહજ.. સરળ જીવીએ તો કેમ?
* તો ચાલો એક વાર પ્રયત્ન ?તો કરી જોઈએ...
મને અદભુત શરીર આપનાર હે પરમેશ્વર !! કોઈ અરજી નહોતી કરી કે નહોતી કોઈની ભલામણ હતી, એવું કોઈ અસામાન્ય કામ પણ નથી છતા માથાનાં વાળથી લઈ અંગૂઠા સુધી ૨૪ કલાક ભગવાન તું રક્ત પ્રવાહિત કરે છે. જીભ પર નિયમિત લાળ અભિષેક કરે છે. નિરંતર તું મારું હૃદય ચલાવે છે. એને ચલાવવાવાળું એવું કયું યંત્ર તે ફીટ કર્યુ છે હે ભગવાન? પગના નખથી લઇ માથાના વાળ સુધી કોઈ અડચણ વગર સંદેશા વહન કરવાવાળી પ્રણાલી.. કઈ અદ્રશ્ય શક્તિથી ચાલી રહી છે એ જ કાઈ સમજાતું નથી.
હાડકાને માંસમાં બનવાવાળું રક્ત કેવું અદ્વિતીય આર્કિટેક્ટર છે એનો કોઈ અંદાજ નથી. હજાર-હજાર મેગા પિક્સલ વાળા બે-બે કેમેરા દિવસ-રાત બધા દ્રશ્યો કેદ કરી રહ્યાં છે. દસ હજાર ટેસ્ટ કરવાવાળી જીભ નામની ટેસ્ટર, અગણિત સંવેદનાનો અનુભવ કરવાવાળી ત્વચા નામની સેન્સર પ્રણાલી. જુદી જુદી ફ્રીકવંસીની અવાજ ઉત્પન્ન કરવાવાળી સ્વર પ્રણાલી અને એ ફ્રીકવંસીનું કોડિંગ-ડિકોડિંગ કરવાવાળા કાન નામના યંત્ર વાહ અદભુત છે.. ૭૫% પાણી ભરેલું શરીરરૂપી ટેન્કરમાં ચામડી ઉપર લાખો છિદ્ર હોવા છતાં ક્યાંયથી લીક નથી થતું. કોઈ આધાર વગર હું ઊભો રહી શકું છું. ગાડીનાં ટાયર ઘસાય છે, પણ પગનાં તળિયા ક્યારેય ઘસાતા નથી. કેવી અદ્ભૂત એવી રચના છે. દેખભાળ, સ્મૃતિ, શક્તિ, શાંતિ આ બધું ભગવાન તું આપે છે તું જ અંદર બેસીને શરીર ચલાવે છે. અદ્ભુત છે બધું અવિશ્વસનીય. સમજમાં ના ઓ તેવાં શરીરરુપી મશીનમાં હંમેશા તું જ છે. એનો અનુભવ કરાવવાવાળો આત્મા ભગવાન તે એવો કૈક ફીટ કરી દીધો છે કે હવે શું તારી પાસે માંગુ? તારા આ જીવ શિવાનો ખેલનો નિસ્છલ નિસ્વાર્થ પ્રેમનો ભાગ રહું એવી સદ્બુદ્ધી મને આપો. તું જ આ બધું સંભાળે છે એનો અનુભવ મને હંમેશા રહે, રોજ પળપળ કૃતજ્ઞાતાથી તારો ઋણી હોવાનું સ્મરણ, ચિંતન હોય એવી પરમેશ્વરનાં ચરણોમાં પ્રાર્થના હંમેશા કરતી રહંુ તેવી પ્રેરણા આપતો રહેજે...
(સોશ્યલ નેટવર્ક)