''ગીતા'' એ આપણી ''મા'' છે - પાંડુરંગ શાસ્ત્રી
- નિરાશાના અંધકારમાં અટવાતા માનવના જીવનમાં 'માં ગીતા' નવો ઉત્સાહ આપે છે
ભગવત ગીતા એ ''મા'' છે - બીજી ઘણી સ્ત્રીઓ જગતમાં સારી હોઈને પણ તે ''મા'' ની તુલનામાં આવી શકતી નથી. તેજ રીતે બીજા અનંત ગ્રંથો સારા હશે પરંતુ તે ગીતાની તુલનામાં ઉભા રહી શકે નહીં કારણ કે ગીતા એ મારી ''મા'' છે. 'મા'નું સ્તનપાન કર્યા વિના માનવીનું જીવન પુષ્ટ થવું અશક્ય છે. પાપનાં ખાડામાં ડુબેલા અધમમાં અધમ મનુષ્યને લઈને લોકોત્તર ભક્તિ કરતા રહેલા ઉત્તમ પુરુષ સુધી સૌને માર્ગ દર્શન કરવાનું બીડુ ગીતાએ ઝડપ્યું છે. કારણ કે ''મા'' પોતાના કોઈ જ દીકરાનો તિરસ્કાર કરી શકતી નથી. (પાંડુરંગ શાસ્ત્રી)
ગીતામાં બે વ્યક્તિનો સંવાદ છે, એક તો ઉદ્વિગ મનવાળી વ્યક્તિ - અર્જુન અને બીજી વ્યક્તિ અતિ પ્રસન્ન એ પરમકૃપાળુ સ્વયં ભગવાન છે. તેથી આ સંવાદનું - સંગ્રહિત થયેલા સંવાદનું અદ્વિતિય મહત્વ છે. એટલે તેનું બીજું કોઈ નામ કરણ ન કરતા ભગવાને ગાયેલી છે, તેથી તેનું 'શ્રીમદ્ ભગવત ગીતા' નામ રાખવામાં આવ્યું છે.
માનવીની સહજ પ્રવૃત્તિને લક્ષમાં રાખી. ભગવાને ગીતામાં સ્પષ્ટ કહ્યું છે.
* જીંઙ્ગેંઋક્રષ્ટદ્ક્રક્ર ભઋક્ર઼સ્ર્હૃસ્ર્ધ્ બ્ંર્િંઘ્બ્ભ ઋક્રક્રલૃંક્ર ક્રક્ર
(ગીતા - અ.૧૮-૪૬)
''જે ઈશ્વરથી સમસ્ત પ્રાણીમાત્રની ઉત્પત્તિ, પ્રવૃત્તિ ચાલે છે તથા ઈશ્વર વડે આખું જગત વ્યાપ્ત થયું છે. તે ઈશ્વરની સ્વધર્મ (પોતાની ઈશ્વરને સોંપેલ ફરજો) ના નિયમિત આરાધના કરીને મનુષ્ય સિદ્ધિને પામે છે.'' અને તે કર્મો કરતી વખતે ઋક્રક્રઋક્રલૃળ્જીઋક્રથ્ સ્ર્ળ્રહૃક્ર (ગીતા. ૮/૭) મને યાદ કરીને યુદ્ધ કર. અને તેમ કરવાથી ભગવાને જેણે મન-બુદ્ધિ-અર્પણ કર્યા છે એવો તે ભગવાનને જ પામે છે. એનાથી મોટું ગીતાનાં ઉપદેશ સિવાય આત્મ સમાધાન બીજું કયું હોઈ શકે??
આપણા પ્રાપ્ત થયેલા કર્મો (ફરજો) આપણે કરવા જ જોઈએ. પરંતુ પોતાના નામે ન કરતા પરમાત્માનું સ્મરણ કરી તેના નિમિત્ત બનીને નિર્માણ કરેલા જગતના લોક સંગ્રહ માટે - જગતના માટે તેના કર્મો છે. એવી નિર્મમત્વ વાળી બુદ્ધિ રાખી થતા કર્મોથી જે પરમેશ્વરની સેવા, ભક્તિ તથા ઉપાસનાનું પાપ-પુણ્ય માણસને લાગતું નથી અને તેને સંપૂર્ણ સદગતિ મળે છે.
ગીતાનો ઉપદેશ કર્મપ્રધાન છે. તેથી ભગવાનને કેવળ ફળ-ફુલ-ચઢાવીને પૂજન ન કરતા 'નિષ્કામ કર્મ' થી પોતાનો સ્વધર્મ બજાવી તેનું પૂજન બધાએ અવશ્ય કરવું જોઈએ એવો ગીતાનો મુખ્ય આદેશ છે. સ્વકર્મમાં ભક્તિનું આ તત્વજ્ઞાન ગીતા સિવાય બીજા કોઈ ગ્રંથમાં નથી, શંકરાચાર્યજીએ પણ આ વાત કરતા કહ્યું છે કે સ્ર્ઘ્ે સ્ર્ઘ્ે ઙ્ગેંઋક્રષ્ટ ઙ્ગેંથ્ક્રશ્વબ્ભ, ભઘ્ે અઘ્ ।ક્રધ઼્ક્રક્રશ્વભંક્રથ્ક્રમલૃક્ર ક્ર હું જે પણ કર્મ કરૂં છું. હે શંભુ! તેને તમારી આરાધના જ ગણજો.
એટલે જ 'ગીતા' એ સર્વધર્મ માટે, સર્વજાતિનાં મનુષ્યો માટે સર્વ દેશો માટેનો આ વૈશ્વિક ગ્રંથ છે. ગીતા એટલે ભગવાન યોગેશ્વર શ્રી કૃષ્ણના મુખ કમલમાંથી નીતરેલું માધુર્ય તેમજ સૌંદર્યનું વાહામયિ સ્વરૂપ.
ભગવાન ગોપાલ કૃષ્ણની પ્રેમમુરલીએ ગોકુળમાં સૌને મૂગ્ધ કર્યા તો યોગેશ્વરનાં રૂપે કૃષ્ણની જ્ઞાન-મુરલી ગીતાએ કુરુક્ષેત્રની ભૂમિ ઉપર અર્જુનને યુદ્ધ માટે - પોતાના કર્તવ્ય માટે પ્રેર્યો અને ત્યારથી આજ સુધી અનેક જ્ઞાની, ભક્ત, કર્મ યોગી, ઋષિ, સંત, સમાજ સેવક, ચિંતક પછી કોઈપણ દેશ અથવા કાળનો હોય, કોઈપણ જાતિ કે ધર્મનો હોય. કોઈપણ ઉંમરનો હોય, તે સર્વને મુગ્ધ કર્યા છે. ''ઙ્ગઢ્ઢેંષ્ઠદ્ક્રક્રજીભળ્ ઼ક્રટક્રંક્રલૃ જીંસ્ર્ઋક્ર''નાં મુખમાંથી નીકળેલી ગીતાની બોધવાણી માનવને જીવન જીવવાની હિંમત આપી છે.
* જીક્રંષ્ટ।ક્રક્રજીશ્ક્રઋક્રસ્ર્ટ્ટ ટક્રટ્ટભક્ર ઃ- વેદ, ઉપનિષદ્ના મહાન જ્ઞાન-સાગરને ગીતાજીએ પોતાની નાનકડી ગાગરમાં સમાવી લીધો છે. ગીતામાં સર્વ શાસ્ત્રનો સમન્વય જોવા મળે છે. કોઈપણ વિશિષ્ટ ધર્મસંધ કે સંપ્રદાયના નાદમાં ન પડતાં ગીતાકારે, માનવજીવનનાં ચિરંતન મૂલ્યોને ગીતામાં ગૂંથ્યા છે. આવો અમૂલ્ય ગ્રંથ માનવ માત્રને આપવા છતાં શ્રીકૃષ્ણની નમ્રતા કેવી અદ્ભૂત છે ! કે ભગવાન સ્વયં સ્વમુખે કહે છે કે આમાં મારૂં કંઈપણ મૌલિક નથી 'બ્પ્રબ્બ઼્ક્રઃખ્ક્રદ્યળ્મક્ર ટક્રટ્ટભઋક્રે' ઋષિઓએ જે અનેકવાર અનેક પ્રકારે ગાયું છે તે જ હું ફરીથી કહું છું. ભગવાનની આ નમ્રતા પર પ્રસન્ન થઈ ગયેલા શ્રી આદિ શંકરાચાર્યે એક સ્તોત્રમાં ભગવાન શ્રીકૃષ્ણને ઋક્રશ્વઝક્રજીક્રળ્ર્િંઘ્થ્ઋક્રે કહીને બિરદાવ્યા છે. શ્રીકૃષ્ણનાં મુખારવિંદમાંથી નીકળેલું આ અમૃતગીત અનેકોના જીવનમાં સંગીત નિર્માણ કરે છે. નિષ્પ્રાણ લોકોમાં પ્રાણ પૂરે છે.
ગીતા સર્વ ધર્મશાસ્ત્રનો સાર છે. વાહામય રસિકોને ગીતામાં વાહામય સૌંદર્ય દેખાય છે. - સાહિત્યના શોખીનોનો શોખ ગીતા પૂરો પાડે છે. કર્મવીરોને ગીતા કર્મ કરવાનો ઉત્સાહ આપે છે. જ્ઞાનીઓને જ્ઞાનગંગામાં ડૂબકી મારવાની ગીતા તક આપે છે. ભક્તોને ગીતામાં ભક્તિનું રહસ્ય સમજાવે છે. વ્યાકરણીઓના દિલ ગીતામાં શબ્દ લાલિત્ય જોઈને ડોલી ઉઠે છે. સન્યાસીઓને સન્યાસ ધર્મ સમજાવે છે. આ બધું ગીતામાં છે.
* નિર્બળ અને પાપીઓને તારનાર છે ઃ-
ગીતાજીમાં સ્પષ્ટ લખ્યું છે કે ગમે તેવો પાપી માણસને પણ બદલી શકાય છે. સારો થઈ શકે છે. મહાન બની શકે છે.
* ત્ત્બ્Ð હૃક્રશ્વઅજીક્રળ્ઘ્ળ્થ્ક્રહૃક્રક્રથ્ક્રશ્વ ઼ક્રરુક્રભશ્વ ઋક્રક્રઋક્રલૃર્િંસ્ર઼્ક્રક્રઙ્ગેં ક્ર
જીક્રક્રમળ્થ્શ્વં જીક્રઋક્રર્િંભપ્સ્ર્ઃ જીક્રઋસ્ર્ટપ્સ્ર્ ંબ્જીક્રભક્રશ્વ બ્દ્યજીક્ર ઃ ક્ર
બ્દ્રક્રÐધ્ ઼ક્રંબ્ભ મઋક્રક્રષ્ટઅઋક્રક્ર (ગીતા - ૯/૩૦/)
જો કોઈપણ ઘણો દુરાચારી પણ જો અનન્યભાવે મારો ભક્ત બની મને ભજે છે. તો તે સાધુ માનવા યોગ્ય જ બને છે. એ સત્વરે ધર્માત્મા થઈ જાય છે અને શાંતિ ને પામે છે. એથી કૃષ્ણ શ્રાપ ગમે તેવો પાપી માણસ પણ સાધુની જેવો થઈ જાય છે. જેમ લુટારુ વાલિયો મહર્ષિ વાલ્મિકી બન્યો.
નિરાશાના અંધકારમાં અટવાતા માનવનાં જીવનમાં 'માં ગીતા' નવો ઉત્સાહ આપે છે. નિરાશા એતો નાસ્તિકતા છે. ''ભગવાન મારી જોડે છે. હું એકલો નથી'' એમ માનનારો માણસ કદી નિરાશ બનતો નથી. નિરાશ મનુષ્યને હિમત આપતા ગીતા કહે છે.
* ઙ્ગેંઁહ્મદસ્ર્ધ્ ઋક્રક્ર જીઋક્ર ટક્રઋક્રઃ ક્ર
દ્રક્રળ્ઘ્ત્ધ્ ગ્દઘ્સ્ર્ ઘ્ક્રહ્મખ્ક્રષ્ટદસ્ર્ધ્ ક્રક્ર (ગીતા - ૨/૩)
નિરાશા એ તો હૃદયની ક્ષુદ્ર દુર્બળતાનું લક્ષણ છે. માનવ નિષ્ફળ થવાથી નિરાશ થઈ જાય છે. પરંતુ એ નિષ્ફળતાનો વિરોધ નહીં પરંતુ વિલંબ સૂચવે છે. - ''ૈંહ હ્લટ્વૈઙ્મેિી જેષ્ઠષ્ઠીજજ ૈજ ઙ્ઘીઙ્મટ્વઅીઙ્ઘ ટ્વહઙ્ઘ ર્હં ઙ્ઘીહૈીઙ્ઘ'' પ્રયત્નશીલ માનવના જીવનમાં આવતી રહેલી નિષ્ફળતાઓ પગથિયાઓનું રૂપ લઈ સફળતાની સીડી સર્જે છે. ગીતા આવા જીવન સફળતાનાં પગથિયાની માર્ગદર્શિકા છે. એટલે તેને 'મા' કહી છે. તે આપણને હિમત - શ્રદ્ધા - આત્મબળ - આત્મવિશ્વાસનો વિશ્વાસ આપી આપી પીઠ થાબડવાનો શ્રીકૃષ્ણનો ઉપદેશાત્મક છે. હિમત રાખીને સ્વ સ્વ (પોતપોતાના) કાર્યોમાં શ્રદ્ધાપૂર્વક જોડાવવાનો ઉપદેશ ગીતા આપે છે તે આપણને સહુને કર્તવ્યાભિમુખ બનાવવો અર્જુને માધ્યમ બનાવીને એક પથદર્શકનું કાર્ય કરે છે.
* સહુના માટે ગીતાનો ઉપદેશ ઃ- વિવિધ વર્ણનાં લોકોને પણ ગીતા દરેકને જુદો જુદો ઉપદેશ આપે છે. બ્રાહ્મણ એ સંસ્કૃતિનો પ્રેરક છે તેથી ગીતા તેને શમ, દમ, તપ, શૌર્ય, ઈત્યાદિ ગુણો કેળવવાનું કહે છે. ક્ષત્રિયએ સંસ્કૃતિનો રક્ષક છે તેથી ગીતા તેને શૌર્ય, તેજ, ધૈર્ય, દક્ષતા, વગેરે ગુણોનું મહત્વ સમજો છે. વૈશ્યએ સંસ્કૃતિનો પોષક છે. તેથી ગીતા તેને ખેતિ, ગૌરક્ષા અને વાણિજ્યમાં સમરસ બનવાનો આદેશ કરે છે શુદ્રએ સંસ્કૃતિનો સેવક છે. સમાજની ભૌતિક જરૂરિયાતો (સ્ટ્વંીિૈટ્વઙ્મહીીઙ્ઘજ) ૫ૂરી પાડનાર - સેવા ભાવથી કામ કરવાનો આદેશ આપે છે.
ઈશ્વર આપણી જરૂરીયાતો પુરી પાડવા બંધાયેલ છે. પરંતુ ઈચ્છાઓ પુરી પાડવા માટે નહીં એટલે તે 'માં' તરીકે ગ્દીીઙ્ઘજ ૫ુરી પાડે છે. ડ્ઢીદ્બટ્વહઙ્ઘ નહીં
ગીતાનાં વિવિધ સંદેશો
* વિદ્ધાનો માટે તેમની બુદ્ધિનો સમાજને ઉંચ્ચો લાવે, સમાજને યોગ્ય દોરવણી આપે તેવો ગીતાનો આગ્રહ છે.
* કાર્યકર-નેતા વગેરેને કર્મયોગી બનીને કાર્યો કરવાનું સુચવે છે. સ્ર્ક્રશ્વટક્રઃઙ્ગેંઋક્રષ્ટજીક્રળ્ ઙ્ગેંક્રહ્મ।ક્રઁઋક્રે ક્ર કર્મની કુશળતા જ 'યોગ' છે.
* જ્ઞાનીઓને - ગીતા કહે છે કે વાદ-વિવાદમાં ન પડતા સંવાદ કરો ગીતા પણ કૃષ્ણ અને અર્જુન વચ્ચેનો સંવાદ જ છે.
* કર્મયોગીને કર્મનાં જ અધિકારી ફળની અપેક્ષા વિનાનો બતાવ્યો છે. ઋક્રક્રધ્ દ્મેંઁશ્વળ્ ઙ્ગેંઘ્ક્રહૃક્રલૃધ્ ક્ર
* ભક્તનેઃ- ગીતા કહે છે 'લૃઋક્રશ્વ ઼ક્રઊેંઃÐત્દ્ક્ર।સ્ર્બ્ભ' મારા ભક્તનો કદી નાશ થતો નથી તેવો વિશ્વાસ પ્રદાન કર્યો છે.
* સ્ત્રીને માટે ઃ- ગીતાનો વિશિષ્ટ સંદેશ છે - ઙ્ગેંટ્ટક્નભઃઊંક્રટ્ટંક્રષ્ટદૃહૃક્રલૃક્રથ્ટ્ટદ્ક્રક્રધ્ ઙ્ગેંઋક્રષ્ટદ્ક્રક્રધ્ જીઋક્રઢ્ઢબ્ભ મઢ્ઢબ્ભ ઃ દ્રક્રઋક્રક્ર ક્ર (ગીતા - ૧૦/૩૪)
સ્ત્રીઓએ કીર્તિનું પાલન કરવું જોઈએ. બારણે આવેલા યાચકને ખાલી હાથે ન જવા દેવાં. ઘરમાં રહેલ લક્ષ્મીનું પૂજન કરવું જોઈએ.
* સ્ત્રીની વાણી પ્રેમાળ હોવી જોઈએ, સ્ત્રી પાસે અખૂટ ધૈર્ય હોવું જોઈએ. ક્ષમા કરવાનો ગુણ હોવો જોઈએ. સ્ત્રી એ માં પાર્વતીનું સ્વરૂપ છે શિવજીની શક્તિ છે.
* વિદ્યાર્થીને ગીતા કહે છે ઃ-
ભબ્ઘ્બ્દ્બ Ðત્બ્દ્ક્રÐક્રભશ્વલૃ
Ðબ્થ્Ðત્વ્લૃશ્વલૃ જીક્રધ્હૃક્રસ્ર્ક્ર ક્ર
તારે જો વિદ્યા મેળવવી હોય તો તારી પાસે પ્રણિપાત (નમ્રતા) પરિપશ્ન (જીજ્ઞાસા) અને સેવા આ ત્રણ વાતો હોવી જોઈએ. અને ગુરૂપ્રર્ત્ય, વિદ્યા પાસે શ્રદ્ધા અને સંયમ રાખવો જોઈએ ઊંક્રરક્રંક્રલૃ ઼ક્રરુક્રભશ્વ જ્ઞક્રક્રલૃધ્ (ગીતા ૪/૩૯)
* ગુરૂ માટે ઃ- જ્ઞાનનો ઉપદેશ કરનાર મનુષ્ય જ્ઞાની તેમજ તત્વદર્શી હોવો જોઈએ. ગીતાની દ્રષ્ટિએ વિદ્યાર્થી શિક્ષક પરાયણ અને શિક્ષક વિદ્યાર્થી પરાયણ હોવા જોઈએ. આ બન્ને પાછા પ્રભુ પરાયણ હોવા જોઈએ.
* વિદ્વાનો માટે ઃ- ગીતાનો સંદેશ છે કે સામાન્યમાં સામાન્ય માણસોને તેમના સામાન્ય કર્મોથી ધીરે ધીરે ઉપર લઈ જવા એ જ વિદ્વાન માણસનું કર્તવ્ય છે.
* ગીતાનું આશ્વાસન ઃ-
ત્ત્ર્િંસ્ર્ક્રબ્ૅલૃક્રસ્ર્ર્િંભક્રશ્વઋક્રક્રધ્,
સ્ર્શ્વરુક્રલૃક્ર ઃ Ðક્રસ્ર્ળ્ષ્ટસ્ર્ક્રજીક્રભશ્વ ક્ર
ભશ્વક્રધ્બ્લૃઅસ્ર્બ઼્ક્રસ્ર્ળ્ઊેંક્રલૃક્રધ્,
સ્ર્ક્રશ્વટક્રદ્રક્રશ્વઋક્રધ્ ંદ્યક્રઋસ્ર્દ્યઋક્રે (ગીતા ૯/૨૨)
મારા ભક્તોના યોગ ક્ષેમનું હુ વહન કરૂં છું. તેમને નહીં મળેલી વસ્તુઓ મેળવી આપું છું, અને મળેલી વસ્તુઓનું હું રક્ષણ કરૂં છું - જીવનવિમામાં આ સૂત્ર ટાંકેલું છે.
* ચંચળ મનને સ્થિર કરવાનું સાધના ગીતા છે ઃ- અર્જુનનો અને આપણા સહુનો એ મોટો પ્રશ્ન છે કે 'મન' - તે ચં-ચળ છે. એક જગ્યાએ સ્થિર રહેતું નથી. 'હૃક્રધ્હૃક્રઁધ્ બ્દ્ય ઋક્રલૃ બ્ઇેંષ્ઠલૃ' - ત્યારે ભગવાન તેને કહે છે કે અભ્યાસથી, પ્રયત્નોથી-યોગથી તેને સ્થિર કરી શકાય છે. ત્ત઼્સ્ર્ક્રજીક્રશ્વલૃ ભળ્ ઙ્ગેંક્રહ્મર્િંભશ્વસ્ર્... (ગીતા ૬/૩૫) મનને સ્થિર કરવાનું સાધન ભગવાન શ્રીકૃષ્ણ તેને કહે છે.
* સારાંશ ઃ- આ રીતે વિભિન્ન પ્રકારનાં માનવોને તેમને અનુસાર - અનુરૂપ એવા માર્ગદર્શક સંદેશાઓ માનવને સાચા કર્મશીલ માનવ, સ્વકર્મ પરાયણનો સંદેશ ગીતા આપણને આપે છે. જેથી માનવ તે કે જે નૈતિક મૂલ્યોમાંથી, પોતાની નિયત ફરજો કર્તવ્યમાંથી શ્રદ્ધા ખોઈ બેસતો નથી. ખરો માનવ તે છે કે ભગવાનના માર્ગને અનુસરે છે. ''ઋક્રઋક્ર ંઅઋક્રક્રષ્ટલૃળ્ંભષ્ટર્િંભશ્વ ઋક્રલૃળ્ષ્ઠસ્ર્ક્રઃ Ðક્ર્રૂક્રષ્ટ જીક્રંષ્ટ।ક્રઃ ક્ર'' (ગીતા . અ.૩/૨૩)
અર્જુન આપણો આદર્શ હો, અને શ્રીકૃષ્ણ આપણો સહાયક- પથદર્શક હો! એ બે મહાપુરુષોને દ્રષ્ટિની સામે રાખીને આપણા જીવનને યોગ્ય રીતે ઘડવાની શરૂઆત કરીએ એજ ''ગીતા''ની ફલશ્રુતી છે. શ્રી યોગેશ્વર - કૃષ્ણ આપણી વૃત્તિ અને બુદ્ધિ તેવી બનાવે અને આપણી શારિરીક શક્તિ, માનસિક શક્તિ, આત્મબળ, વધારે સતેજ કરે તે જ પ્રાર્થના...!! અસ્તુ!!
ડો.ઉમાકાંત જે. જોષી