ગાંધીનગર અક્ષરધામ એટેકની ઘટના.....
ગાંધીનગર અક્ષરધામ એટેકની ઘટના.....
૨૪ સપ્ટેમ્બર ૨૦૦૨નો દિવસ હતો અને સાંજના સમયે ગાંધીનગર અક્ષરધામ પર બે આતંકીઓ હુમલો કર્યો . જેમાં અચાનક થયેલી ગોળીબારી અને હેન્ડગ્રેનેડ ફેંકવાની ઘટનામાં ૩૩ લોકોએ જીવ ગુમાવ્યા અને અનેક લોકોને ગંભીર ઇજાઓ પણ પહોંચી. અક્ષરધામ થયેલા હુમલાની ઘટનાના સમાચાર મળતા પ્રમુખ સ્વામી મહારાજે આખી રાત સ્થિતિ અંગે માહિતી મેળવી અને બીજા દિવસે ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા ઇજાગ્રસ્તોને મળ્યા હતા. આ દરમિયાન અક્ષરધામ પરના હુમલાના કારણે સમગ્ર ગુજરાતમાં ઘેરા પ્રત્યાઘાત પડયા હતા.પરંતુ સ્થિતિ પારખી ગયેલા પ્રમુખસ્વામી મહારાજે એક પણ નકારાત્મક શબ્દો ઉચ્ચાર્યો નહી અને સૌ હરિભક્તોને પ્રાર્થના કરવા કહ્યું હતું. જેના કારણે ફરીથી ગુજરાતની શાંતિ ડહોળાતા અટકી હતી.તો જ્યારે અક્ષરધામને ૭મી ઓક્ટોબરના રોજ મુલાકાતીઓ માટે ફરીથી ખુલ્લુ મુકાયુ ત્યારે આતંકીઓને ઠાર કરાયા હતા તે સ્થળે જઇને પુષ્પાજંલીને આપીને આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી.