ગાંધી નિર્વાણદિને ગાંધીજીના વિચારો
અસત્યનો જવાબ ન આપવો એ જ સારામાં સારો રસ્તો છે. એને ખોરાક ન મળે એ આપોઆપ ગમ ખાય છે. જુઠાણામાં સ્વતંત્રપણે જીવવાની શક્તિ હોતી જ નથી. તે વિરોધ પર જીવે છે.
બીજાને કષ્ટ આપવાથી નહિ પરંતુ સ્વયં સ્વેચ્છાથી કષ્ટ સહન કરવાથી આનંદ આવે છે. આનંદનું રહસ્ય ત્યાગ છે.
આશા અમર છે તેની આરાધના કદી નિષ્ફળ જતી નથી. આળસ એ એક પ્રકારની હિંસા છે. ઇશ્વરના દર્શન આંખથી નથી થતા ઇશ્વરના દર્શન શરીરથી નથી તેનાં દર્શન શ્રદ્ધાથી જ થાય છે.
જે ક્રોધ કરે છે તે હિંસાનો અપરાધી છે, ક્રોધનો સૌથી સારો ઉપાય મૌન છે. ક્રોધ વિનાનો માનવી દેવ છે. સૈનિક ક્યારેય ચિંતા કરતો નથી કે તેના મૃત્યુ પછી એના કામનું શું થશે તે તો પોતાનું કર્તવ્ય નિભાવ્યે જાય છે.
ત્યાગ વિના માનવીનો વિકાસ થતો નથી. દયા માણસની કોમલતમ ભાવનાનું પ્રતીક છે જેમાં દયા નથી તેમાં વિનય નથી.
આપણે બધા દોષોથી ભરેલા છીએ પણ દોષમુક્તિ થવાનો પ્રયત્ન કરવાનું ચાલું રાખવું જોઈએ.