Get The App

'તુલસીદાસ'જીની પ્રસિદ્ધ સાખીઓ

Updated: May 31st, 2023

GS TEAM


Google News
Google News
'તુલસીદાસ'જીની પ્રસિદ્ધ સાખીઓ 1 - image


- માત્ર એક રામનો જ ભરોસો રાખવો એજ એકમાત્ર બળ છે. તેમની જ આશ રાખવી, જેમ સ્વાતિ નક્ષત્રમાં પડતું વરસાદનું બિંદુ છે, તેને ગ્રહણ કરનાર તુલસીદાસ ચાતક પક્ષ સમાન

- ભમરો કમળની સુગંધથી, પતંગીયુ દીવાની જ્યોતના પ્રકાશથી, હરણ પોતાનાં સંગીતના નાદથી, માછલું સ્વાદના મોહમાં, હાથી ખાડામાં રાખેલ હાથણીનાં મોહથી આમ ગંધ, રૂપ, શબ્દ, રસ અને સ્પર્શનાં મોહમાં દરેક પોત પોતાનો જીવ ગુમાવે છે. તો માણસ પાંચેય ઈન્દ્રિયોનાં વિષયનો ગુલામ છે તેને માત્ર ઈશ્વર જ બચાવી શકે છે.

- સં ત તુલસીદાસજી ઉત્તર હિંદના આધ્યાત્મિક જગતનાં મહાન રામભક્ત સંત હતા. 'તુલસી રામાયણ'નું ધર્મપુસ્તક તેમને મન વેદ કરતા અથવા ભગવદ્ ગીતા કરતા ઓછું મહત્ત્વ દર્શાવતું નથી. તેની ચોપાઈઓ, દુહાઓ અને કવિતાઓ ભક્તિભાવ ખુબ જ પ્રસિદ્ધ છે. તેનો ભગવાન શ્રીરામ અને હનુમાનજીનો પ્રેમભાવ અદ્ભુત છે. તેઓ શ્રીરામનાં શ્રદ્ધાળુ ભક્ત હતા. તેઓએ રામ વિષે સ્પષ્ટ લખ્યું છે કે

- "તુલસી મસ્તક તબ નમે, જબ ધનુષ બાણ લિયો હાથ"

ધનુષ્યબાણ જેના હાથમાં છે તેને જ તુલસીનું મસ્તક નમન કરે છે. તેમની આધ્યાત્મિક અનુભૂતિ અદ્ભુત છે. તેમના દોહા અને રચેલી સાખીઓ હજારો સામાન્ય મનુષ્યોને ઉચ્ચ જીવનનું ભાથુ બાંધવાની શક્તિ ધરાવે છે. તેમણે ૧૭૮ થી વધુ સાખીઓ લખી છે. અહીં જીવનને ઉપયોગી અને પથદર્શક બને તેવી ચૂંટેલી પચ્ચીસ સાખીઓ આપણે સમજાવા જેવી છે તેનું વર્ણન છે. સાખીઓ એટલે રત્નકણિકાઓ અમૂલ્ય મૌક્તિક અને આધ્યાત્મિક અનુભૂતિનો અર્ક, અનેક સૂત્રોમાં બાંધનારી રત્નમાળા, ભક્તિની સરળતા અને સાદા શબ્દોમાં સહુ સમજી શકે અને ઉચ્ચ જીવનનું ભાથુ બાંધી શકે તેવી રચના જે ઉન્નતિ પ્રેરક બની શકે છે.

તુલસીદાસની સાખીઓ

જીવન ઉપયોગી રચનાઓ

(૧) તુલસી ધીરજ મન ધસે, હાથી મનભર ખાય,

ટુકડા અન્ન કે કારણે, શ્વાન ધરોઘર જાય.

મનમાં ધીરજ ધરવાથી હાથીને પણ મણ જેટલું ખાવાનું મળી રહે છે. જ્યો એક અન્નના ટુકડા માટે કુતરો ભટકે છે.

(૨) તુલસી પરઘર જાય કે, દુ:ખ ન કહીએ રોય,

માન ગુમાવે આપનો, બાંટ ન લેવો કોય.

પારકે ઘરે જે ઈને આપણે આપણું દુ:ખ રોવું ન જોઈએ. કોઈ દુ:ખ લઈ લેતું નથી. ઉલટુ આપણું માન ઘટે છે.

(૩) તુલસી જગમેં યું રહો જ્યું જિહવા મુખમાંહિ,

ઘી ઘણા ભક્ષણ કરે, તો ભી ચીકની નાહિ.

જગતમાં એવી રીતે રહો જેવી રીતે ૩૨ દાંતની વચ્ચે જીભ રહે છે. વળી ઘી વગેરે ખાય તોય ચિકણી થતી નથી.

(૪) તુલસી ગરીબ ન સંતાપીએ, બૂરી ગરીબ કી હાય;

મૂઆ ઢોર કે ચામસે, લોહા ભસ્મ હો જાય.

ગરીબને કોઈ દિવસ હેરાન કરવા ન જોઈએ. ગરીબોની હાય ખૂબ ખરાબ છે. ચામડાની ધમણથી લોઢા જેવી સખત ધાતુઓ પણ બળીને ભસ્મ થઈ જાય છે.

(૫) જ્ઞાન, ગરીબી, હરિભજન, કોમલ બચન, અદોષ;

તુલસી કભી ન છોડીએ, ક્ષમા, શીલ, સંતોષ.

જ્ઞાન, નિરાભિપણું, પ્રભુનું ભજન, કોમળ દોષ રહિત વાણી, ક્ષમા, શીલ અને સંતોષ આ સાત વસ્તુઓ માણસે કદી છોડવી નહિં.

(૬) જગમેં બેરી કોઈ નહિં, જો મન શીતલ હોય;

તુલસી ઈતના યાદ રખ, દયા કરે સબ કોય.

જો આપણું મન શાંત હોય, તો આપણાં કોઈ વેરી નથી. આટલું યાદ રાખીશ તો સૌ કોઈ તારા પર દયા-મિત્રભાવ રાખશે.

(૭) રાત કો ભૂષણ ઈંદુ હૈ, દિન કો ભૂષણ ભાન;

દાસ કો ભૂષણ ભક્તિ હૈ, ભક્તિ કો ભૂષણ જ્ઞાન.

ચંદ્રમા રાત્રીનું આભૂષણ છે, સૂર્ય દિવસનું ભક્તિ આભૂષણ છે, પ્રભુના દાસનું, જ્ઞાનુ આભૂષણ ધ્યાન છે.

(૮) તુલસી યે સંસાર મેં, પંચરત્ન હૈ સાર;

હરિભજન અરુસંતમિલન, દયા, દાન, ઉપકાર.

આ સંસારમાં પાંચ વસ્તુઓ રત્ન સમાન છે. એક સંતમિલન, બીજું હરિભજન, ત્રીજું દયા, ચોથું દાન, પાંચમું પરોપકાર.

(૯) પશુ ઘડતા નર ઘડયો, ભૂલે સિંગ, અરુપૂછ;

તુલસી પ્રભુક્ત ભક્તિ બિન, ધિક દાઢી, ધિક મૂછ.

ભગવાને તે માણસને પશુ ઘડતા માણસ ઘડયો છે. જેમાં ભક્તિ નથી તે માણસ પશુ સમાન છે.

(૧૦) તુલસી પંછિન કે પીએ, ઘટે ન સરીતા નીર;

ધરમ કરે ધન ન ઘટે, સહાય કરે રઘુવીર.

પંખીઓના પીવાથી નદીનું પાણી ઘટી જતું નથી તેમ ધર્મના કામમાં, સારા કાર્યોમાં વાપરવાથી ધન ઘટતું નથી. ભગવાન રામચંદ્ર તેને જરૂર મદદ કરે છે.

(૧૧) અલિ, પતંગ, મૃગ, મીન, ગજ, એક એક રસ આંચ;

તુલસી તિન કી કોન ગતિ, જાદુ વ્યાપત પાંચ.

ભમરો કમળની સુગંધથી, પતંગીયુ દીવાની જ્યોતના પ્રકાશથી, હરણ પોતાનાં સંગીતના નાદથી, માછલું સ્વાદના મોહમાં, હાથી ખાડામાં રાખેલ હાથણીનાં મોહથી આમ ગંધ, રૂપ, શબ્દ, રસ અને સ્પર્શનાં મોહમાં દરેક પોત પોતાનો જીવ ગુમાવે છે. તો માણસ પાંચેય ઈન્દ્રિયોનાં વિષયનો ગુલામ છે તેને માત્ર ઈશ્વર જ બચાવી શકે છે.

(૧૨) તનકર મનકર, બચનકર, દેત ન કોકું દુ:ખ;

તુલસી પાતક જરત હૈ, દેખત ઉનકો મુખ.

જે શરીર, મન અને વાણીથી કોઈને પણ દુ:ખ આપતો નથી તેવા પુરુષના મુખદર્શનથી આપણા પાપ બળી જાય છે. અર્થાત્ તેઓ પુરુષ મહા પવિત્ર છે.

(૧૩) મુખ મીઠી બાતો કર, અંત કટારી પેટ;

તુલસી તહાં ન જાઈએ, જહાં કપટ કો હેત.

મુખથી મીઠી મીઠી વાતો કરે છે અને પેટમાં કટાર રાખે છે જ્યાં કપટનું હેત છે ત્યાં જવું નહિં.

(૧૪) રામ ભજન, અરુ હરિકથા, તુલસી દુર્લભ હોય;

જીવન, જોબન, રાજ, ધન, અવિચલ રહે ન કોય.

આ જગતમાં રામકથા, ભજન, આ બે જ દુર્લભ છે. જીવન, યૌવન, રાજ્ય અને ધન એ બધું જ નાશવંત છે.

(૧૫) તુલસી જાકે મુખ નતે, ચોખે નિકલે 'રામ';

વાકે પાઊકી પહેનીઆ, મોરે તનકો ચામ.

જેના મુખેથી ભૂલથી પણ 'રામ' શબ્દ નીકળે છે. તેના પગના પગરખાં બનવા માટે મારા શરીરની ચામડી તૈયાર છે.

(૧૬) તુલસી જગમે આયકે, કર લીજે દો કામ,

દેનેકુ ટુક્કા ભલા, લેનેકું હરિ નામ.

આ જગતમાં જન્મીને બેકામ કરી લેવા. એક ગરીબને ટુકડો-રોટલો આપવો, અને હરિનું નામ લેવું.

(૧૭) તુલસી વિલંબ ન કીજીએ, સબસે મિલિયે ધાય,

કોણ જાણે કો બેસમેં, નારાયણ મિલ જાય.

કોઈ કોઈને મળવા માટે વિલંબ ન કરવો જોઈએ. કોણ જાણે ક્યા વેશમાં નારાયણ મળી જાય. દરેકમાં પ્રભુના દર્શન કરવા જોઈએ.

(૧૮) એક ભરોસો, એક બલ, એક આશ વિશ્વાસ, સ્વાતિબુંદ રઘુનાથ હૈ, ચાતક તુલસીદાસ. 

માત્ર એક રામનો જ ભરોસો રાખવો એજ એકમાત્ર બળ છે. તેમની જ આશ રાખવી, જેમ સ્વાતિ નક્ષત્રમાં પડતું વરસાદનું બિંદુ છે, તેને ગ્રહણ કરનાર તુલસીદાસ ચાતક પક્ષ સમાન.

(૧૯) એક ઘડી આધી ઘડી, આધી સે પુનિ આધ, તુલસી સંગત સાધુકી કરે કોટિ અપરાધ.

એક ઘડી માટે, અડધી ઘડી માટે અરે અડધાથી પણ અડધી ઘડી માટે પણ સાધુ પુરુષની સંગત થાય તો કરોડો અપરાધોનો-દોષોનો નાશ થાય છે.

(૨૦) રાવણ રાવણકો હત્યો, દોષ રામ કહં નાહિ,,

નિજ હિત-અનહિત દેખું કિ, તુલસી આપહી માંહી,

રાવણે પોતેજ પોતાને હણ્યો છે. તેમાં રામનો કોઈ દોષ નથી. પોતાનું હિત-તથા અહિત પોતાના જ હાથમાં છે.

(૨૧) સંત સમાગમ હરિકથા, તુલસી દુર્લભ હોય,

ધરા, સુત, અરુ, લક્ષ્મીતો, પાપી કે ભી-હોય.

સંતોનો સમાગમ, અને ભગવાનની હરિકથા-એબે વસ્તુઓ બહુદુર્લભ છે. બાકી સ્ત્રી, પુત્ર, અને ધન તો પાપીની પાસે પણ હોય છે.

(૨૨) થામા વિમલ વારાણસી, સુરઅપગાસમ ભક્તિ,

જ્ઞાન વિશ્વેસર, અથિ વિશદ, લસત દયા સહશક્તિ.

ક્ષમા નિર્મળ કાશી તીર્થ છે. ભક્તિ દેવનંદી ગંગાસમાન છે. અને વિમળ જ્ઞાન સાક્ષાત વિશ્વેશ્વર મહાદેવ છે અને દયા રૂપી શક્તિ સાથે શોભાયમાન છે.

(૨૩) ચતુરાઈ ચુલો પરી, જ્ઞાની જમકે ધાય

તુલસી રામ સે પ્રેમ નહિ, સો જન મૂલ નસાય.

ચતુરતા ચુલામાં પડી, શુષ્ક જ્ઞાની યમદેવના પ્રવાહનું લક્ષ્ય બને છે. જે પુરુષને રામ પ્રત્યે પ્રેમ નથી. તે નાશ પામે છે.

(૨૪) આસન દ્રઢ આહારદઢ, સુમતિ જ્ઞાન દ્રઢ હોય,

તુલસી બિના ઉપાસના, બિન દુલહકો જોય.

જેનું આસન દ્રઢ-ચંચળતા રહિત હોય. જેનો આહાર દઢ (સાત્વિક) હોય, જેની બુદ્ધિ સાત્વિક હોય તે પુરુષ ઉપાસના વિના પણ દુર્લભ એવું આત્મતત્વા ને જુએ છે.

(૨૫) મન જાણે મેં કરતા હૂં, કરનેવાલા કોય,

આદર્યા અધવચ રહે, હરિ કરે સો હોય,

હરિની ઈચ્છા પ્રમાણે જ બધું જ થાય છે. મન મેં કર્યું તેવા અભિમાનથી પિડાય છે. (માટે અભિમાન કરવું નહિ)

- ડો. ઉમાકાંત જે.જોષી

Tags :