ધર્મનો સાર-ગુરુવચન .
૧) આત્માના અસ્તિત્વનો, પરમાત્માના વ્યક્તિત્વનો અને કર્મના કર્તવ્યનો સ્વીકાર, એનું જ નામ સમ્યગ્દર્શન.
૨) સમ્યગ્દર્શનથી આત્મા, મારેં માટે કોણ છે ? એવી ચિંતા કરતો નથી, અને મારે માથે કોણ છે એમાં ક્યારેય શંકા કરતો નથી.
૩) સમ્યક્જ્ઞાાન એ તો મોક્ષ મેળવવાનો મોક્ષ પ્રાપ્ત કરવાનો શોર્ટકટ-ટૂંકો માર્ગ છે.
૪) ગુરૂવંદનના દર્શનથી કલ્યાણ થાય કે ના પણ થાય, પરંતુ ગુરુ વચનના શ્રવણથી કલ્યાણ નિશ્ચિત થાય જ છે.
૫) મંદિર, ભાગીદાર, સંયુક્ત પરિવાર આ ત્રણ જગ્યાએથી લીધેલો એક પણ ખોટો પૈસો પચાવવાની તાકાત કુદરતે કોઈ મનુષ્યને આપી નથી. અને ક્યારેય આપશે નહિ.
૬) જેણે માતા-પિતાની સાચા હદયથી સેવા કરી છે, તેને પ્રભુ પૂજવા માટે મંદિરે જવાની જરૂર નથી.
૭) હે પ્રભુ પ્રતિજ્ઞાા કરું છું હું તારી, અને પરિક્ષા કરે છે તું મારી, કરી લે તું ગમે તેટલી કસોટી મારી, નહિ ખૂટે તારા પ્રત્યેની શ્રદ્ધા મારી.