પરબ્રહ્મ ગણેશજીના આઠ અવતાર .

Updated: Sep 27th, 2023


Google NewsGoogle News
પરબ્રહ્મ ગણેશજીના આઠ અવતાર                               . 1 - image


ગણેશજીનો છઠ્ઠો અવતાર એ વિકટ નામનો અવતાર છે. તે સૌર બ્રહ્મનો ધારક છે અને મયૂરવાહન તરીકે પ્રસિદ્ધ છે. આ અવતાર કામાસુરનો સંહારક છે. 

આ મ તો પરબ્રહ્મ ગણેશજીના અનંત અવતારો છે અને તેનું વર્ણન સહસ્ત્રમુખી શેષનાગ, ચતુર્મુખી બ્રહ્મા, પંચમુખી સદાશિવ કે બ્રહ્મસ્વરૂપા માતા સરસ્વતી દેવી પણ સહસ્ત્ર વર્ષો સુધી કરી શકે એમ નથી. પરંતુ મુદ્ગલ પુરાણમાં પરબ્રહ્મ ગણેશજીના મુખ્ય આઠ અવતારોનું વર્ણન કરવામાં આવ્યું છે.

આ આઠ અવતારોમાં પરબ્રહ્મ ગણેશજીનો સર્વ પ્રથમ અવતાર વક્રતુંડ અવતાર છે. આ અવતાર દેહ બ્રહ્મને ધારણ કરનારો છે. એમાં પરબ્રહ્મ ગણેશજી સિંહનું વાહન કરે છે અને મત્સરાસુરનો વધ કરે છે. આ મત્સરાસુરનો જન્મ દેવરાજ ઈન્દ્રના પ્રમાદમાંથી થયો હતો. તે ત્રિલોક વિજ્યી બન્યો તેણે ત્રિદેવોને હરાવ્યાં તથા સ્વર્ગલોક પર આધિપત્ય સ્થાપિત કર્યું. તે સમયે ભગવાન દત્તાત્રેય પ્રગટ થયાં અને એમણે દેવતાઓને શ્રીમન્ મહાગણપતિ 'વક્રતુંડ' નો એકાક્ષરી (ગં) મંત્ર આપ્યો અને એનું વિધાન વર્ણવી અનુષ્ઠાન કરવાની પ્રેરણા આપી. સર્વે દેવતાઓની સાથે ભગવાન પશુપતિ શંકર પણ આ મંત્રનું અનુષ્ઠાન કરવા લાગ્યાં. આથી ભગવાન 'વક્રતુંડ' પ્રસન્ન થયાં અને તેમણે સર્વ દેવતાઓને અભય આપતાં કહ્યું કે, "તમે સૌ નિર્ભય થઈ જાઓ. મત્સરાસુરનો હું વધ કરીશ." ત્યાર પછી વક્રતુંડ અને મત્સરાસુર નું ભયંકર યુદ્ધ થયું અને તેમાં મત્સરાસુરનો વધ કર્યો અને સર્વ દેવો મુક્ત થયા.

પરબ્રહ્મ શ્રી ગણેશજીનો બીજો અવતાર એકદન્ત અવતાર છે. આ અવતાર દેહિબ્રહ્મનો ધારક છે. તેમનું વાહન મૂષકનું છે અને તેઓ મદાસુરના સંહારક તરીકે વિખ્યાત છે. આ મદાસુરનું સર્જન મહર્ષિ ચ્યવને કર્યું હતું. આ મદ મહર્ષિ ચ્યવનની ચરણવંદના કરી પાતાળ લોકમાં શુક્રાચાર્ય પાસે ગયો અને તેમણે તેને શિષ્ય બનાવ્યો અને ગુરુએ પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવા મદને સંપૂર્ણ વિધાન સાથે એકાક્ષરી 'હ્રીં' શ ક્ત મંત્રની દીક્ષા આપી અને તેને તપસ્યા કરવા મોકલ્યો આથી માતા જગદંબા પ્રસન્ન થયા અને વરદાન આપી અંતર્ધ્યાન થયાં. માતાના વરદાનની શ ક્તથી મદ સ્વર્ગનો સ્વામી બન્યો અને શૂલપાણિ મહેશ્વરને પણ હરાવ્યાં. આમ, સર્વત્ર અસુરોનું અત્યાચારી શાસન ચાલવા માંડયું. આથી અત્યંત દુ:ખી થયેલા દેવગણો સનતકુમાર પાસે ગયા અને મદાસુરના વિનાશ તેમજ ધર્મના પુન:સ્થાપનનો ઉપાય પૂછયો. એટલે સનતકુમારે કહ્યું કે આપ સર્વ દેવો 'એકદન્ત'ની ઉપાસના કરો. તેઓ જરૂરથી આપની સહાય કરશે. આમ, દેવોની ઉપાસનાથી ભગવાન એકદન્ત પ્રસન્ન થયા અને મદાસુર સાથે યુદ્ધ કર્યું. એકદન્તની તીક્ષ્ણ પરશુએ મદાસુરના વક્ષને ચીરી નાખ્યું અને તેને મુર્છિત કરીને સદા માટે પાતાળમાં ધકેલી દીધો. શ્રી ગણેશજીનો ત્રીજો અવતાર મહોદર અવતાર છે. આ અવતાર જ્ઞાાનબ્રહ્મનો પ્રકાશક છે. આ અવતાર મોહાસુરના શત્રુરૂપ અને મૂષકવાહન તરીકે પ્રસિદ્ધિ પામ્યો છે. પ્રાચીનકાળમાં મોહાસુર નામનો અત્યંત દારુણ અસુર પેદા થયો એણે દિવ્ય સહસ્ત્ર વર્ષો સુધી નિરાહારી રહીને સૂર્યદેવની ઉપાસના કરી તેથી સૂર્યદેવે પ્રસન્ન થઈ તેને રોગરહિત થવાનું અને સર્વત્ર વિજ્યી બનવાનું વરદાન આપ્યું. જેનાથી તે ત્રિલોકનો સ્વામી થયો. આ જોઈ સૂર્યદેવ વ્યથિત થયા તેમણે ઋષિઓને એકાક્ષર મંત્રનો જપ જપી ભગવાન ગણેશની ઉપાસના કરવાની પ્રેરણા આપી. દેવો અને ઋષિઓની ભ ક્તથી પ્રસન્ન થઈ ભગવાન ગણેશ મહોદર સ્વરૂપે પ્રગટ થયા અને તેમણે મોહાસુરનું મર્દન કર્યું. ભગવાન ગણેશજીનો ચોથો અવતાર ગજાનન અવતાર છે. આ અવતાર યોગીઓ માટે સિદ્ધિદાયક મનાય છે. એ લોભાસુરનો સંહારક અને મૂષકવાહન તરીકે પ્રકીર્તિત થયા છે. 

ભગવાન પરબ્રહ્મ ગણેશજીનો પાંચમો અવતાર લંમ્બોદર અવતાર છે. આ અવતાર સત્ય સ્વરૂપ શ ક્તબ્રહ્મ અવતારરૂપ છે. તેનું વાહન પણ મૂષક છે. આ અવતાર ભગવાને ક્રોધાસુરના સંહાર માટે લીધો હતો. 

ત્યાર પછી ગણેશજીનો છઠ્ઠો અવતાર એ વિકટ નામનો અવતાર છે. તે સૌર બ્રહ્મનો ધારક છે અને મયૂરવાહન તરીકે પ્રસિદ્ધ છે. આ અવતાર કામાસુરનો સંહારક છે. 

ત્યાર પછી ભગવાને સાતમો અવતાર વિઘ્નરાજ તરીકે લીધો. અહીં તેઓ વિષ્ણુબ્રહ્મના વાચક છે અને મમતાસુરને હણનારા કહેવાયા છે. તેમના વાહન શેષનાગ છે. 

ભગવાન પરબ્રહ્મ ગણેશજીનો આઠમો અવતાર એ ધૂમ્રવર્ણ અવતાર છે. તે શિવ બ્રહ્મસ્વરૂપ છે અને અભિમાનાસુરનો નાશ કરનારો છે. એક સમયે બ્રહ્માજીએ સૂર્યદેવને 'કર્મરાજ'ના અધિપતિ પદે નિયુક્ત કર્યા. આ પદ પામીને સૂર્યદેવામાં અહંકારનો ઉદય થયો. તેઓ અભિમાની બની વિચારવા લાગ્યા કે હું કર્માધિપતિ છું. હું જ મહાશ ક્ત અને જગતનો પાલનહાર છું. આમ, વિચારતાં સૂર્યદેવને છીંક આવી અને તેમાંથી એક મહાબળવાન, મહાકાય પુરુષ ઉત્પન્ન થયો. તે સીધો દાનવગુરુ શુક્રાચાર્ય પાસે ગયો. શુક્રાચાર્યએ તેનો જન્મ જાણી તેને કહ્યું કે તારો જન્મ સૂર્યના અહંભાવથી થયો છે એટલે તારું નામ અહમ્ રહેશે. આ અહમ્ ભગવાન ગણેશનું તપ કરીને તેમને પ્રસન્ન કર્યાં અને વરદાન પામી અત્યંત શ ક્તશાળી બન્યો. તેણે આકાશ-પાતાળ જીતી લીધાં અને ધર્મને નષ્ટ કર્યો. આથી ભગવાન ગણેશ એક રાત્રિના સમયે ધૂમ્રવર્ણ સ્વરૂપે અહમ્ ને સ્વપ્નમાં આવી ચેતવણી આપી કે તું અધર્મનો પથ છોડી દે નહિતો તારો વિનાશ નક્કી છે. આથી અહમ્ ભગવાનના ધૂમ્રવર્ણ અવતારથી અત્યંત ભયભિત થયો અને ગણેશજીની સ્તુતિ કરી તેમની ક્ષમા માંગી તથા દેવગણોને મુક્ત કર્યાં.

આમ, ભગવાન ગણેશ આદિદેવ મંગલમૂર્તિ પરબ્રહ્મ આ અવતારલીલાનું શ્રવણ સૌના માટે મંગલદાયક છે. આ આઠ અવતારો ઐતિહાસિક અને પૌરાણિક રીતે તો મહત્ત્વના છે જ પરંતુ અવતારોનું આધ્યા ત્મક મહત્ત્વ વળી અનન્ય છે.

પ્રત્યેક મનુષ્યમાં સંયોગોવશાત્ માત્સર્ય, મદ, મોહ, લોભ, ક્રોધ, કામ, મમત, અહંતા આદિ આસુરી ભાવ જ્યારે પ્રગટ થાય છે ત્યારે તે સયે મનુષ્ય  સ્થતપ્રજ્ઞા બની પોતાના હૃદયમાં  સ્થત પરબ્રહ્મ ગણેશજીનું  સ્મરણ અને સંકીર્તન કરી તેમની મહિમામયી લીલાથી આસુરી ભાવોનો સંહાર કરી પોતાને અભય કરી દે અને પોતાનું જીવન મંગલમય બનાવી શકે એ જ અભ્યર્થના સાથે અસ્તુ.!                

- પ્રજ્ઞાાચક્ષુ ડો. કૃણાલ જોષી


Google NewsGoogle News