''કેરળના સંત,કવિ,રાજા કુલશેખર આળવાર ભગવાન વિષ્ણુના અનન્ય ભક્ત હતા ''
- વિચાર-વીથિકા-દેવેશ મહેતા
- બાળપણમાં જ કુલશેખર તમિલ અને સંસ્કુત ભાષામાં પારંગત થઈ ગયા હતા અને આ બન્ને પ્રાચીન ભાષાઓમાં લખાયેલા મહાન ગ્રંથોનો તેમણે અભ્યાસ કરી લીધો હતો
કુ લશેખર આળવાર દક્ષિણ ભારતનાં મધ્યકાળના નવમી શતાબ્દીના એક સંત કવિ અને ભક્તિપ્રવર્તક રાજા હતા. કેરળના ધર્મનિષ્ઠ રાજા ફ્ઢવ્રત સંતતિરહિત હતા.તેમણે પુત્ર પ્રાપ્તિ માટે તપ કર્યું ત્યારે ભગવાન નારાયણની કૃપાથી દ્વં'ગ્દીના રોજ પુનર્વસુ નક્ષત્રમાં એમના ઘેર એક તેજસ્વી બાળકે જન્મ લીધો હતો. તેનું નામ કુલશેખર રાખવામાં આવ્યું હતું. કુલશેખરને ભગવાન વિષ્ણુના કૌસ્તુભ મણિનો અવતાર માનવામાં આવે છે. રાજા ફ્ઢવ્રતે કુલશેખરને વિદ્યા,જ્ઞાન,ભક્તિ અને સત્સંગના વાતાવરણમાં સંવર્ધિત કર્યો.બાળપણમાં જ કુલશેખર તમિલ અને સંસ્કુત ભાષામાં પારંગત થઈ ગયા હતા અને આ બન્ને પ્રાચીન ભાષાઓમાં લખાયેલા મહાન ગ્રંથોનો તેમણે અભ્યાસ કરી લીધો હતો. તેમણે વેદ-વેદાન્તનું અધ્યયન કરી ચોસઠ કલાઓમાં નિપુણતા મેળવી લીધી હતી. જ્યારે રાજા ફ્ઢવ્રતે જોયું કે... કુલશેખર બધી રીતે શાસન કરવા સક્ષમ બની ગયેલ છે. ત્યારે તેને રાજગાદી પર બેસાડી મોક્ષ પ્રાપ્તિના માર્ગે પ્રવૃત થઈ ગયા હતા.
રાજા કુલશેખરે તેમના દેશમાં પુન: રામ રાજ્યની સ્થાપના કરી દીધી. જો કે તે હાથમાં રાજદણ્ડ ધારણ કરતા હતા પણ તેમના હ્ય્દયે ભગવાન વિષ્ણુના ચરણકમળોને ફ્ઢતાપુર્વક પકડી રાખ્યા હતા.એમનું શરીર ભલે સિંહાસન પર બેસતું હતું પણ એમનું હ્ય્દય ભગવાન શ્રીરામનું સિંહાસન બની ગયું હતું. રાજા હોવા છતાં સંસારના વિષયોમાં સહેજ પણ આસક્તિ ન હોતી.અંબરીષ રાજાની જેમ તેમનો મોટા ભાગનો સમય ભગવત્ સ્વરૂપની પૂજા-અર્ચના-ભક્તિ અને સત્સંગમાં જ વીતતો. એક દિવસ ભગવાન વિષ્ણુએ એમને સાક્ષાત્ પ્રગટ થઈને દર્શન આપ્યા. તે પછી તો તેમની ભક્તિ,પ્રીતિ ઉત્કટ બની ગઈ. આનંદ અને પ્રેમનો મહારસ પીધા પછી સંસારનો ખારો-ખાટો-કડવો રસ પીવાની ઇચ્છા કયાંથી થાય ?
એક દિવસ તે રામાયણની કથા અત્યંત તલ્લીન થઈને સાંભળી રહ્યા હતા. તે વખતે પ્રસંગ એ ચાલતો હતો કે ભગવાન શ્રી રામ સીતાજીના રક્ષણનું કામ લક્ષ્મણને સોેપી પોતે એકલા ખર-દુષણની વિશાળ સેના સાથે યુદ્ધ કરવા માટે એમની સામે જઈ રહ્યા છે.કથાકાર શાસ્ત્રીજી શ્લોક ગાઈ રહ્યો છે.- 'ચતુર્દશસહસ્ત્રાણિ રક્ષમાં ભીમકર્મણામ્ । એકશ્ચ રામો ધર્માત્મા કથં યુદ્ધો ભવિષ્યતિ ।। ધર્માત્મા રામ એકલા ચૌદ હજાર રાક્ષસો સાથે યુદ્ધ કરવા જઈ રહ્યા છે,યુદ્ધનું પરિણામ શું આવશે ?' કુલશેખર કથા સાંભળવામાં એવા તન્મય બની ગયા હતા કે તે એ વાત ભૂલી ગયા કે અહીં રામાયણની કથા ચાલી રહી છે. તે તરત ઊભા થઈ શંખનાદ કરવા લાગ્યા તેમણે આખી સેના એકત્ર કરી લીધી અને સેનાપતિને કહેવા લાગ્યા - ચાલો, આપણે ભગવાન શ્રી રામની મદદમાં રાક્ષસો સામે યુદ્ધ કરવા જવાનુું છે ? તે જેવા સેના સાથે ત્યાંથી નીકળવા જતા હતા ત્યાં કથાકાર શાસ્ત્રીજીએ કહ્યું - ' શ્રી રામે એકલાએ જ ખર-દૂષણ સાથે આખી રાક્ષસ સેનાનો સંહાર કરી નાખ્યો.' ત્યારે રાજા કુલશેખરને શાંતિ મળી તેમણે પોતાની સેનાને પાછી મોકલી દીધી.
રાજા કુલશેખર ભક્તો અને વૈષ્ણવોને ભગવાનનું રૂપ સમજતા.કયારેક પણ તેમનો અપરાધ ન થાય તેનું ધ્યાન રાખતા, એક દિવસ રાજાના રત્નભંડારમાંથી અતિ મૂલ્યવાન હીરો ચોરાઈ ગયો. રાજાના બે-ચાર ઇર્ષાળુ મંત્રીઓએ એવો આરોપ મૂક્યો કે કોઈ ભક્ત વૈષ્ણવે એ ચોરી લીધો હશે. રાજાએ એના જવાબમાં કહ્યું - ' આવું કયારેય બને જ નહીં. કોઈ ભક્ત કે વૈષ્ણવ કદાપિ આવું આચરણ કરે જ નહીં. તેમને માટે તો સ્વર્ગની સઘળી સંપત્તિ પણ તણખલા જેવી હોય.' તેમણે સેવકો પાસે એક કરંડિયામાં પૂરેલો ઝેરી સાપ મંગાવ્યો. તેમણે મંત્રીઓને કહ્યું - હું કરંડિયામાં મારો હાથ નાંખુ છું. જો કોઈ ભક્ત કે વૈષ્ણવે હીરો ચોર્યો હશે તો સાપ મને ડંખ મારશે. જો નહીં ચોર્યો હોય તો સાપ મને કંઈ નહીં કરે.' તેમણે કરંડિયામાં હાથ નાંખ્યો તો સાપે કંઈ જ ના કર્યું. તે શાંત બેસી રહ્યો.અંતે, હીરાનો ચોર મળી આવ્યો.
રાજા કુલશેખરે સંસ્કુતમાં મુકુંદમાલા અને તમિલમાં 'પેરુમલ તિરુમોલી' નામની સાહિત્યકૃતિઓ રચી હતી.તે એમના એક પદમાં કહે છે.- નથી મને ધનની ઇચ્છા કે નથી મને શરીરના સુખની ઇચ્છા. મારે રાજસુખ જોઈતુ નથી, ઇન્દ્ર પદ કે સાર્વભૌમ પદ જોઈતું નથી, હે ભગવાન । મારી તો એ ઇચ્છા છે કે હું તમારા મંદિરની સીડીનું પગથિયું બનીને રહું જેનાથી ભક્તોના ચરણ મારા મસ્તક પર વારંવાર પડતા રહે.હે પ્રભુ । જે રસ્તા પરથી ભક્તગણ તમારા દર્શન માટે દરરોજ આવતા રહેતા હોય છે એ રસ્તા પરનું મને એક નાનુ રજકણ જ બનાવી દો.' સમ્રાટ હોવા છતાં કુલશેખર આવો 'તૃણાદપિ સુનીચેન જેવો દૈન્ય ભાવ ધરાવતા હતા અને પ્રભુની સર્વાંગસેવા કરતા હતા.