પ્રેમ અને આનંદનો અવતાર પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રીકૃષ્ણ

Updated: Aug 21st, 2024


Google NewsGoogle News
પ્રેમ અને આનંદનો અવતાર પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રીકૃષ્ણ 1 - image


- વિચાર-વીથિકા - દેવેશ મહેતા

'પ્રેમાંજનચ્છુરિત ભક્તિ વિલોચનેન સન્તઃસદૈવ હૃદયેડપિ વિલોકયન્તિ ા

યં શ્યામસુંદરમચિન્ત્ય ગુણ પ્રકાશં ગોવિંદમાદિ પુરુષં તમહં ભજામિ ાા

પ્રેમ રૃપી અંજન જે ભક્તિ રૃપી નેત્રોમાં લાગેલું છે, તે નેત્રોથી ભક્તજન હમેશાં પોતાના હૃદયમાં ભગવાનના દર્શન કરે છે. તે અચિન્ત્ય ગુણોના પ્રકાશક આદિપુરુષ ગોવિંદ શ્યામ સુંદરને હું ભજું છું.'

પુંજુભૂતં પ્રેમ ગોપાંગનાનાં મૂર્તિભૂતં ભાગધેયં યદૂનામ્ ા

એકીભૂતં ગુપ્તવિત્તં શ્રુતીનામ્ શ્યામીભૂતં બ્રહ્મ મે સન્નિધત્તામ્ ાા

યાદવોના ભાગ્યનું મૂર્તિમાન સ્વરૃપ, વેદોના સાર બ્રહ્મરૃપ ગુપ્તધનનો ભંડાર નિરાકાર બ્રહ્મ જે શ્યામ સુંદર રૃપે સાકાર થયું છે તેમનું સાન્નિધ્ય મને પ્રાપ્ત હો.

ભગવાન શ્રીકૃષ્ણ પ્રેમ અને આનંદનો અવતાર છે. જ્યાં એમનું સ્વરૃપ બિરાજે છે ત્યાં મહારસનો સાગર ઉમટે છે. જે પરમોત્કૃષ્ટ પરમ સુખ બ્રહ્માદિ દેવોને અને સનકાદિ મહામુનિઓને અનુભવ નહોતું કરાયું તે ગોકુળ-વૃંદાવનની ગોપીઓને અનુભવ કરાવ્યું. એટલે વ્રજકવિ કહે છે - 'જો સુખ બ્રહ્માદિક નહીં પાયો, સો ગોકુલ કી ગલિન બહાયો ) ભગવાન શ્રીકૃષ્ણે વેણુનાદ કરીને જગતને પ્રેમ અને આહ્લાદથી આપ્લાવિત કર્યું હતું. એકવાર ગોપીઓએ એકત્રિત થઈ ભગવાન શ્રીકૃષ્ણને કહ્યું હતું - મુરહર રન્ધન સમયે મા કુરુ રવ મધુરમ્ - હે મુરારિ! અમે રસોઈ કરતાં હોઈએ ત્યારે તમારે મુરલીનો મધુર નાદ ના કરવો.' ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું - 'કેમ ના કરું? ગોપીએ એનું કારણ આપતાં કહ્યું-' 'અમે બધા ભૂખ્યા રહીએ છીએ. અમે રસોઈ નથી કરી શકતા.' ભગવાને કહ્યું - કેમ વેણુ વાગવાથી તમારું મન રસોઈ બનાવવામાં એકાગ્ર થતું નથી ? ગોપીઓએ કહ્યું - ના એવું નથી રસોઈ બની શકતી જ નથી. અમે તો એ બનાવવા બેઠેલા જ હોઈએ છીએ પણ  એ બનતી જ નથી.

ભગવાને વળી પાછું પૂછયું - પણ એવું થવાનું કારણ શું ? ગોપીઓએ કહ્યું - નીરસમેધો રસતાં કૃશાનુરળ્યેતિ કૃશતરતામ્ ાા તમારી વેણુના મધુર નાદથી અમારા ઈંધણના સૂકા લાકડામાંથી એટલો બધો રસ નીતરવા લાગે છે કે ચૂલાનો અગ્નિ બુઝાઈ જાય છે. અગ્નિ વિના તો રસોઈ ક્યાંથી બને ?'

ભગવાન શ્રીકૃષ્ણ પ્રેમને સર્વાધિક મહત્વપૂર્ણ સમજે છે. તે સ્વયં પ્રેમ વિતરિત કરે છે અને સર્વનો પ્રેમ ગ્રહણ કરવા ઉત્સુક રહે છે. સૂરદાસજીએ એમના પદમાં ગાયું જ છે - સબસે ઊંચી પ્રેમ સગાઈ ! દુર્યોધન કો મેવા ત્યાગ્યો ા સાગ વિદુર ઘર ખાઈ ા જુઠે ફલ શબરી કે ખાયે ા બહુવિધ સ્વાદ બતાઈ ા રાજસૂય યજ્ઞા યુધિષ્ઠિર કીન્હા, તામે જૂઠ ઉઠાઈ ા પ્રેમ કે બસ અર્જુન રથ હાંક્યો, ભૂલ ગયે ઠકુરાઈ ા ઐસી પ્રીત બઢી વૃંદાવન, ગોપિન નાચ નચાઈ ા પ્રેમ કે બસ નૃપ સેવા કીન્હી, આપ બને હરિ નાઈ ા સૂર ક્રૂર ઈસ લાયક નાહીં, કહ લગ કરો બડાઈ ા સબ સે ઊંચી પ્રેમ સગાઈ ા

જગતનું સર્જન કરનારા બ્રહ્માજી સ્વંય ભગવાન શ્રીકૃષ્ણ અને વ્રજનો મહિમા દર્શાવતા ભાગવત મહાપુરાણમાં દશમ સ્કંધના ચૌદમા અધ્યાયમાં કહે છે - આ વ્રજની ગાયો અને સ્ત્રીઓ અતિ ધન્ય છે કે જેમને તૃપ્ત કરવા માટે યજ્ઞાો પણ હજુ સુધી સમર્થ થતા નથી તેવા આપે વાછરડા અને પુત્રોનું સ્વરૃપ ધારણ કરી તેમનું દૂધ રૃપી અમૃત પ્રેમપૂર્વક, હર્ષથી પીધું. 'અહો ભાગ્યમહોભાગ્યં નંદવ્રજૌક્સામ્ ા યન્મિત્રં પરમાનંદ પૂર્ણ બ્રહ્મસનાતનમ્ ાા નંદબાવાના વ્રજમાં રહેનારાનું કેવું મોટું સૌભાગ્ય છે કે જેમના મિત્ર તરીકે પરમાનંદ સ્વરૃપ પૂર્ણ સનાતન બ્રહ્મના સાકાર રૃપ સમા ભગવાન શ્રીકૃષ્ણ છે. ભક્તોને ભગવાન પ્રિય છે તેમ ભગવાનને ભક્તો પ્રિય છે. શ્રીમદ્ ભગવદ્ ગીતાના બારમા અધ્યાયમાં ભગવાન શ્રીકૃષ્ણ કહે છે - યો મદ્ ભક્તઃ સ મે પ્રિય ઃા, ભક્તિમાન્ મે પ્રિયો નરઃ ભક્તારસ્તે મે અતીવ પ્રિયાઃાા ગોપીઓના જેવી નિષ્કામ, નિર્વ્યાજ, નિઃસ્વાર્થ અનન્ય પ્રેમ ભક્તિ કરવાથી ભગવાન શ્રી કૃષ્ણની કૃપા પ્રાપ્ત થાય છે. એટલે જ કહેવાયું છે - હરિઃસાધ્યતે ભકત્યા પ્રમાણં તત્ર ગોપિકાઃ ા ભગવાન શ્રી હરિને ભક્તિથી સાધી શકાય છે તેનું પ્રમાણ ગોપિકાઓ છે.'


Google NewsGoogle News