રાધા માધવના સ્વરૂપમાં તદ્રુપ બની એમની અનન્યપ્રેમ-ભક્તિમાં તન્મય રહેનારા શ્રી સનમ સાહેબ

Updated: Jun 20th, 2024


Google NewsGoogle News
રાધા માધવના સ્વરૂપમાં તદ્રુપ બની એમની અનન્યપ્રેમ-ભક્તિમાં તન્મય રહેનારા શ્રી સનમ સાહેબ 1 - image


- વિચાર-વીથિકા-દેવેશ મહેતા

- તેમના મિત્ર ભગવાનદાસ ભાર્ગવના માધ્યમથી વ્રજના શ્રી સરસ - માધુરી શરણજી પાસેથી યુગલ મંત્રની દીક્ષા ગ્રહણ કરી. દીક્ષા પછી તેમનું નામ 'શ્યામાશરણ' પડયું હતું. પરંતુ તેમના ગુરુદેવ તેને સ્નેહવશાત્ 'સનમ' કહેતા

'મહાત્માનસ્તુ માં પાર્થ દૈવી પ્રકૃતિમાશ્રિતા :।

ભજન્ત્યનન્યમનસો જ્ઞાાત્વા ભૂતાદિમવ્યયમ્ ।।

હે અર્જુન : મહાત્મા પુરુષો તો દૈવી પ્રકૃતિનો આશ્રય

કરી મને સર્વ ભૂતોના આદિ કારણ અને અવિનાશી સ્વરૂપે

જાણીને અનન્ય મનથી ભજે છે.'

'સતતં કીર્તયન્તો માં યતન્તશ્ચ દ્રઢવ્રતા :।

નમસ્યન્તશ્ચ ાં ભક્ત્યા નિત્યમુક્તા ઉપાસતે ।।

મારી પ્રાપ્તિ માટે યત્ન કરતા તેઓ દ્રઢ વ્રત ધારણ

કરીને સતત મારૂં કીર્તન કરતાં અને મને નમસ્કાર

કરતા સદા મારી સાથે જોડાયેલા રહી મારી ઉપાસના કરે છે.'

- ભગવાન શ્રીકૃષ્ણ (શ્રીમ્દ ભગવદ્ ગીતા, અધ્યાય ૯, શ્લોક -૧૩/૧૪)

શ્રી રાધા માધવના મુસલમાન ભક્ત શ્રી સનમ સાહેબ ઇશ્વરમાં બધાને અને બધામાં ઇશ્વરને જોનારા મહાત્મા હતા. તેમનું ખાનું નામ મોહમ્મદ યાકુબ ર્ખાં સાહેબ હતું. તેમનો જન્મ ઇ.સ.૧૮૮૩ની આસપાસ અલવરમાં થયો હતો. એમના પિતા અજમેરની સરકારી હોસ્પિટલમાં મુખ્ય ચિકિત્સક હતા અને તેમની માતા એક પઠાણની પુત્રી હતી. તેમની માતાને ગોસ્વામી શ્રી તુલસીદાસજી રચિત શ્રીરામચરિત માનસ વાંચવાનો અને ગાવાનો શોખ હતો. વાલ્મીકિ રામાયણ જેવા ગ્રંથો વાંચવા અને સમજવાની પ્રબળ ઇચ્છા થવાથી તેમણે પુત્ર મોહમ્મદને સંસ્કૃત શીખવાડવાનું નક્કી કર્યું. માતા અને પુત્રે નિશ્ચિય પૂર્વક માંસાહાર વગેરેનો ત્યાગ કર્યો એટલે પંડિત ગંગાસહાય શર્માએ એમને સંસ્કૃત શીખવાડયું. ભાગવત વગેરે ગ્રંથઓનો અભ્યાસ કર્યો પછી તેમનું ચિત્ત રાધા માધવ પ્રત્યે આકૃષ્ટ થઇ ગયું. તેમણે તેમના મિત્ર ભગવાનદાસ ભાર્ગવના માધ્યમથી વ્રજના શ્રી સરસ - માધુરી શરણજી પાસેથી યુગલ મંત્રની દીક્ષા ગ્રહણ કરી. દીક્ષા પછી તેમનું નામ 'શ્યામાશરણ' પડયું હતું. પરંતુ તેમના ગુરુદેવ તેને સ્નેહવશાત્ 'સનમ' કહેતા.

ઉર્દુ, ફારસી, હિન્દી, સંસ્કૃત અને અંગ્રેજી જેવી અનેક ભાષાઓ શીખ્યા બાદ એમાં પ્રકાશિત થયેલ શ્રીકૃષ્ણ ભક્તિા સાહિત્યનો તેમણે ઊંડો અભ્યાસ કર્યો તેથી તેમની રાધા માધવ પ્રીતિ નિરંતર વધતી જ ગઇ. એના રસ સમુદ્રમાં તે એવા ડૂબ્યા કે રાધઆ માધવની લીલાનું ગાન કરવા તેમણે પોતાનું સર્વાત્મ-નિવેદન કહી દીધું. પોતાના ગુરુની આજ્ઞાા લઇને સનમ સાહેબે દેશભરમાં ભગવાન શ્રીકૃષ્ણની ભક્તિ અને પ્રાણીમાત્ર પર પ્રેમ રાખવાની જીવન પદ્ધતિ વિકસાવવા પ્રચારનું કાર્ય શરૂ કર્યું. જો કે આ કાર્યનો સાંપ્રદાયિક ભેદ પર ઊભી થયેલી કટ્ટરવાદી મર્યાદિત વિચારધારાઓને અનુસરનારા થકી વિરોધ થયા. અવરોધ આવ્યા અને કેટલીકવાર આક્રમણ પણ થયા પણ ઇશ્વરની કૃપાથી તે બધી વખત બચી જતા. તે કહેતાં 'હજુ મારી પાસેથી ભગવાન શ્રીકૃષ્ણ કામ લેવા માગે છે એટલે એ મારૂં રક્ષણ કરે છે.'

સુવિખ્યાત અંગ્રેજ કૃષ્ણભક્ત રોનાલ્ડ નિકસન એમની કૃષ્ણભક્તિના રંગે રંગાયા હતા. તેમણે પોતાનું નામ બદલીને 'કૃષ્ણપ્રેમ' રાખી દીધું તું. તે બંનેએ સાથે મળીને પણ ઘણું પ્રચાર કાર્ય કર્યું હતું. મહામના મદન મોહન માલવીયે પણ ઇ.સ.૧૯૩૯માં સનમ સાહેબને કાશી બોલાવીને એમની સાથે શ્રીકૃષ્ણ ભક્તિના વિષયમાં વિચાર-વિનિમય કર્યો હતો. સનમ સાહેબ સંત ઉડિયા બાબા પરત્વે ખૂબ શ્રધ્ધા ધરાવતા હતા. વૃંદાવનમાં ઉડિયા બાબાના આશ્રમમાં તે દરરોજ કૃષ્ણકીર્તન અને રાસલીલાનો રસાસ્વાદ લેતા હતા. સનમ સાહેબ કહેતા હતા -  રામલીલામાં તન્મય થઇ કૃષ્ણ અને રાધામય બની જવાનો અવસાર અત્યંત ભાગ્યશાળી વ્યક્તિને જ પ્રાપ્ત થાય છે. તેમણે રાસલીલાના મહિમા પર એક પુસ્તક પણ લખ્યું હતું. જીવનના છેલ્લા તબક્કામાં તે વ્રજમાં વસી ગયા હતા. સનમ સાહેબ દરરોજ યમુના સ્નાન કરતા. તે રાધા-માધવ સ્વરૂપના ધ્યાનમાં તદ્રુપ થતા અને એમની વ્રજલીલાના સંકીર્તનમાં તન્મય થઇ જતા. છેલ્લે તે પોતાને 'વ્રજરાજકિશોરદાસ' નામથી ઓળખાવતા અને એ રીતે બીજાને સંબોધન કરવાનું કહેતા. ઇ.સ.૧૯૪૫માં શરદપૂર્ણિમાના દિવસે વૃદાવનમાં રામલીલા થઇ રહી હતી. એના પદ ગવાઇ રહ્યા હતા તે વખતે આ પદ ગાતા ગાતા શ્રી સનમ સાહેબ શ્યામ-શ્યામાના શરણમાં ગોલોક ધામમાં સિધાવી ગયા હતા. 'અનુપમ માધુરી જોડી હમારે શ્યામ શ્યામાકી । રસીલી મદભરી અખિર્યાં હમારે શ્યામ શ્યામાકી ।। કતીલી ભૌંહ અદા ર્બાંકી સુધર સૂરત મધુર બતિર્યાં । લટક ગર્દનકી અનબંસિયા હમારે શ્યામ શ્યામાકી ।। નહી કુછ લાલસા ધનકી, નહીં નિર્વાન કી ઇચ્છા । સખી શ્યામા મિલે સેવા હમારે શ્યામ શ્યાનાકી ।।


Google NewsGoogle News