Get The App

કોમી એકતાનું પ્રતીક ભડિયાદ પીર દાદા ઉર્સ- શરીફ પાંચ લાખ લોકો દર્શન કરશે

Updated: Mar 29th, 2018


Google NewsGoogle News
કોમી એકતાનું પ્રતીક ભડિયાદ પીર દાદા ઉર્સ- શરીફ પાંચ લાખ લોકો દર્શન કરશે 1 - image

કોમી એકતાનાં પ્રતિક સમાન હઝરત શહિદ પીર મહેમુદશાહ બુખારી દાદાના ઉર્સ માટેનાં નિશાન( ધજા) તા. ૨૩-૦૩-૨૦૧૮ શુક્રવારના રોજ અમદાવાદના ખમાસા ચાર રસ્તાથી પગ-પાળા બપોરના ૨:૩૦ કલાકે પસ્થાન થઈ હતી અને તા. ૨૭-૦૩-૨૦૧૮ મંગળવારના રોજ બપોરે ૧૨ કલાકે ભડિયાદ પીર દરગાહમાં નિશાન ચડાવવામાં આવ્યું હતું. તા.૨૮-૦૩-૨૦૧૮ નાં રોજ બુધવારે રાત્રે સંદલ શરીફની રસમ તા.૨૯-૦૩-૨૦૧૮ ગુરુવારના રોજ ૧૧ મી ઉર્સ-શરીફ ભરાશે.

આ પગ-પાળા સંઘને (મેદની) જમાલપુર દરવાજા પાસે આવેલા શ્રી જગન્નાથ મંદિરના મહંત શ્રી દીલીપદાસજી મહારાજ હિંદુ- મુસ્લીમ આગેવાનો તરફથી સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ પગયાત્રીઓ માટે રસ્તામાં ધોળકા, કલીકુંડ, મંદિર, ગુંદી, કોઠ, ફેદરા, ગ્રાફ જેવા ગામો ખેડા, માતર, લીંબડી, સુરેન્દ્રનગર ભાવનગરથી આવતા પગપાળા યાત્રીઓ માટે દરેક કોમના આગેવાનો, વેપારીઓ, સેવાભાવી સંસ્થાઓ તરફથી ચા- પાણી નાસ્તાની સગવડ પુરી પાડી કોમી એકતાના દર્શન કરાયા હતા.

ભડિયાદ મુકામે અંદાજે પાંચેક લાખ યાત્રાળુઓ દર્શનનો લાભનો અંદાજ છે. હઝરત ખ્વાજા મોઇનુદ્દીન ચીશ્તી અજમેર ઉર્સ પછીનો આ મોટામાં મોટો ઉર્સ ભરાય છે. યાત્રીઓ માટે રાત્રે આરામ કરવાની કમીટી તરફથી જ્યાં વ્યવસ્થા કરેલી છે. ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ તરફથી અમદાવાદ થી ભડિયાદ ખેડા, માતર, ભાવનગર, જતાં આવતાં યાત્રાળુઓ માટે બસની વ્યવસ્થા કરવામાં આવે છે.

યાત્રાળુઓની સગવડ સાચવવા માટે જિલ્લા કલેક્ટરશ્રી, કાયદો અને વ્યવસ્થા જાળવાવા પુરતો પોલીસ બંદોબસ્ત જીલ્લા પંચાયત દ્વારા પાણી-પુરવઠો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ઉ.ગુ.વીજ પુરવઠો બોર્ડ તરફથી વ્યવસ્થા કરી પુરી પાડવાનું આયોજન કરેલ છે.

- ભડીયાદ, ખાદીમ પરિવાર


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar 

https://twitter.com/gujratsamachar




Google NewsGoogle News