ધન તેરસ .

Updated: Nov 2nd, 2023


Google NewsGoogle News
ધન તેરસ                                                              . 1 - image


દિ પોત્સવીનો મંગલ ઉત્સવ સમગ્ર ભારતમાં રંગેચંગે ઉજવાય છે. વાસ્તવમાં જે દિ વાળે એ જ દિવાળી. દિપોત્સવીનો તહેવાર જીવનના અંધકારને દૂર કરી જીવનમાં દિવડા પ્રગટાવવાનું પર્વ છે.

ધનતેસર એટલે ધનની પુજાનો દિવસ. જીવનમાં લક્ષ્મીજીની કૃપા વિના જીવન ચાલે નહિ. કળિયુગમાં તો આજે ધનના ઢગલા કરવા આંધળી દોટ મુકાય છે. ધનવન્તરી ઋષિનો પણ જન્મ દિવસ છે. લક્ષ્મીજી દેવીનું સ્વરૂપ છે.

ઓમ મહાલક્ષ્મી ચ વિદમર, વિષ્ણુ પત્ની ચ ધિમહી ! તન્નો લક્ષ્મી : પ્રચોદયાત ।।

હે લક્ષ્મી મા ! અમારા ધન, બુદ્ધિને પ્રેરણા બળ પુરુ પાડ.

પૂર્વે આ દિવસોમાં ગાયોની પૂજા થતી હતી. નંદબાવાને ત્યાં લાખ ગાયો હતી. હવેલીઓમાં આજે પણ ગૌ પૂજન થાય છે.

કળિયુગમાં હવે ચાંદીના સીક્કા, ચાંદીના દાગીનાની સેવા થાય છે. જો કે આસુરી લક્ષ્મી સુખ શાંતિ ન આપે. લક્ષ્મી પવિત્ર છે.

લક્ષ્મી પૂજન એટલા માટે કરવાનું કે તેનાથી આપણા ધનનો શુભ ઉપયોગ થાય. આપણી સંપત્તિ પવિત્ર બને.

જે દાન પુણ્ય કરી લક્ષ્મીનો સદ્દ ઉપયોગ કરે તેને ઘેર લક્ષ્મી દોટ મૂકીને આવે.

લક્ષ્મીજીના અનેક સ્વરૂપો છે. શ્રેષ્ઠ સ્વરૂપ વિકસિત પદ્મ પર આસિત લક્ષ્મી, જેમના બન્ને હાથમાં ખીલેલાં કમળો છે. જેમના બન્ને ચરણ કમળ ઉપર છે. બે હાથી પોતાની સૂંઢ માં ધરી ઉઠાવીને લક્ષ્મીજીનો અભિષેક કરે છે. વિષ્ણુ ધર્મોન્તરપુરાણ, મત્સ્ય પુરાણ માનસાર સમરાંગણ સૂત્રોચ્ચાર ચતુર્વેગ ચિંતામણીમાં ઉલ્લેખ છે. શ્રી સુકતામાં લક્ષ્મીજીને પહ્મ. પહ્મનાના, પદ્મલાયાલક્ષ્મી, પદ્મષ્ઠિતા, મહ્માપ્રિયા નામોથી નવાજેલ છે.

લક્ષ્મીજીની પૂજા કેવી રીતે કરવી. બાજઠ ઉપર અથવા એક પાટલા ઉપર (પાટલો ખીટી વગરનો હોય તો સારૂ)

લાલ વસ્ત્ર કોરૂ રાખી લક્ષ્મીજીની મૂર્તિ રાખવી. પોતે આસન ઉપર બેસવું. આસન વિના પૂજામાં ન બેસાય. આજુબાજુની જગ્યા પવિત્ર ધોઈને રાખવી.

ઘી અને તેલના બે દીવડા કરવા. દેવીની જમણી બાજુએ ઘીનો અને ડાબી બાજુએ તેલનો મૂકવો. પંચામૃત જમણી બાજુ (નૈવેધ) પ્રસાદ તરીકે રાખવું. લાલ ફૂલો ગુલાબના શક્ય હોય તેટલા ઉપયોગ કરવા. ચાંદીના સીક્કા શુધ્ધ જળથી ધોવા. ફુલ-કંકુ-અબીલનો ઉપયોગ કરવો. શક્ય હોય તો ગાયનું દૂધ વાપરવું. પૂજનમાં કમળનું ફુલ શ્રેષ્ઠ છે. ધન તેરસે શક્ય હોય તેટલી ઁ શ્રી નમઃમંત્રનો જાપ કરવો. બ્રહ્મ પુરાણમાં ઉલ્લેખ છે કે લક્ષ્મીજી આખી રાત્રી દરમ્યાન આખા પર્વમાં વિહાર કરવા નીકળે છે. એટલે ઘરનું આંગણું સ્વચ્છ રાખવું. આસોપાલવનું જ તોરણ બાંધવું. (પ્લાસ્ટિક તોરણ ન ચાલે)

આમ શ્રી મહાલક્ષ્મીના આઠ સ્વરૂપો છે તે અષ્ટ સિધ્ધી આપનારા છે. ગાયોમાં બત્રીસ કરોડ દેવાતાનો વાસ છે.

તેમાં લક્ષ્મીજી સાક્ષાત છે. ગાયની સેવા કરવી.

વૈદિક ઋષિએ લક્ષ્મીને ઉદ્દેશીને શ્રી સુક્ત ગાયું છે.

મહાલક્ષ્મી ય વિદ્યહે

ઓમ વિષ્ણુ પત્ની ધિમહી ।

તન્નો લક્ષ્મી, પ્રચોદયાત્ ।।

હે લક્ષ્મી મા । અમારાં મન બુદ્ધિ શુધ્ધ રાખો આ ભાવના પૂજન કરતી વખતે ખાસ કરવી.

વાસ્તવમાં લક્ષ્મીને પ્રભુની પ્રસાદી ગણી પવિત્ર કાર્યોમાં વપરાય. જે લક્ષ્મી વિકૃત માર્ગે વપરાય તે અલક્ષ્મી.

લક્ષ્મી પૂજન શુભ મુહુર્તમાં જ કરવું પૂજા પર્વ દિશા તરફ મુખ રાખી કરવી.

- બંસીલાલ જી. શાહ


Google NewsGoogle News