મૃત્યુ ને જીવન .
મા નવીની સાથે મૃત્યુ ને જીવન સુખ ને દુઃખ મંડાયેલું છે. માનવીને ડર હમેશા મૃત્યુથી લાગે ક્યારે મરણ આવે તે ખબર ન પડે. દેવુ વધી જાય નાની મોટી માંદગી આવે કોઈ દુર્ઘટનાથી મૃત્યુ આવે. ચારે બાજુ મોંઘવારીથી માનવી અપઘાત ન કરે તો શું કરે. આપઘાત એ કાયરતા છે તે તો મૃત્યુ પામે પણ પોતાના કુટુંબીજનોને લાગણી અનુભવતો કરી જાય. મુસીબતોથી ઘેરાયેલા માનવી પ્રભુ શરણમાં જાય તો પ્રભુ મદદ કરે ને આશાવાદી બનાવે. તળાવ નદી સુકાઈ જાય. વરસાદ આવવાથી ભરાય જાય. ગરીબ માનવી મહેનત કરવાથી તેમનું જીવન જીવવા જેવું તો મેળવી જ હોય તે જીવે. એક જગ્યા ખાલી થાય તો ભરાય જાય. માનવી મરણ પામે તો કેટલાય જન્મ લે. આ ક્રમ ચાલ્યા જ કરે. પ્રભુના નિયમ પ્રમાણે ચાલ્યા જ કરે. સુખ દુઃખ કષ્ટ જન્મ મરણ જીવનમાં ભરેલા હોય છે. જીવનને મૃત્યુ બંને સાથે
બંધાયેલા છે.
- રવિન્દ્ર પી. પાનવાલા