આ યુગનું સંકટ .
ઋ ષિમંડળ બેઠું હતું. વર્તમાન યુગની સમસ્યાઓ પર ચર્ચા ચાલી રહી હતી. ચર્ચા-વિચારના ક્રમમાં પ્રશ્ન ઉદભવ્યો - 'મનુષ્યની સમક્ષ આ યુગમાં સૌથી મોટું સંકટ કયું છે ? જિજ્ઞાસાનું સમાધાન ત્યાં ઉપસ્થિત ચર્ચા ચાલી હતી.' દરેકે કહ્યું ''આ યુગનું સૌથી વિષમ સંકટ પ્રત્યક્ષવાદ અને પરિણામોની ત્વરિત આકાંક્ષા જ છે. કાર્ય કરતાં પહેલાં જ મનુષ્ય લાભનું વિચારે છે અને તે મેળવવા માટે ગમે તે હદ સુધી ઊતરવા તત્પર છે. આદર્શો અને મૂલ્યોનું સ્થાન ચાલબાજી અને કુચકએ લઈ લીધું છે અને વધુમાં વધુ મનુષ્ય આ અનૈતિકતાને જ જીવનનું લક્ષ્ય અને ઉદેશ્ય માને છે. પ્રત્યક્ષવાદે શરીર, વિલાસ, વૈભવને પ્રાથમિકતા આપી છે. જે દેખાય તેને જ સાચું માનવામાં આવે તો આત્મા અને પરમાત્માના અસ્તિત્વ પર કોઈ શું કામ વિશ્વાસ કરે ? સત્ય, ધર્મ અને ન્યાયના પથ પર ચાલવાનું સાહસ કોણ બતાવે?"
શ્રી રામ શર્મા આચાર્યએ કહ્યું - મનુષ્ય આ જન્મમાં જેવું કર્મ કરે છે તેના પ્રમાણે આત્માના નવા જન્મની વ્યવસ્થા પણ થઈ જાય છે.
પૂર્વજન્મોના કર્માનુસાર જ એ નિશ્ચિત કરેલું છે કે અમુક આત્માને ક્યા દેશમાં ક્યા કુટુંબમાં ક્યા સ્તરનું કેટલું જીવન જીવવાનું છે. એક જ સમયે જન્મ લેનારા બે બાળકોમાં એક કોઈ સુખી અને સંપન્ન પરિવાર જન્મ લે છે અને બીજો ગંદી ઝૂંપડીમાં. એક જન્મથી બુધ્ધિશાળી હોય છે અને બીજો મંદબુધ્ધિ. એક સ્વસ્થ હોય છે અને બીજો હંમેશા રોગી. એક દીર્ધાયું હોય છે અને બીજો અલ્પાયું.
- જયેન્દ્ર ગોકાણી