આવ રે કાગડા 'ખીર' ખાવા આવ! શ્રાધ્ધમાં ફુલણસી કાગડાનું સન્માન!
શ્રા ધ્ધ સાથે ગુજરાતના નરસિંહ મહેતાનો પ્રસંગ ૫૫૬ વર્ષનો ઈતિહાસ જાણીતો છે. કાગડાનો કર્કસ અવાજ આખું વર્ષ લોકોને ગમતો નથી. શ્રાદ્ધમાં બધા 'આવ રે કાગડા ખીર ખાવા આવ' કહી બધા બોલાવે છે. બધા સન્માન કરે છે. શાસ્ત્રમાં ત્રણ પ્રકારના શ્રાદ્ધ છે નિત્ય, નૈમિત્યક અને કામ્ય.
સૌથી પહેલું શ્રાદ્ધ દત્તાત્રય મુનિના પુત્ર નિમિએ કર્યું એવું શાસ્ત્રમાં ઉલ્લેખ છે.
ભારતમાં બિહારમાં બોધિગયામાં વહેતી ફાલ્ગુની નદીના તટે શ્રાદ્ધ કરવાથી અધિક પુણ્ય મળે છે. પુષ્કર તીર્થને પણ ઉત્તમ ગણાયું છે.
વાલ્મીકી રામાયણમાં એવો પ્રસંગ છે કે ધર્મરાજાએ કાગડાને વરદાન આપ્યું હતું કે તને માંદગી નહીં આવે. પૃથ્વી લોકના માણસો તારુ કળિયુગમાં સન્માન કરશે. આખું વરસ ઉપેક્ષિત કાગડો ભાદરવા પક્ષમાં આવકાર પામે છે.
લોકો કબુતર, પોપટ, ચકલી જેવા પક્ષીઓ પાળે છે. કાગડાને કોઈ પાળતું નથી. કાગડો આમ તો ચતુર પક્ષી છે.
વાસ્તવમાં ભારતમાં જ કાગડાને મહત્વ અપાયું છે. બીજા દેશમાં કાગડાને મહત્વ નથી અપાયું.
માન્યતા મુજબ કાગડાને એક જ આંખ છે. કથા મુજબ ઈન્દ્રના પુત્ર જ્યંતને ભગવાન રામની પરીક્ષા કરવાનું મન થયું. કાગડાનું સ્વરૂપ ધારણ કરી વનમાં ગયો. સીતાજીના ખોળામાં માથુ મુકીને સુઈ ગયો. સીતા સામે આવું પ્રપંચ રામ ઓળખી ગયા. રામે બ્રમાસ્ત્ર ઉગામ્યું. જ્યંત ભયભીત બન્યો. રામે કહ્યું તારે એક અંગનો ભોગ આપવો પડશે. કાગડાએ એક આંખ આપી દીધી.
"કાગડા" માટે એક કહેવાત છે કે બારી ઉપર કાગડો આવી બેસે તો "મહેમાન" આવે.
ભડલીનું વાકય છે :
"રાતે બોલે કાગડા
દીના બોલે શિયાળ
તો ભડલી કહે
નિશ્ચિત પડશે દુકાળ."
કાગડાનું સમુહ જીવન જીવનમાં ઉતારવા જેવું છે. તે સમુહમાં જીવે છે. કોઈનું મરણ થાય તો સેંકડો કાગડા બધા ભેગા થઈ ભારે કાગારોડ મચાવે છે. કાગડો માળા બાંધે તેના ઉપરથી વરસાદનો વરતાળો આવે છે. વરાહ મિહાર પગસર ભાગ્યે તેમજ નારદ જેવા ઋષિમુનીઓએ આવા અંદાજના પુરાવા આપ્યા છે.
કાગડાઓની યાદશક્તિ બહુ હોય છે. તેઓ ચહેરો ભુલતા નથી. 'શ્રાદ્ધ'ની વિધિ હિંદુ ધર્મમાં પ્રચલિત છે. ખ્રિસ્તી, મુસલમાનો શ્રાદ્ધ કર્મમાં માનતા નથી. દાનેશ્વરી કર્ણની કથા 'શ્રાદ્ધ'ની સાથે જોડાયેલી છે. પિતૃઓનંવ શ્રાદ્ધ ભાદરવા મહિનામાં થાય છે.