ચૈત્ર નવરાત્રિ ચેટીચાંદ ગૂડી પડવો
માતાજીને વ્રત ઉપવાસ કરી રીઝવવાનું પર્વ ચૈત્ર નવરાત્રિ
ગૂડી પડવો મહારાષ્ટ્રમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે ગૂડી પડવો એટલે ભોગ પર યોગનો વિજય. આ દિવસે ભગવાન શ્રી રામ લલ્લાના અત્યાર ચારમાંથી દક્ષિણની પ્રજાને મુક્ત કરાવી હતી સામાન્ય રીતે તાંબાના કળશને ગૂડા કહેવામાં આવે છે એક લાકડી ના છેડે તાંબાના કળશને એક રંગીન કપડા સાથે બાંધીને બારી બારણા પાસે ઉપર ઊંધો રાખવામાં આવે છે મહારાષ્ટ્રમાં આ તહેવાર 'વિયુ' તરીકે ઉજવવામાં આવે છે.
સિંધી બંધુઓ આ દિવસને 'ચાંટી ચાંદ' તરીકે ઉજવે છે. તેઓ દરિયા લાલજી કે ઝૂલેલાલજીનું પૂજન કરે છે.
ચૈત્ર મહિનામાં લીમડાનો રસ અને સાકર પ્રસાદી સ્વરૂપે આપવામાં આવે છે. લીમડો આરોગ્ય માટે સારો છે સ્વાસ્થ્ય દાયક છે.
ચૈત્ર માસ પવિત્ર છે રામ નવમી હનુમાન જ્યંતિ ચેટી ચાંદ જેવા ઉત્સવો તેમાં આવે છે.
ચૌદ વર્ષના વનવાસ અયોધ્યા પછી ભગવાન શ્રી રામ પરત આવ્યા શ્રી રામ ના સન્માન માટે 'ગુડી પડવો' ઉજવાય છે મહારાષ્ટ્ર સંસ્કૃતિમાં આને નવા વર્ષ તરીકે ઉજવવામાં આવે છે.
ચૈત્ર નવરાત્રિમાં પુષ્ટિ માર્ગના વૈષ્ણવો ''યમુનાષ્ટક''ના પાઠ કરે છે. ધણા યમુનાજીનાં અનુષ્ટાન કરે છે. ધણા લોકો ચૈત્ર મહિનામા નકોરડા ઉપવાસ કરે છે. આ અધ્યાત્મિક પર્વ છે.
હિંદુ સમાજમાં સ્ત્રીઓ 'ઓખાહરણ'ની કથા વાચે છે. આ દિવસે ધણા મીઠુ ખાતા નથી જમવામાં (અનાજ) મીઠુ નહી ખાવું.
ચૈત્રી નવરાત્રિમાં ખાસ ચંડીપાઢ કરવા, આ દૈવી શક્તિની પૂજાનું પર્વ છે. શાલીવાહન શરૂ ચૈત્ર પડવાથી શરૂ થાય છે. ચૈત્ર સુદી આઠમ ભવાની અષ્ટમી દુર્ગાષ્ટમી કે અશોકાષ્ટમી તરીકે ઉજવાય છે. ગુજરાતમાં અંબાજી બહુચરાજી, ચોટીલા, તુલજા ભવાનીમાં લાખો લોકો દર્શને જાય છે.
ચૈત્રી નવરાત્રિ માતાજીની આરાધના માટે શ્રેષ્ઠ છે.
- બંસીલાલ જી. શાહ