શું ઈશ્વર મનુષ્ય બને શકે? .
- "નાતાલનો શુભ સંદેશો" / "Good News of Christmas"
- Can God become a man?
- ઈશ્વરે માનવ જીવનના તારણ માટે પોતાના એકના એક દિકરા ઈસુને આ દુનિયામાં મોકલ્યા કે તેઓ માનવદેહ ધારણ કરે અને મૃત્યુ પામે. અને તેમનું પવિત્ર નિષ્કલંક લોહી વહેવડાવે અને માનવ જાતનો પાપમાંથી છુટકારો મુક્તિ-ઉદ્ધાર થાય.
એક શિયાળાની એક રાત્રીએ ભયંકર બરફ વર્ષ થઈ રહી હતી. પક્ષીઓનું એક ટોળું આવીને મકાનની બારીએ અથડાતું હતું. ને બરફ વર્ષથી બચવા ઘરમાં પ્રવેશવા પ્રયત્ન કરી રહ્યું હતું. પણ બારણું બંધ હોવાથી તે શક્ય નહોતું.
મકાન માલિક જાગ્યા આ શાનો અવાજ છે ? બારણે કોણ ટકરાઈ રહ્યું છે. તે જોવા તેમણે બારણું ખોલ્યું તેમણે જોયું ભારે બરફ વર્ષાને કારણે પક્ષીઓનું ટોળું બરફવર્ષાથી બચવા ઘરમાં પ્રવેશવા પ્રયત્ન કરતું હતું. પરંતુ બારણું બંધ હોવાથી તે શક્ય નહોતું. આ મકાન માલિક દયાળુ હતાં. તેમણે કોઠારનું બારણું ખોલી નાખ્યું, અને પક્ષીઓને ઈશારાથી કહેવા લાગ્યા અંદર આવો. અંદર તમારા માટે સલામતી છે અને ભરપૂર પ્રમાણમાં ખોરાક છે. આ મકાન માલિકે પક્ષીઓને અંદર આવવા ઘણા પ્રયત્નો કર્યા, ઈશારા કર્યા, પરંતુ પક્ષીઓ અંદર આવવા તૈયાર નહોતા. કારણ કે તેઓ મકાન માલિકથી ડરતા હતા. મકાન માલિકની તેઓને બીક લાગતી હતી.
મકાન માલિક વિચારવા લાગ્યા. આ પક્ષીઓને હું કેવી રીતે મદદરૂપ થાઉં ? હું તેઓને કેવી રીતે સમજાવી શકું કે હું તમારી ઉપર પ્રેમ કરું છું. તેઓને મદદરૂપ થવા માંગુ છું. મારાથી ડરો નહિ તેમને એકાએક વિચાર આવ્યો. હું જ એક જ રીતે તેમને મદદરૂપ થાઉં જો હું માણસ મટી પક્ષી બની જાઉં. તેમની ભાષામાં વાત કરું તો જ તે શક્ય બને. અને એ જ સમયે ચર્ચમાં નાતાલ- ખ્રિસ્ત જ્યંતિનો ૧૨ ના ટકોરે ઘંટ વાગ્યો. અને ચર્ચમાં ગીત ગવાતું હતું.
સ્વર્ગનું સુખ જે મુકી ઈસુ માનવ દુ:ખ નિહાળી,
નભથી ભૂ લગ નીચો થઈને છેક થયો તું ખાલી જય જય
ખ્રિસ્ત દયામય સ્વામી
પવિત્ર બાઈબલ ઈશ્વરપુત્ર ઈસુ કહે છે
હે પિતા તારી ઈચ્છા પુરી કરવા મેં માનવદેવ ધારણ કર્યો."
પવિત્ર બાઈબલ કહે છે લોહી વહેવડાવ્યા વિના પાપની માફી મળતી નથી અને ઘેટાં બકરાંનું લોહી પાપની માફી આપવા સમર્થ નહોતું.
જેથી મહાન ઈશ્વરે માનવ જીવનના ઉદ્ધાર-તારણ માટે એક મહાન યોજના બનાવી. પોતાના એકના એક દિકરા ઈસુને આ દુનિયામાં મોકલ્યા કે તેઓ માનવદેહ ધારણ કરે અને મૃત્યુ પામે. અને તેમનું પવિત્ર નિષ્કલંક લોહી વહેવડાવે અને માનવ જાતનો પાપમાંથી છુટકારો મુક્તિ-ઉદ્ધાર થાય.
ઈશ્વર પુત્ર ઈસુ માનવદેહ ધારણ કરી આ દુનિયા ઉપર આવ્યા અને કાલવરીનું ક્રૂર અને શરમજનક મૃત્યુ સહન કર્યું તેમણે વહેવડાવેલા પવિત્ર નિષ્કલંક લોહી બલિદાન દ્વારા પાપી માનવ જાતનો ઉદ્ધાર - છુટકારો થયો જે શક્ય બન્યો છે. પવિત્ર બાઈબલ જણાવે છે કે ઈશ્વર ન્યાયી છે. પવિત્ર છે તેઓ પાપને ધિક્કારે છે પરંતુ પાપી ઉપર પ્રેમ કરે છે. જેથી પોતાનું ઈશ્વરત્વ છોડી માનવ દેહ ધારણ કરીને આ દુનિયા ઉપર આવ્યા.
પવિત્ર શાસ્ત્ર જણાવે છે કે "તેઓ (ઈસુ) ઈશ્વર હતા છતાં ઈશ્વર સમાન હોવાનું પકડી રાખ્યું નહિ. પરંતુ માણસનું રૂપ ધારણ કર્યું. તેમણે આપણી જેમ સંપૂર્ણ માનવદેહ ધારણ કર્યો. તેઓ સંપૂર્ણ ઈશ્વર સાથે મનુષ્ય બન્યા. પવિત્ર શાસ્ત્ર બાઈબલ જણાવે છે કે તેઓએ માનવ નામ ધારણ કર્યું.
"ઈસુ નામનો અર્થ આપી માણસ જાતનો તારનાર મુક્તિદાતા એવો થાય છે." પવિત્ર બાઈબલ જણાવે છે કે ૪૦ દિવસના ઉપવાસ બાદ ઈસુને ભૂખ લાગી. પવિત્ર બાઈબલ જણાવે છે કે યાકૂબના કૂવા પાસે તેમને તરસ લાગી. તેઓ થાકેલા હતા અને તેમને ભૂખ પણ લાગી. "આ બાબત પુરવાર કરે છે કે ઈસુ માનવી બન્યા."
પવિત્ર શાસ્ત્ર જણાવે છે કે સમુદ્રમાં તોફાન થયું ત્યારે ઈસુ ઊંઘતા હતા. પવિત્ર શાસ્ત્ર જણાવે છે કે તેઓએ કબર આગળ રૂદન કર્યું. તેમણે શિષ્યો સાથે ભોજન કર્યું. આ સર્વ બાબતો બતાવે છે કે તેઓ સંપૂર્ણ ઈશ્વર સાથે સંપૂર્ણ મનુષ્ય હતા.
આપણા પાપો માટે મૃત્યુ પામ્યા. પરંતુ ત્રીજા દિવસે તેઓ સજીવન થયા. તેઓ માનવદેહમાં આવેલ સંપૂર્ણ ઈશ્વર હોવાથી તેઓ મૃત્યુને આધિન રહી ના શક્યા. ગુડ ફ્રાઈડેના દિવસે મૃત્યુ પામ્યા પરંતુ ઈસ્ટર સન્ડે વહેલી સવારે સજીવન થયા. તેમણે મૃત્યુના બંધનને તોડયા. તેઓ જીવન - મૃત્યુના સ્વામી પ્રભુ બન્યા. તેમણે મૃત્યુને મહાત કર્યું.
મૃત્યુમાંથી સજીવન થયા બાદ ૪૦ દિવસ પૃથ્વી ઉપર રહ્યા. તેમના શિષ્યો અને લોકોને દર્શન દેતા રહ્યા. તેઓમાં વિશ્વાસમાં દૃઢ કરતા રહ્યા અને ૪૦ દિવસ બાદ જ્યાંથી આવ્યા હતા ત્યાં ઈશ્વરપિતા પાસે પાછા ગયા અને ઈશ્વરપિતાના જમણા હાથે બિરાજમાન છે. અને જગતના અંતે મહાન ન્યાયાધીશ - અદલ ઈન્સાફી તરીકે પાછા આવવાનાર છે.
આ પૃથ્વી ઉપરના જીવન દરમ્યાન જેઓએ તેઓના ઉપર વિશ્વાસ કરે છે. પાપની માફી પામ્યા છે તેઓને તેમની સાથે સ્વર્ગમાં લઈ જશે. તેઓ સદકાળ તેમના રાજ્યમાં તેમની સાથે રહેશે રાજ કરશે. પરંતુ પૃથ્વી ઉપરના જીવન દરમ્યાન તેમના ઉપર વિશ્વાસ કર્યો નથી પાપની માફી પામ્યા નથી તેઓ સદાકાળના નાશમાં જશે. વાચક મિત્રો, આપના સંબંધી કેવું છે ? વાચક મિત્રો આ નાતાલનો શુભસંદેશ છે આપ સૌને શુભેચ્છા...
- પાસ્ટર સદગુણ ક્રિસ્ટી