Get The App

સંત શ્રી પુનિત મહારાજની જન્મ જયંતિ

Updated: May 23rd, 2024


Google NewsGoogle News
સંત શ્રી પુનિત મહારાજની જન્મ જયંતિ 1 - image


- જુઓ અંતરની અંદર રામજીનું રાજ છે હૃદય તણી અયોધ્યાનગરી સરયૂ શ્વાસોશ્વાસ છે

(વૈશાખ વદ બીજ)

જૂ નાગઢની પાવનધરામાં વૈશાખવદી બીજે ગરવી ગુજરાતની મહાન વિભૂતિ એવા પુણ્યશ્લોક શ્રી પુનિત મહારાજનો પ્રાદુર્ભાવ આજથી ૧૧૬ વર્ષ પૂર્વ થયો. મૂળ વતન ધંધુકામાં અત્યંત દરિદ્રતા વેઠીને ભણીગણીને અમદાવાદમાં આગમન થયું. અનેક મુશ્કેલીઓ પછી એક સારી નોકરી મળી. ગણેશ પુરુષોત્તમ માવલંકરના પ્રેસમાં દેશની આઝાદીના જંગ માટે દમદાર લેખો લખ્યા. રામ નામના જાપથી ટી.બી. મટયો અને સંત કોટીનો પુણ્યાત્મા જાગૃત થયો. રાજા રણછોડના ખોળે માથુ મૂકી દીધું. જીવન સેવા અને ભક્તિમાં ઝૂકાવી દીધું.

પ્રેમ દરવાજા સરયૂમંદિરમાં હરિરસની હેલી વરસાવી સુંદર ભજન - આખ્યાન રચ્યા. પ્રભાતફેરી, અન્નદાન, ધાબળાદાન, રામનામબેંક, જનકલ્યાણ માસિક તથા મા ગાયત્રીના બોતેર લાખ જપના પુરશ્ચરણ કર્યા. અમદાવાદથી આફ્રિકા સુધી સેવા - સ્મરણની નિઃસ્વાર્થ સેવાની સુવાસ ફેલાવી. વેદ મંદિર અને દેશી લોહાણા વાડીનું ઉદ્ઘાટન તેઓના કરમકમળથી થયું. દાનમાં મળેલી ભૂમિમાં શ્રીપુનિત આશ્રમ સ્થાપ્યો. નેત્રયજ્ઞા, દંતયજ્ઞા, બટુકોને જનોઇ દીધઈ મણિનગરમા બ્રાહ્મણોની શહેર ચોર્યાસી કરી. નર્મદા તટે મોટી કોરલમાં ત્રણ વર્ષની તપશ્ચર્યા કરી શ્રી પુનિત રામાયણ લખ્યું. એવા પરોપકારી મહાપુરુષના શ્રી ચરણોમાં કોટી કોટી વંદન. કોઇ પુનિત જેવા સંત મળે તો બતાવજો.

- મુકેશભાઇ ભટ્ટ

Dharmlok

Google NewsGoogle News