શિવની પૂજામાં બીલીપત્રનો મહિમા .
- બીલીનો ગર્ભ ઝાડાનું અકસીર ઔષધ છે. ઝાડામાં લોહી પડતું હોય તો તેનો ગર્ભ અકસીર દવા છે. હરસ મસામાં તે ઉત્તમ પરિણામ આપે છે.
શ્રા વણ મહિનો એટલે ભોળાનાથને ભજવાનો મહિનો. ભોળાનાથ શિવની પૂજામાં દરેક ભક્તો બીલીપત્રનો ઉપયોગ કરે છે. બીલીપત્ર ભોળાનાથ ઉપરાંત લક્ષ્મીજીને પણ પ્રિય છે.
કાલીકા પુરાણમાં જણાવ્યા અનુસાર લક્ષ્મીજીએ લોક કલ્યાણ માટે બિલ્વનમાં માંદ્રષણ નામનું ઉગ્ર તપ કર્યું હતું.
બીલીપત્રનો ઉલ્લેખ મહાભારતમાં વટસ્ય વૃક્ષ તરીકે કરવામાં
આવ્યો છે. બીલીના વૃક્ષ નીચે શ્રીસુક્તિના પાઠ કરવાથી ધન પ્રાપ્તિ થાય છે. શિવજીને ચઢાવવાથી મન ઈચ્છિત ફળ આપે છે. વામન પુરાણમાં ઉલ્લેખ છે કે બીલીવૃક્ષનું નિર્માણ લક્ષ્મીજી દ્વારા થયું હતું. બીલીના ત્રિદલ પાન એ ત્રણ વેદ સુચવે છે. તેનું વનસ્પ્રતી નામ 'ઈગલમાવલમ્ર' છે.
આયુર્વેદમાં પણ તેના અનેક ગુણધર્મો છે. તે પાચનકર્તા છે. બીલીના ઝાડ ૧૫ થી ૨૫ ફુટ ઉંચા ઝાડ ભારતમાં સર્વત્ર થાય છે. પર્વતમાળામાં તેનો ખાસ ઉલ્લેખ છે. બીલીના ફળના ગર્ભમાં 'માર્મોલોસિન' નામનું કાર્યકારી તત્ત્વ છે.
બીલીનો ગર્ભ ઝાડાનું અકસીર ઔષધ છે. ઝાડામાં લોહી પડતું હોય તો તેનો ગર્ભ અકસીર દવા છે. હરસ મસામાં તે ઉત્તમ પરિણામ આપે છે.
ડાયાબીટીસ- મઘુ પ્રમેહમાં પણ ફાયદો કરે છે. શિવજી ઉપર બીલીપત્ર ચડાવીને પૂજા કરવાની પ્રથા પ્રાચીન કાળથી ચાલે છે. શિવરાત્રીમાં બીલીપત્રનું મહત્વ વધી જાય છે શિકારીની કથા પ્રચલીત છે. બીલીપત્રનો રસ પીવાથી પેટના કૃમિ મરી જાય છે. દુધમાં નાખી પીવાથી ધાતુની નબળાઈ દૂર થાય છે.ળ
શારદા તિલક અનુસાર તુલસી પત્ર બીલીપત્ર આગસત્ય પુષ્પ કોઈ દિવસ સુધી વાસી થતા નથી.
આધ્યાત્મમાં શિવજીનું ત્રિશુલ ત્રી-દલને સબંધિત મનાય છે. યથા સત્ત-જ તેમના પ્રતીક મનાય છે.
આ બીલીપત્રનો સબંધ સૂર્યદેવ સાથે મનાય છે. બીલીપત્ર ભોળાનાથને ચઢાવવાથી ઈચ્છિત સિદ્ધી જલદીથી પ્રાપ્ત થાય છે.
અવિચારી શિકારીએ ભૂલથી બીલીપત્ર શીવજી ઉપર ચઢાવ્યું તો કલ્યાણ થયું. તો આપણું કલ્યાણ કેમ ન થાય ?
- બંસીલાલ જી. શાહ