Get The App

અમદાવાદ શહેરની સદાય રક્ષા કરતી નગર દેવી ભદ્રકાળી માતા

Updated: Sep 21st, 2022


Google NewsGoogle News
અમદાવાદ શહેરની સદાય રક્ષા કરતી નગર દેવી ભદ્રકાળી માતા 1 - image


તું કાળીને કલ્યાણી મા 

જ્યાં જોઉ ત્યાં જોગ માયા

ભદ્રકાળી 'મા' આદ્યશક્તિનું પ્રતિક છે. અમદાવાદના ભદ્ર (લાલદરવાજા) ચોકમાં મા ભદ્રકાળી બિરાજે છે. અમદાવાદમાં ભદ્રકાળી મા નગરદેવી ગણાય છે. ઇ.સ.૧૪૧૧માં જ્યારે અહમદશાહે કર્ણાવતી નગરીની સ્થાપના કરી ત્યારે ભદ્રનો કિલ્લો બનાવ્યો હતો. ત્યાં ભદ્રકાળીનું મંદિર હતું તે પાટણના રાજા અને ગુજરાતના રાજાના સ્થાપના કરનારા કર્ણદેવે આશાવંતના ભીલ રાજાને હરાવી કર્ણાવતી નગરીની સ્થાપના કરી હતી. ઇ.સ.૧૪૧૧ અહમદશાહના પછીના બાદશાહો પણ ભદ્રકાળીમાં આસ્થા રાખતા હતા. મુગલ સુબા આઝમખાન તરફથી ભદ્રકાળીને (ચુંદડી) અર્પણ થતી હતી. ગુજરાત ભરના લોકો ભદ્રની આજુબાજુ પાથરણા બજારમાં ખરીદી કરવા આવે તો અચૂક ભદ્રકાળીનાં દર્શન કરે છે. નવરાત્રિમાં તો માનવ મહેરામણ ઉભરાય છે. મહાકાલી મહાદેવી મહાસિધ્ધી મમ્ સિધ્ધમવાપ્નોતુ પૂજા કર્તુશ્વરાચરમ્ ।।

ઇ.સ.૧૪૧૧મા મરાઠાયુગમા આ ભદ્રકાળી સ્વયં પ્રકટ થયાં છે. પાંડવોની કુળદેવી ગણાય છે.

ઘણા પગપાળા ખુલ્લા પગે મા ના દર્શન કરવા આવે છે.

'મા'ને રોજ નવી ચુંદડી ઓઢાડવામાં આવે છે. પ્રત્યેક માતાને ચુંદડી ગમે છે. અંબાજી બહુચરાજી કાલીકા માતને ભક્તો ચુંદડી ઓઢાડે છે. મથુરાના વિશ્રામઘાટ ઉપર મા યમુનાનો ચુંદડી મનોરથ થાય છે. 'મા'એ ભક્તોને અનેક પરચા આપ્યા છે.

ભદ્રકાળી મા આદ્યશક્તિનું પ્રતિક છે. ચૈત્ર મહિના માં મા ના અનુષ્ઠાન ભક્તો કરે છે. તંત્ર ચુડામણિ ગ્રંથમાં શક્તિ પીઠોનું વર્ણન છે. તેમાં ભદ્રકાળીનું વર્ણન છે. ચોરસ બાંધકામને ભદ્ર કહેવામાં આવે છે. કાલી સાથે ભદ્ર શબ્દ લાગતા ભદ્રકાલી કહેવાયાં. તેના આશીર્વાદથી અમદાવાદની જાહોજલાલી વધતી રહી છે.

- બંસીલાલ જી.શાહ


Google NewsGoogle News