Get The App

પુર્ણત્વની આંતરયાત્રા શરૂ કરો જાગૃત બનો

Updated: Dec 18th, 2024


Google NewsGoogle News
પુર્ણત્વની આંતરયાત્રા શરૂ કરો જાગૃત બનો 1 - image


જો આપણે ધર્મ દ્વારા માણસોના ટોળા જ ભેગા કરવાને ધર્મનું અનુસરણ માનશું તો આપણે માનવ જ્ઞાન, આત્મિક સત્ય, જાગૃતતા અને આંતર સંવેદના આ ચારે માનવીય તત્વો ગુમાવી જ દઈશું. આ તત્વો જ આપણને સત્ય સ્વરૂપ, જાગૃત, પ્રામાણિક, નીતિવાન, સંવેદનશીલ બનાવે છે અને પરમ શાંતિ સુખ અને આનંદ આપે છે. તેનાથી વંચિત રહેશું જેથી જીવનમાં દુ:ખ, ચિંતા, તનાવ પૂર્ણ જ જીવશું આ જીવન નથી.

આત્મિક સત્ય જાગૃત ધર્મની અક્કલમંદ હકીકત એ છે કે ભૌતિક વિકાસ અને આંતર આધ્યાત્મિક માનવીય મૂલ્યો વચ્ચે આત્મિક સત્યના આધારે સમતુલા જાળવીએ. આપણા માનવ સમાજને વધુને વધુ આત્મિક સત્યમાં સ્થિર કરી જાગૃતતાપૂર્વક જીવતો કરી સંવેદનશીલ સત્ય સ્વરૂપ વ્યવહાર અને આચરણ કરતો કરીને માનવીય મૂલ્યો વચ્ચે સમતા સમતુલા જાળવીએ અને જીવીએ. આમ માનવ સમાજને જો સત્ય ધર્મ દ્વારા જાગૃતતા સંવેદનશીલ સત્ય સ્વરૂપ ન્યાયી અને નમ્ર બનાવશું નહિ, અને આપણો બાહ્યધર્મ અને આપણી જ અજાગૃતતા જ આપણાં જ સર્વનાશને અવશ્ય આંબી જ જશે. જેનું પાપ આજના બાહ્ય ધર્મના ધર્માત્માઓ અને કથાકારોના માથે જ આવશે.

માનવ જીવનમાં કુદરતી આફતો આપણે સ્વસ્થતાપૂર્વક સ્વીકારી લેવી પડે છે, પણ બાહ્ય ધર્મ દ્વારા માનવસર્જિત આફતો દુ:ખ, ચિંતા, ઉદ્વેગ, તનાવ આ બધું જ આપણે આપણાં પોતાના આત્મિક સત્યમાં સ્થિત થઈને, પરમ ચેતનાની જાગૃતતા પ્રાપ્ત કરીને વિશાળતા ધારણ કરીને મિટાવી શકીએ છીએ, અટકાવી શકીએ છીએ.

આપણે મૂળભૂત રીતે સત્ય સ્વરૂપ છીએ. આત્મ સ્વરૂપ છીએ. આનંદ સ્વરૂપ છીએ. પરમાત્મ સ્વરૂપ છીએ અને વિશાળ છીએ. તેને જ પ્રાપ્ત કરીને જીવવું એટલે જ આત્મિક સત્યમાં સ્થિત થઈને પરમ ચેતનાની જાગૃતતા પૂર્વક પોતાના સત્યના આધારે જીવન જીવવું છે. આમ માનવ સર્જિત તમામ આફતોથી મુક્ત થઈ જ શકીએ છીએ. આજ આપણે કરવાનું છે અને ટોળાં વાદથી મુક્ત થવાનું છે અને જાગૃતતાપૂર્વક પ્રજ્ઞાની પ્રાપ્તિ કરી જીવવાનું છે. આજના ધર્મો અંદરોઅંદર ઝગડે છે. મારો જ ધર્મ ઉત્તમ એવા ગાણા ગાયા જ કરે છે અને ધાર્મિક વિચારધારાની વચ્ચે સતત લડાઈ ચાલ્યા કરે છે.

આ જગતમાં આપણે એ સાવ જ ક્ષુલ્લક હસ્તી છીએ એટલે અહંકાર રાખવાનો કોઈ અધિકાર નથી અને નમ્રતાને અંતરથી જાણીએ સમજીએ તો આપણી પાસે જે છે તે બીજાને પ્રેમથી શેર કરતાં થઈશું. આજ આપણી સત્યતા અને જાગૃતતા આપણામાં સત્ય સ્વરૂપ સંવેદના ઊભી થશે અને આપણે જ બીજા પ્રત્યે પ્રેમ અને આદર રાખતા શીખશું. પછી આપણને અંગત સુખની શાંતિની એ જ આપણી એક માત્ર ઈચ્છા નહિ રહે છતાં એ સુખ અને શાંતિ આપણને સહજ સરળ અને સત્ય રીતે મળશે જ.

આમ સત્ય ધર્મનો અંગીકાર કરો ત્યાં જ કલ્યાણ ઊભું છે. એ જ સત્ય જીવન પુરવાર થાય છે ત્યાં જ પરમાત્મા અમરપદ હાથમાં લઈને ઊભા જ છે જે હાથમાં મુકશે અને ધન્ય બની જશો. આજ જીવનની પુર્ણતા પરમ ચેતનાની જાગૃતતા પ્રજ્ઞાની પ્રાપ્તિ અને જીવનની જીવનમાંથી જ તૃપ્તિ સંતોષ, બહાર ક્યાંય તૃપ્તિ પડી નથી કે તમોને કોઈ આપી દે એટલું અંદરથી જાણો અને જાગૃતપણે જીવો અને પ્રજ્ઞા પ્રાપ્ત કરો એટલે જ પાપથી મુક્ત થશો જ જેથી ગંગામાં નાવા જવાનું કે તર્પણો કરાવવાનું તૂત કરવું પડશે જ નહિ. અને પરમ શાંતિથી જીવશો અને રોજગાર કરશો.  તમારા પોતાના સત્યને વલગો ને પ્રસન્નચિત્તે કર્મ કરશો એટલે કર્મ સારા થશે જે ફળ પણ સારા મળશે ક્યાંય ભટકવું પડશે નહિ.

- તત્વચિંતક વી. પટેલ


Google NewsGoogle News