પુર્ણત્વની આંતરયાત્રા શરૂ કરો જાગૃત બનો .
માનવ જીવનનો સત્ય ધર્મ તો અત્યંત સ્પષ્ટ, સરળ, સહજ અને સીધો છે. માત્રને માત્ર આંતર સાધના કરી આંતરિક રીતે સંશુદ્ધ થવા માટે રાગનો, દ્વેષનો, મોહનો, અહંકારનો, વાસનાનો, તૃષ્ણાનો અને આસક્તિનો ક્ષય કરી આત્મ સંયમ સાધી સર્વોત્તમ સિધ્ધી એટલે આત્મસિદ્ધી એટલે કે આત્મ જ્ઞાાન પ્રાપ્ત કરી આત્મિક સત્યમાં સ્થિત થઈને જાગ્રતિપૂર્વક હોશપૂર્વક જીવે જાવ, એ જ સત્ય ધર્મનું આચરણ અને અનુંસરણ છે.
જીવનમાં પરમ ચેતનાનો જાગૃત માણસ આત્મ જ્ઞાાની આત્મ સંયમી માણસ કદી પણ અસત્ય કામ કરી જ શકતો નથી, જુઠ આચરી જ શકતો નથી, અસત્ય બોલી કે વર્તી શકતો જ નથી, અને પોતે તમામ પાપથી મુક્ત થઈ જાય છે. એટલે માત્રને માત્ર જીવનમાં આત્મ સંયમ આત્મ જ્ઞાાન અને પ્રજ્ઞાાની પ્રાપ્તિ કરી પરમ ચેતનાની જાગૃતતા ધારણ કરીને જીવો આનું નામ જ આત્મિક સત્યમાં સ્થિત થઈને સત્ય ધર્મ ધારણ કરીને પરમ ચેતનાની જાગૃતતા પૂર્વક જીવવું છે.
આજે જે બાહ્ય ધર્મ જોઈએ છીએ. તેને બીજાના કહેવા અનુસાર આચરીએ છીએ. તેમાં આપણી આત્મિક સત્ય આધારિત જાગૃતતા હોતી જ નથી. એટલે તેવું આત્મિક સત્ય સ્વરૂપ પરમ ચેતનાની જાગૃતતા પૂર્વકનું આચરણ હોતું નથી. જેથી તે સત્યતા પૂર્વકનો ધર્મ નથી. જેથી જીવનમાં બધી જટિલતા ઊભી થાય છે. જટિલતાનો અર્થ થાય છે દુ:ખમાં સબડવું છે ચિંતાગ્રસ્ત જીવન છે. તે સત્યથી ઘણો દૂર ઊભો છે, તે ધર્મ નથી.
આપણે ત્યાં આવો બહિર્મુખી ધર્મની પૂરજોશમાં બાહ્ય વૃદ્ધિ થઈ રહી છે, પણ એણે માણસને પોતાના આત્મિક સત્યમાં અને પરમ ચેતનાની જાગૃતતામાં સ્થિત કર્યો જ નથી. જેથી આજનો ધાર્મિક માણસ પોતાના આત્મિક સત્યને સાથે રાખીને ભલાઈપૂર્વક જાગૃતતાને સાથે રાખીને પરમ ચેતનામાં સ્થિર થઈને પોતાની જાગૃતિને મજબુત બહિર્મુખી ધર્મ દ્વારા કરી શક્યો નથી.
જેથી માનવ જીવનમાં બેચેની, દુ:ખ, ચિંતા, જુઠ ઉદ્વેગ અને અસંતોષ જ બહિર્મુખી ધર્મે આપ્યા છે. જે આજે માણસના વર્તન વ્યવહારમાં જોઈ શકાય છે. આમ બાહ્ય ધર્મ શાંતિ સુખ આનંદ અને પરમ ચેતનાની જાગૃતિ આપવામાં નિષ્ફળ ગયો છે.
આમ બાહ્ય ધર્મનો વિકાસ અને પ્રગતિ મૂળભૂત રીતે ઉધે પાટે ચડી ગઈ છે. માત્ર ટોળાં ભેગા કરવા તે ધર્મ નથી, પણ માણસને પોતાના જ આત્મિક સત્યમાં સ્થિત કરીને પરમ ચેતનામાં સ્થિત કરી પ્રજ્ઞાા પ્રાપ્ત કરવી જાગૃતતાપૂર્વક જીવતો કરવો તે જ સત્ય ધર્મનું કર્મ બને છે. આ ત્રણ વસ્તુ નથી ત્યાં સત્ય ધર્મ નથી પણ પાખંડ છે.
આપણે ત્યાં હમણાં જ કુંભ મેળાનું ટોળાં ભેગા કરવાનું આયોજન થઈ રહ્યું છે. એ જ રીતે અનેક તહેવારોનું આયોજન કરવામાં આવે છે. કરોડો દીવા કરી તેનો વર્લ્ડ રેકર્ડ ઊભો કરવો આ બધું જ ધર્મ નથી તેમજ પર્યાવરણને ભયંકર નુકસાન કરવું તે ધર્મનું અનુસરણ નથી.
જે માણસ પોતાના આત્મિક સત્યમાં સ્થિત થઈને પરમ ચેતનાની જાગૃતતા પૂર્વક પ્રજ્ઞાામાં સ્થિત થઈને જીવતો હોય તે કદી ટોળાં ભેગા કરવાનું સ્વપ્ને પણ વિચારી શકે જ નહિ. તે સત્ય હકીકત છે. આમ આ ટોળાંવાદીઓ બધા જ પોતાના જ આત્મિક સત્યમાં સ્થિત નથી કે પરમ ચેતનાની જાગૃતતામાં પણ સ્થિત નથી. પ્રજ્ઞાાની પ્રાપ્તિ કરી જ નથી. જીવનને સમગ્ર રીતે સત્વ તત્વ અને સત્ય સશુદ્ધ કરીને જીવતો જ નથી. એટલે જ તે તો નાણાના ઢગલા પર પલાંઠી વાળી લંગોટીમાં જીવ બાંધી બેસતા અશુદ્ધ મનધારી સંન્યાસી, ત્યાગી, ધર્માત્માઓ, સંતો, મુનિઓ અને કથાકારોનો પ્રભાવ ફેલાયેલો છે. જેનું પરિણામ સમાજ ભોગવી રહ્યો છે.
(ક્રમશ:)
- તત્વચિંતક વી. પટેલ