જીવનમાં ચિતસ્વરૂપની 16 કલા સાથે મા જગદંબા સાથે એક બની માનો વાત્સલ્ય ભાવ પ્રગટાવો
- પોષી પૂનમે ચંદ્રમાં 16 કલા પાથરી પૃથ્વી નયનરમ્ય બનાવો
- આપણા શરીરમાં કરૂણા સાથે ચિતની સૌમ્યતા, આપણી મુળ પ્રકૃતિ સાથે બેઠી છે. આપણા જીવનમાં વર્તમાન સમયનાં સર્વ ઉદવેગ દૂર થાય ત્યારે જ જીવનમાં સૌમ્યતાનાં કરૂણા ભાવ સાથે એક થાય.
પોષ માસની પૂનમ ર્માં જગદંબાનો પ્રાગટય દિવસ યુગાન્તરથી ભારતીય સંસ્કૃતિનું ચંદ્ર-મનની શિતલતા-માતુકાભાવને જાગૃત કરવા પોષી પૂનમ તરીકે ઉજવીએ છીએ.
યા દેવી સર્વભૂતેષુ ચૈતન્ય ભી ધીપતે
નમતસ્યે નમતસ્યે નમતસ્યે નમો નમ: ।।
સરસ્વતી વંદન માં માંનું વિરાટ સ્વરૂપનું વર્ણન કરી ર્માં જગદંબાને કહે છે. હે માં પૂરા બ્રહ્માંડની દરેક વસ્તનું સર્જક તું છે. મારી દ્રષ્ટિ તો સિમિત છે. હું તો માત્ર સિમિત નજર બાંધી અને તારું વર્ણન કરું છું. તો માં હરેક દ્રશ્ય-અદ્રશ્ય વસ્તુને ચેતના દેનાર ર્માં જગદંબા તું જ છે.
પોષી પૂનમે-ચંદ્રમાં ૧૬ કલા આપી અને નક્ષત્રમાંથી પૃથ્વી ઉપર તેજ આપી અને સમગ્ર સૃષ્ટિને નયન રમ્ય બનાવે છે.
પૃથ્વી ઉપરની પ્રકૃતિનું સાશ્વત સ્વરૂપ ચંદ્રમાં પુરા આકાશગંગાને ફરી અને પૃથ્વીની પ્રકૃતિ નયનરમ્ય બનાવી સમગ્ર સમાજને એક-બીજાનાં પૂરક બનાવી જોડે છે.
આપણા શરીરમાં કરૂણા સાથે ચિતની સૌમ્યતા, આપણી મુળ પ્રકૃતિ સાથે બેઠી છે. આપણા જીવનમાં વર્તમાન સમયનાં સર્વ ઉદવેગ દૂર થાય ત્યારે જ જીવનમાં સૌમ્યતાનાં કરૂણા ભાવ સાથે એક થાય.
વર્તમાન સમયમાં ર્માં જગદંબાનું વાત્સલ્ય ભાવ અમાપ વરસે. આ સમયે ચિતની સૌમ્યતા પ્રગટે. આજ જીવનની ૧૬ કલા સાથે ચંદ્રની સૌમ્યતાનો ભાવ પ્રગટે. જે ર્માં જગદંબા ત્થા આપણું જીવન ચિતની સૌમ્યતા સાથે પ્રકૃતિની સૌમ્યતા બને. જે જીવ અને ર્માં જગદંબાનું વાત્સલ્ય ભાવ સાથે એક બને.
પોષી પૂનમે ચંદ્રમાં પોતાની ૧૬ કલાનું કામણ પાથરી અને પૃથ્વીની સૃષ્ટિ નયનરમ્ય બનાવે. આવી જ રીતે આપણા જીવન ૧૬ સૌમ્યકલા જાગૃત કરી જીવનને ર્માં જગદંબાના વાત્સલ્ય ભાવને એક કરી તેવી શુભકામના.
- પ્રદ્યુમ્ન શુકલ