Get The App

આયોલાલ.. ઝૂલેલાલ..(ચેટી ચાંદ)

Updated: Apr 7th, 2021

GS TEAM


Google News
Google News
આયોલાલ.. ઝૂલેલાલ..(ચેટી ચાંદ) 1 - image


- ચેટી-ચાંદ પર સિંધી ભાઈ, બહેનો ઝૂલેલાલ ભગવાનની જન્મજયંતી પૂજા-અર્ચના કરીને રંગે ચંગે ઉજવે છે

ચૈ ત્રી સુદ બીજનાં પવિત્ર દિવસે સિંધી સમાજનાં લોકો વર્ષોથી ચેટી ચાંદને ઝૂલેલાલ જયંતી તરીકે ઉજવતા આવ્યા છે. આ દિવસે ચંદ્રદર્શનનો પણ હોવાથી સિંધીજનો નૂતન વર્ષનો શુભારંભ કરે છે. ચેટી ચાંદનાં શુભ દિને સિંધી સમાજનાં લોકો વરુણ દેવતાનાં સ્વરુપ ભગવાન ઝૂલેલાલની પૂજા આરતી કરીને શોભાયાત્રા કાઢે છે.

આજથી સદીઓ પહેલાં પશ્ચિમી સિંધ પ્રદેશમાં બાદશાહ મરખશાહૈ સૌ માટે ધર્મ-પરિવર્તનનું ફરમાન કર્યું. આ ફરમાનની સામે પ્રજાએ પાસેના સાગરતટે જઈને દરિયાલાલ સમક્ષ પ્રાર્થના કરી. લગભગ ત્રણેક દિવસ સુધી લોકો ખાધા-પીધા વગર વરુણદેવનાં જપ-તપ કરતા રહ્યા. બરાબર ત્રીજે દિવસે વરુણ દેવે, ભગવાન ઝૂલેલાલ જલપતિનાં સ્વરુપમાં મત્સ્ય પર સવાર થઈને દર્શન આપ્યા. અને એ સાથે પાછળ આકાશવાણી થઈ કે 'હે ભક્તો ! તમે સૌ નિશ્ચિંત બનીને તમારા ગામે પાછા જાવ. તમારા સૌનું સંક્ટ દૂર કરવા હું થોડા દિવસમાં નરસપુરનાં ઠાકુર, રતનરાયનાં ઘરે માતા દેવકી કૂખે અવતાર ધારણ કરીશ. એ પછી સંવંત ૧૨૨૯નાં ચૈત્ર માસની શુકલ પક્ષની બીજે દેવકીની કૂખે બાળક જન્મ્યો.

આ વાત બધે પ્રસરી ગઈ. બાળકનું નામ પાડવામાં આવ્યું.' ઝૂલેલાલ'. આની જાણ બાદશાહને થતાં એમને થયું કે ભવિષ્યમાં આ બાળક જરૂર મારો વિરોધ કરશે. એટલે એમણે પોતાના વજીર આહાને નરસપુર ગામે તપાસ કરવા મોકલ્યા. વજીરને ખબર પડયા કે રતનરાયઠાકુરને ત્યાં એક બાળકનો જન્મ થયો છે. વજીરને ખબર પડયા કે રતનરાય ઠાકુરને ત્યાં એક બાળકનો જન્મ થયો છે. વજીરે ઠાકુરને જણાવ્યું કે બાદશાહનું ફરમાન છે કે તમે તમારા બાળકને લઈને રાજદરબારમાં હાજર થાવ. 

મરખશાહ બાદશાહે એ બાળકને પકડવા માટે પહેરેગીરોને હુકમ કર્યો. પરંતુ તે બાળકને પકડી ન શકયા.  એ વખતે ત્યાં હાજર સૌ તે બાળકનાં જાતજાતનાં રૂપો અને ચમત્કારો જોઈને દંગ થઈ ગયા. ત્યારે એ બાળકે ઝૂલેલાલ રુપમાં જણાવ્યું કે 'હે રાજન'. અલ્લાહ એક છે. એને ગમે તે નામે પૂકારો ઇશ્વર કહો કે ખુદા ! બધા એકરુપ સમાન છે. અલ્લાહની નિગાહમાં સર્વ ધર્મ-જાતિ સમાન છે. તે સૌનો એક ધર્મ છે. માનવતા અને અન્યોનાં કલ્યાણની પરવા-કુરાને શરીફમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે સર્વ જીવોમાં પરમાત્માનો સાક્ષાત્કાર કરો. આ બાળકની વાત સાંભળીને બાદશાહની આંખો ઉઘડી ગઈ અને તેણે સર્વધર્મોને સન્માન આપવાનું શરૂ કર્યું. ચેટી-ચાંદ પર સિંધી ભાઈ, બહેનો ઝૂલેલાલ ભગવાનની જન્મજયંતી પૂજા-અર્ચના કરીને રંગે ચંગે ઉજવે છે.

Tags :