mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

મા સીતાજીએ હનુમાનજીને આપેલ 'અષ્ટસિધ્ધિ' અને 'નવનિધિઓ'

Updated: Oct 1st, 2020

મા સીતાજીએ હનુમાનજીને આપેલ 'અષ્ટસિધ્ધિ' અને 'નવનિધિઓ' 1 - image


હનુમાન ચાલિસામાં એક ચોપાઈ આવે છે

'અષ્ટ સિધ્ધિ નવ નિધિ કે દાતા

અસબર દિન્હ જાનકી માતા'

આ આઠ સિધ્ધિઓ (૧) અણીમા (૨) મહિમા (૩) ગરીમા (૪) લધિમા (૫) પ્રાપ્તિ (૬) પ્રાકમ્ય (૭) ઇશિત્વ અને (૮) વશિત્વ

આઠ સિધ્ધિઓ :

(૧) અણીમા : આ સિધ્ધિ પ્રાપ્ત કરવાથી તપસ્વિ નાનામાં નાનું - સુક્ષ્મ રૂપ ધારણ કરી શકે છે.

(૨) મહિમા : આ સિધ્ધિ પ્રાપ્ત કરવાથી મોટામાં મોટું સ્વરૂપ ધારણ કરી શકે છે.

(૩) ગરિમા : આ સિધ્ધિ પ્રાપ્ત કરવાથી શરીરને જેટલું વજનદાર સ્વરૂપ ધારણ કરવું હોય તેટલું વજનદાર બનાવી શકાય છે.

(૪) લધિમા : આ સિધ્ધિથી શરીરને જેટલું હલકું બનાવવું હોય તેટલું બનાવી શકાય છે. અશોકવાટીમાં પ્રવેશ વખતે શ્રી હનુમાનજીએ આ સુક્ષ્મ શરીર ધારણ કરેલું.

(૫) પ્રાપ્તિ : આ સિધ્ધિ પ્રાપ્ત થવાથી ઇચ્છિત વસ્તુઓ મેળવી શકાય છે. અલૌકિક શક્તિ મેળવી શકે છે.

(૬) પ્રાકામ્ય : ભૂમિમાં અંદર તથા પાણીની અંદર ઇચ્છાનુસાર રહી શકવાની શક્તિને પ્રાકામ્ય સિધ્ધિ કહે છે.

(૭) ઇશત્વ : આ એક પ્રકારની દૈવીશક્તિ પ્રાપ્ત કરી શકે છે. સર્વ પર સાશન કરવાની શક્તિ આ સિધ્ધિથી મળે છે.

(૮) વશિત્ત્વ : આ સિધ્ધિથી દરેકને વશ કરવાની શક્તિ તથા ઇચ્છિત મૃત્યુને પ્રાપ્ત કરવાની શક્તિ મળે છે. ઇચ્છિત સંતાન દેવાની શક્તિ પણ આ સિધ્ધિથી મળી શકે છે.

આ સિધ્ધિઓ હનુમાનજીને વરદાનથી મળેલી આથી તેઓ 'અતુલિત બલ' ધરાવતા હતા.

નવનિધિઓ : લક્ષ્મિમાતા તથા સિતામાતાનાં આશિર્વાદથી શ્રી હનુમાનજીને નવ પ્રકારની નિધ્ધિઓ મળેલી હતી જે (૧) પદ્મનિધ્ધિ (૨) મહાપદ્મ નિધ્ધિ (૩) નીલ નિધ્ધિ (૪) મુકુન્દ નિધ્ધિ (૫) નન્દ નિદ્ધિ (૬) મક્કર નિધ્ધિ (૭) કચ્છપ નિધ્ધિ (૮) શંખનિધ્ધિ (૯) ખવે નિધ્ધિ.

- ડો. ઉમાકાંત જોશી

Gujarat