Get The App

આકાશમાંથી વરસતી અમૃતવર્ષા એટલે : શરદ પૂર્ણિમા

Updated: Oct 29th, 2020


Google NewsGoogle News

- કિર્તયેન્નામ સાહસ પૌર્ણામાસ્યા વિશેષતે ।

પૌર્ણામાસ્યા ચન્દ્ર બિમ્બે દયાતા ।।

- 'શ્રી લલિતામ્બાકામ'

આકાશમાંથી વરસતી અમૃતવર્ષા એટલે : શરદ પૂર્ણિમા 1 - image

અ ર્થાત્ પૂર્ણિમાની રાત્રે 'શ્રી લલિતામ્બા'ના સહસ્ત્ર પાઠ કરવાથી માની પ્રસન્નતા પૂર્ણ કૃપા ઉતરે છે. શાસ્ત્રોમાં તો જગત જનનીને શરદ પૂર્ણિમા સમી છાંય ધરી શીતલકારી કહીને નવાજી છે. પૂર્ણિમાનો અર્થ જ થાય છે - 

પૂર્ણતા, પૂર્ણ-શાતા એટલા જ માટે ચંદ્ર મંડળની સ્વામિની તરીકે મા અંબાજીને બિરાજમાન કર્યા છે. અંબાનો અર્થ થાય છે 'માતા' અને એટલે જ તો પૂર્ણ થતા નવલી નોરતામાં શક્તિની ભક્તિ કર્યા પછી પૂર્ણ શાતા મળે છે. અર્થાત્ શરદ પૂર્ણિમાનો ઉત્સવ આવે છે.

એક અન્ય અર્થમાં રસેશ્વરીની રાસલીલાના રાસોત્સવ એટલે 'શરદ પૂર્ણિમા' નિર્દોષ-નિર્મળ, પાવકપ્રેમથી તર ધરતીનાઓવારણા લેતો તેને અમીરસથી તરબતર કરતા આનંદોત્સવ એટલે શરદ પૂર્ણિમા એની શીતળ મનમોહકતા, આહલાદકતાનો આનંદતો પૂર્ણ ખીલેલા ચંદ્રમા જ આપે છે.

'રાસલીલા'નો અર્થ જોવા જઈએ તો રસભર્યા કુંડા એ 'રા' રાસ 'લી' એટલે લીન થવું અને 'લા' પ્રગટ કરવું. જે પૂર્ણાનંદની અનુભૂતિ આપી, ભાવવિભોર કરે એનું નામ રસ. 'રાસોત્સવ' હકીકતમાં એક અનુપમ અદ્ભુત, અલૌકિક, ઐક્યોત્સવ છે. જે પરમ પાવન પ્રેમ દ્વારા પરમપિતા પરમેશ્વરનું ઐક્ય સાધી એમાં લીન કરે છે.

'રાસલીલા' એટલે અખંડ આનંદની ભરતી અને આતમની ચડતી દૂર કરે છે. દેહના બંધન તોડવા, વિશુદ્ધ પ્રેમની અનુભૂતિ કરવા તથા ભીતરથી રાસ-રસનો અમી ફુવારો ઉઠે તેના માટે રસેશ્વર આ રસીલો રાસ રસ રચ્યો જેના દ્વારા માનવીની જન્મજાત વૃત્તિ- પ્રકૃતિ- પ્રવૃત્તિ અને વિકૃતિમાંથી વિમુક્ત થવાનો ઉત્તમ મોકો આપ્યો. અને એ સાથે અધોગતિમાંથી ઉર્ધ્વગતિ તરકફ વળવાનો વ્યવહારિક તેમજ આધ્યાત્મિક ઉત્થાનનો મહત્ત્વનો માર્ગ મોકળો કર્યો એટલે કે માનવને રાહ ચીંધ્યો.

મૌર્યવંશના સામ્રાજ્યના સમયમાં આ શરદોત્સવ કૌમુદી મહોત્સવ તરીકે ઉજવાતો જેનું વર્ણન મુદ્રારાક્ષસ નામના નાટકમાંથી મળે છે. આમ શરદ પૂર્ણિમા એટલે જાગૃતિનો, નૈસર્ગિક વૈભવનો અને આનંદોલ્લાસનો ઉત્સવ છે.

- પરેશ અંતાણી


Google NewsGoogle News