અમૃતવાણી .

Updated: Sep 27th, 2023


Google NewsGoogle News
અમૃતવાણી                                                                                      . 1 - image


૧. વાણીનું વરદાન પરમાત્માએ અન્યને ઠારવા માટે આપ્યું છે બાળવા માટે નહિ.

૨. ભક્તિ વિનાનું જીવન એ જળ વિનાના વાદળ જેવું છે.

૩. બીજાની ભૂલો કાઢવા માટે માત્ર ભેજુ જોઈએ પણ ખૂદની ભૂલો સ્વીકારવા કલેજુ જોઈએ.

૪. જ્યાં દયા છે ત્યાં ધર્મ છે, જ્યાં લોભ છે ત્યાં પાપ છે,

જ્યાં ક્રોધ છે ત્યાં કાળ છે, જ્યાં ક્ષમા છે ત્યાં સ્વયં પરમાત્મા છે.

૫. ઈશ્વરને શોધવા તમે ભટકશો નહિ, સત્કર્મી, સેવાધારી અને સદાચારી બનો એટલે ઈશ્વર તમને શોધતો આવશે.

૬. મૂળ વગરનું વૃક્ષ અને વિશ્વાસ વગરનો સંબંધ લાંબો સમય ટકતા નથી.

૭. નીચે પડવું એ હાર નથી, હાર એ છે કે જ્યારે તમે ઊભા થવાની ના પાડો.

૮. કથા સત્યની કરવાની અને આચરણ અસત્યનું આથી કથા ફળતી નથી.

- હરસુખલાલ સી. વ્યાસ


Google NewsGoogle News