Get The App

અમૃતવાણી .

Updated: Oct 23rd, 2024


Google NewsGoogle News
અમૃતવાણી                                                                                      . 1 - image


(૧) જ્યાં દયા છે ત્યાં ધર્મ છે, જ્યાં લોભ છે ત્યાં પાપ છે, જ્યાં ક્રોધ છે ત્યાં કાળ છે, જ્યાં ક્ષમા છે ત્યાં સ્વયં પરમાત્મા પોતે છે.

(૨) જીવનમાં બે વસ્તુ દુ:ખી કરે છે જીદ અને અભિમાન. બે વસ્તુ સુખી  કરે છે. જતું કરવું અને સમાધાન.

(૩) સત્ય સમાન કોઈ તપ નથી, સત્સંગ સમાન કોઈ મિત્ર નથી, કુસંગ સમાન કોઈ શત્રુ નથી.

(૪) થઈ શકે તો પ્રેમ કરજો, નફરતને તો કાના માત્રાનો પણ સહારો નથી.

(૫) નિર્વિકાર, નિર્લેપ અને નિર્ભય જીવવા માટે સત્યથી શ્રેષ્ઠ બીજો કોઈ ઉપાય નથી.

(૬) બાળક માનો હાથ પકડીને ચાલે છે ત્યારે તેને કોઈપણ જાતનો ડર લાગતો નથી. એ જ રીતે ઈશ્વર પર વિશ્વાસ રાખનાર નિર્ભય બને છે.

(૭) જે રીતે ગાડાના પૈડા તેની સાથે જોડેલા બળદોની પાછળ પાછળ ચાલે છે એ જ રીતે માણસે કરેલા કર્મો તેની પાછળ પાછળ જાય છે.

- હરસુખલાલ સી. વ્યાસ


Google NewsGoogle News