અમૃતવાણી .
- બીજા સાથે એવો વ્યવહાર ન કરો કે જે આપણને પોતાને પસંદ ન હોય.
- પાપ પોતાની સાથે રોગ, શોક, પતન અને સંકટ લઈને આવે છે.
- બુદ્ધિશાળી લોકો તે છે જે બોલતા પહેલા વિચારે છે જ્યારે મૂર્ખ લોકો તે છે જે પહેલા બોલે છે અને બાદમાં વિચારે છે.
- ખુશ રહેવાના બે જ ઉપાય છે, આવશ્યક્તા ઓછી કરો અને પરિસ્થિતિઓની સાથે તાલમેલ બેસાડો.
- કામના વધારાપણાથી નહિ, માણસ તેને ભાર સમજી અનિયમિત રીતે કરવાથી થાકી જાય છે.
- જો દુનિયા તમારા કામોની પ્રસંશા કરે છે તો તેમાં કાંઈ પણ ખરાબ નથી. ખતરો ત્યારે છે જ્યારે તમે પ્રસંશા મેળવવા માટે કોઈ કામ કરો છો.
- ઘમંડી માટે ક્યાંય કોઈ ભગવાન નથી, ઈર્ષ્યાળુનો કોઈ પાડોશી નથી અને ક્રોધીનો કોઈ મિત્ર નથી.
- હરસુખલાલ સી. વ્યાસ