અમૃત વાણી .
- જ્યારે ઈશ્વર તમને મુશ્કેલીની ધાર પરથી ધક્કો મારે તો તેના પર એટલો વિશ્વાસ રાખજો કે કાં તો એ તમને ઝીલી લેશે કાં તો એ તમને ઉડતા શિખવી દેશે.
- સતકર્મ માટે સંકલ્પ હોય, અદાલતનો કેસ લડવા માટે વકીલ સંકલ્પ ન કરાવે.
- બધું જ મોંઘુ થઈ ગયું છે પણ માચિસ હજી પણ એક રૂપિયામાં મળે છે. જે સૂચવે છે કે આગ લગાડવાવાળાની કિંમત ક્યારેય વધતી નથી.
- ગંગા સમાન કોઈ તિર્થ નથી, ગાયના સમાન કોઈ સેવ્ય નથી, ગીત સમાન કોઈ શાસ્ત્ર નથી, ગાયત્રી સમાન કોઈ મંત્ર નથી અને ગોવિંદ સમાન કોઈ દેવ નથી.
- હૃદયરોગનો ઈલાજ વિજ્ઞાન પાસે છે પણ હૃદયમાં રહેલા ઈર્ષ્યા, ક્રોધ, અભિમાન વગેરે દોષોનો ઈલાજ ધર્મ પાસે છે.
- જ્યાં તમે ડોકટરને શોધતા ન હો, અને પોલિસ તમને શોધતી ન હોય એ અવસ્થામાં જીવવાની મજા છે.
- પેટમાં ગયેલું ઝેર ફક્ત એક જ વ્યક્તિને મારે છે, પણ કાનમાં ગયેલું ઝેર લાખો વ્યક્તિઓને મારે છે.
- જીવનમાં બે વસ્તુઓ વ્યક્તિને દુ:ખી કરે છે. એક જીદ અને બીજું અભિમાન.
- અભિમાન અને પેટ જ્યારે વધે છે, ત્યારે વ્યક્તિની ઈચ્છા હોવા છતાં પણ બીજાને ભેટી શકતી નથી.
- અહંકારમેં તીન ગયે ધન, વૈભવ, વંશ ન માનો તો દેખ લો રાવણ, કૌરવ, કંશ.
- વિષ, અગ્નિ, સર્પ તથા શસ્ત્રથી પણ સંસારને એટલો ભય નથી હોતો, જેટલો દુર્જન વ્યક્તિથી હોય છે.
- એક જગ્યાએ પડયા રહો તો "વાસી" થઈ જવાય, જરા પગ ઉપાડો તો "પ્રવાસી" થઈ જવાય.