અમૃતવાણી .
- મનુષ્યના જીવનમાં શ્વાસ પછી, જો કંઈ વધારે મહત્ત્વનું હોય તો એ વિશ્વાસ છે. પોતાની જાત પ્રત્યે વિશ્વાસ, સમાજ, પરિવાર પરનો વિશ્વાસ આ બધા જીવનના ચાલક બળો છે.
- શંકા હંમેશા એમ વિચારે છે, આમ થશે તો તેમ થશે તો જ્યારે વિશ્વાસ કહે છે. જે કંઈ થઈ રહ્યું છે એ યોગ્ય છે, હવે જે કંઈ થશે તે સારું જ થશે.
- વિશ્વાસ એ માનવજીવનમાં પ્રાણવાયુ સમાન છે, જે એને સતત આગળ વધવાની પ્રેરણા આપતો રહે છે.
- અંગત સંબધોમાં જો વિશ્વાસનો ભાવ હશે તો ખુલાસા માટે કોઈ શબ્દની જરૂરત નહીં પડે, પણ સંબધમાં જો એકવાર અવિશ્વાસની લાગણી પ્રવેશી ગઈ તો આગળ જતા અનેક ગેર-સમજો ઊભી થતી રહેશે.
- સૌથી મોટો વિશ્વાસ "પરમ શક્તિ" પરનો છે. જ્યાં વિશ્વાસ સાથે પ્રાર્થના કરવામાં આવે છે અને જે પણ હું સાચું કે ખોટું કામ કરતો રહીશ તો એમને અંતરના અવાજથી દોરવણી આપતા રહેશે.
- મુકેશ ટી. ચંદારાણા