અમૃતવાણી .

Updated: May 15th, 2024


Google NewsGoogle News
અમૃતવાણી                                                                                      . 1 - image


* જીવન એટલે 'સ્મિત અને 'આંસુ' વચ્ચેનું લોલક.'

* સુખી જ થવું હોય તો 'વ્યસન', 'વ્યાસના', ને 'વહેમ'

* સમજણ શક્તિ વધશે, તો સહનશક્તિ આપોઆપ આવશે.

* 'ભરતી' અને 'ઓટ' સાગરમાં આવે ખાબોચિયામાં નહિ.

* સુખ-દુ:ખમાં સમ રહેવું. સુખ-દુ:ખ આવે ને જાય. કાયમના નથી.

* જીભ તોતડી હોય તો ચાલેશ પણ જીભ તોછડી હોય તો ન ચાલે.

* જીભ ગળ્યુ ખાઈ પેટ બગાડે, 'કડવુ' બોલી, 'જીવન' બગાડે.

* લાભ વધે તેમ લોભ વધે, આ જ મનુષ્ય જીવનની નબળાઈ છે.

* કોઈ ભૌતીક સુખ એવું નથી કે, જેમની પાછળ દુ:ખ ઉભુ ન હોય.

* અજ્ઞાનનો સ્વિકાર એ જ્ઞાનનું પહેલું પગથીયું છે.

* શરિરને માટે ખોરાક જરૂરી છે; તેમ આત્મા માટે પ્રભૂ પ્રાર્થના જરૂર છે

* જેણે 'જીભ' જીતી એણે 'જગત' જીત્યુ. વાણીમાં સંયમ રાખો.

* પંચ મહાભુતનો આ દેહ અને 'હું' માનવું એજ એક ભ્રાંતિ છે.

* આ સંસારમાં 'માલીક' બનીને નહિ, 'મહેમાન' બનીને રહો.

* આ સંસારમાં 'સર્વત્ર' અંધકાર છે; માટે તું જ તારો પ્રકાશ થા 'અપો દિપો ભવ'.

* 'અહમ' આત્માનું કેન્સર છે; માટે 'અહમ' તજવો.

* 'અંતરમુખી' બન્યા વિના 'ંઅંતરયામિની' ઓળખ નહિ થાય.

* 'ચીજ' બગડે તે પાલવે પણ 'ચિત્ત' બગડે તે ન પાલવે.

* 'તન' સારૂં રહે 'તપ' થકી, મન સારૂં રહે 'જપ' થકી.

* બીજાનાં દુ:ખમાં ભાગીદાર બનીયે એજ મનુષધર્મ ઉત્તમ છે.

* ભીતરનાં 'શત્રુઓ' જ બહારનાં 'શત્રુઓ' ઉભા કરે છે.

- ધનજીભાઈ નડીઆપરા


Google NewsGoogle News