અમૃત વાણી .

Updated: Feb 14th, 2024


Google NewsGoogle News
અમૃત વાણી                                                      . 1 - image


- વહેણ બદલતી નદી અને વર્તન બદલતી વ્યક્તિ હંમેશા વિપત્તિ લાવે છે.

- પુષ્પમાં જેમ સુગંધ છે, તલમાં તેલ, દૂધમાં ઘી, લાકડામાં અગ્નિ અને શેરડીમાં જેમ ગોળ છે તેમ સચરાચર વિશ્વમાં ઈશ્વરનો વાસ છે.

- સો કામ છોડી ભોજન કરવું, હજાર કામ છોડી સ્નાન કરવું, લાખ કામ છોડી દાન કરવું અને કરોડ કામ છોડી પ્રભુનું સ્મરણ, ધ્યાન સેવા કરવું.

- "તમે" અને "તારું" એનું નામ જ્ઞાન, "હું" અને "મારું" એનું નામ અજ્ઞાન.

-  મનુષ્ય એકબાજુથી ભક્તિ કરે છે અને બીજી બાજુથી પાપ પણ કરે છે તેથી ભક્તિ ફળતી નથી.

- નસીબથી સંપત્તિ મળે છે પરંતુ સુખ, શાંતિ અને આનંદ તો પ્રભુની કૃપા હોય તેને જ પ્રાપ્ત થાય છે.

- જ્ઞાન એ દોરો પરોવેલી સોય જેવું છે, દોરો પરોવેલી સોય જેમ ખોવાતી નથી તેમ જ્ઞાન હોવાથી સંસારમાં ભૂલા પડાતું નથી.

- અભિમાન કહે છે કોઈની જરૂર નથી, અનુભવ કહે છે ધૂળની પણ જરૂર પડે.

- ચૂલામાં બળતણ હોય ત્યાં સુધી જ દૂધ ઉભરાય છે, એવું અભિમાનનું છે.

- ડોકટર થવું સરળ છે, સી.એ. થવું સરળ છે, એન્જિનિયર થવું સરળ છે બસ "સરળ" થવું બહુ અઘરૂ છે.

- જગતમાં પરમાત્મા સિવાય કોઈ પૂર્ણ નથી. ચાંદનીનું દાન કરતો ચંદ્ર પણ મહિનાના ઓગણત્રીસ દિવસ તો અધુરો જ હોય છે.

- એક જ બગીચામાં ભમરો ફૂલ પર બેસે છે અને ગોબરીયો કીડો છાણનો ઢગલો શોધે છે. સંસ્કાર કે રૂચિ એને કહેમાં આવે છે.


Google NewsGoogle News