અમૃતવાણી .

Updated: Dec 13th, 2023


Google NewsGoogle News
અમૃતવાણી                                                                                      . 1 - image


* ઉપાય કરવાથી દરીદ્રતા રહેતી નથી, જપ કરવાથી પાપ રહેતું નથી મૌન રહેવાથી કંકાસ થતો નથી અને જાગૃત રહેવાથી ભય આવતો નથી.

* ઘસવું, કાપવું, તપાવવું અને ટીપવું આ ચાર પ્રકારથી જેમ સોનાની પરીક્ષા કરવામાં આવે છે તે રીતે ધન, શીલ, ગુણ અને વર્તન આ ચાર પ્રકારે પુરુષની પરીક્ષા કરવામાં આવે છે.

* ક્રોધ એ યમરાજ છે, તૃષ્ણા એ વૈતરણી નદી છે, વિદ્યા કામધેનુ ગાય છે અને સંતોષ એ ઈન્દ્રનો બાગ છે.

* જેમ હજારો ગાયોની વચ્ચે વાછડું પોતાની માં ને શોધીને તેની જ પાસે પહોંચી જાય છે, તેમ જે કંઈ કર્મ કરવામાં આવે છે તે તેના કર્તાને શોધી લે છે.

* પોતાની સ્ત્રી, ભોજન અને ધન આ ત્રણમાં સંતોષ રાખવો યોગ્ય છે. ભણવું, દાન દેવું અને જપ કરવા આ ત્રણમાં ક્યારેય સંતોષ રાખવો નહિ.

* મલિન વસ્ત્રધારી, જે દાંત સાફ નથી કરતા, વધારે ભોજન કરવા વાળા, કડવી વાણી બોલનારા, સૂર્યના ઉદય અને અસ્ત સમયે ઊંઘનારા આ બધાનો લક્ષ્મી ત્યાગ કરે છે પછી ભલે તે ખૂદ વિષ્ણુ કેમ ન હોય!

* અયોગ્ય વસ્તુ સમર્થ માટે યોગ્ય હોય છે અને યોગ્ય વસ્તુ દુર્જન માટે દૂષણ રૂપ હોય છે જેમકે અમૃતથી રાહુનું મૃત્યુ થયુ અને ઝેર શિવજીનું ભૂષણ બન્યું.

* શાસ્ત્રો અનંત છે, વિદ્યા ઘણી છે, કાળ થોડો છે અને વિઘ્ન ઘણાં છે આ કારણે જે સારતત્વ છે તે લઈ લેવું યોગ્ય છે. જેવી રીતે હંસ પાણીમાંથી દૂધ લઈ લે છે.

* દાનથી હાથ શોભે છે કંકણથી નહિ, સ્નાનથી શરીર શુધ્ધ થાય છે ચંદનથી નહિ, સન્માનથી તૃપ્તિ થાય છે ભોજનથી નહિ, જ્ઞાાનથી મૂક્તિ મળે છે છાપ, તિલક, આભૂષણથી નહિ.

* સર્પના દાંતમાં ઝેર રહેલું છે, માખીના મસ્તકમાં, વીંછીની પૂંછડીમાં ઝેર છે જ્યારે દુર્જનના તો સર્વાંગમાં ઝેર ભરેલું રહે છે.

- હરસુખલાલ સી. વ્યાસ


Google NewsGoogle News