Get The App

અમૃતવાણી .

Updated: Sep 11th, 2024


Google NewsGoogle News
અમૃતવાણી                                                                                      . 1 - image


- ઘરમાં પાપનો એક પૈસો પણ પેસી જશે તો પુણ્યના બધા જ પૈસાને ખેંચી જશે.

- આળસ અને અસંયમ ઉપર વિજય મેળવીને જ આગળનો દરવાજો ખુલે છે.

- જે કરે છે નીજ આત્મસુધાર, તેને જ મળે છે પ્રભુનો પ્યાર.

- સામર્થ્યનું બાણ સંયમનાં ભાથામાં જ શોભે છે.

- ઉત્તમ પુસ્તકોના સહારે માનવી નર્કમાં પણ સ્વર્ગ મેળવી શકે છે.

- સત્યથી મોટો કોઈ ધર્મ નથી, અસત્યથી મોટું કોઈ પાપ નથી.

- ધર્મ વિનાનું વિજ્ઞાાન પાંગળું છે અને વિજ્ઞાાન વગરનો ધર્મ આંધળો છે.

- જે બાળકોને શીખવાડે છે તેના ઉપર વડીલો ખૂદ અમલ કરે તો આ સંસાર સ્વર્ગ બની જાય.

- મહાપુરુષોના ગ્રંથો વાંચવા એ મોટામાં મોટો સત્સંગ છે.

- અધ્યાપક છે યુગનિર્માતા, વિદ્યાર્થી રાષ્ટ્રના ભાગ્ય વિધાતા.

- હરસુખલાલ સી. વ્યાસ


Google NewsGoogle News