Get The App

અમૃતવાણી .

Updated: Dec 11th, 2024


Google NewsGoogle News
અમૃતવાણી                                                                                      . 1 - image


- જીવનના બદલાતા રંગોને જાણનાર વ્યક્તિ જ જીવનને જાણી શકે છે, માણી શકે છે.

- માણસ પોતાના દુ:ખોની જવાબદારી સ્વીકારવા માટે તૈયાર નથી. પોતાના દુ:ખો માટે અન્ય કોઈ જવાબદાર છે. એમ એ ઠસાવવા માંગે છે.

- દુ:ખની પછવાડે સુખ આવે, તેવો કુદરતનો ક્રમ છે.

- જે પ્રકારનાં વિચાર કરીશું, તે પ્રકારનું મન થાશે.

- મનને માર્યા વિના, નિતાંત આનંદની અનુભૂતી થવી મુશ્કેલ છે.

- માનવીની શાંતિની કસોટી, સમાજમાં જ થઈ શકે છે. હિમાલયનાં શિખર પર નહિ.

- જેની જીભ ઝેરી, તેનો આખો મલક વેરી.

- ચંદનનાં લેપથી શરીરને શીતળતા મળે છે; પરંતુ પરોપકારનાં લેપથી તન, મન, બુદ્ધિ આ બધાં જ સાચી શાંતિ અનુભવે છે.

- સાચુ પકડો એટલે ખોટું એની મેળે છુટી જશે.

- ધનજીભાઈ નડીઆપરા


Google NewsGoogle News