Get The App

અમૃતવાણી .

Updated: Sep 4th, 2024


Google NewsGoogle News
અમૃતવાણી                                                                                      . 1 - image


- સાચી વાત સમજે નહિ, મથે ખોટામાં ખુબ. ભૂલ્યા જે ભગવાનને, સપને નહિ તેને સુખ.

- જશે મેળવવા જગતમાં કરે ધરમમાં કામ, ભાવ-ભક્તિ સાચા નથી, રીઝશે ક્યાંથી રામ ?

- ખોટુ કદી જીતે નહિ, સાચું કદી હારે નહિ, પત્થરનું નાવ કદી, સાગરથી તારે નહિ.

- તન-મનનો ઘોડો કરી, થયો જીવ અસવાર વાટ પકડી નરકની, પહોંચ્યો જમને દ્વાર.

- પ્રભૂને ભજે સૌ કોઈ બીકથી, ભાવે ભજે ન કોઈ. અવગુણ ભર્યા અંતરમાં, તેને કોઈ તજતા નથી.

- કર્મનો દંડ એક, કરેલુ કર્જ સૌને ભરવું પડે, ભાગીને જશો ક્યાં ? આડુ આવી ઉભું રહે.

- માનવ થઈ, માનવને મારે, પાપ તેનું કેવું ભારે ? જાતો એ જમને દ્વારે, પ્રભુ તેને કેમ ઉગારે ?

- ધનજીભાઈ નડીઆપરા


Google NewsGoogle News