અમૃત વાણી .

Updated: Jan 3rd, 2024


Google NewsGoogle News
અમૃત વાણી                                                      . 1 - image


(૧) જ્યારે ઈશ્વર તમને મુશ્કેલીની ધાર પરથી ધક્કો મારે તો તેના પર એટલો વિશ્વાસ રાખજો કે કાં તો એ તમને ઝીલી લેશે કાં તો એ તમને ઉડતા શિખવી દેશે.

(૨) સતકર્મ માટે સંકલ્પ હોય, અદાલતનો કેસ લડવા માટે વકીલ સંકલ્પ ન કરાવે.

(૩) બધું જ મોંઘુ થઈ ગયું છે પણ માચિસ હજી પણ એક રૂપિયામાં મળે છે. જે સૂચવે છે કે આગ લગાડવાવાળાની કિંમત ક્યારેય વધતી નથી.

(૪) ગંગા સમાન કોઈ તિર્થ નથી, ગાયના સમાન કોઈ સેવ્ય નથી, ગીત સમાન કોઈ શાસ્ત્ર નથી, ગાયત્રી સમાન કોઈ મંત્ર નથી અને ગોવિંદ સમાન કોઈ દેવ નથી.

(૫) હૃદયરોગનો ઈલાજ વિજ્ઞાન પાસે છે પણ હૃદયમાં રહેલા ઈર્ષ્યા, ક્રોધ, અભિમાન વગેરે દોષોનો ઈલાજ ધર્મ પાસે છે.

(૬) જ્યાં તમે ડોકટરને શોધતા ન હો, અને પોલિસ તમને શોધતી ન હોય એ અવસ્થામાં જીવવાની મજા છે.

(૭) પેટમાં ગયેલું ઝેર ફક્ત એક જ વ્યક્તિને મારે છે, પણ કાનમાં ગયેલું ઝેર લાખો વ્યક્તિઓને મારે છે.

(૮) જીવનમાં બે વસ્તુઓ વ્યક્તિને દુઃખી કરે છે. એક જીદ અને બીજું અભિમાન.

(૯) અભિમાન અને પેટ જ્યારે વધે છે, ત્યારે વ્યક્તિની ઈચ્છા હોવા છતાં પણ બીજાને ભેટી શકતી નથી.

(૧૦) અહંકારમેં તીન ગયે ધન, વૈભવ, વંશ ન માનો તો દેખ લો રાવણ, કૌરવ, કંશ.

(૧૧) વિષ, અગ્નિ, સર્પ તથા શસ્ત્રથી પણ સંસારને એટલો ભય નથી હોતો, જેટલો દુર્જન વ્યક્તિથી હોય છે.

(૧૨) એક જગ્યાએ પડયા રહો તો "વાસી" થઈ જવાય, જરા પગ ઉપાડો તો "પ્રવાસી" થઈ જવાય.

(૧૩) હસતા માણસોની સોબત એક અત્તરની દુકાન જેવી છે. કશું ના ખરીદો તો પણ સુગંધ તો મળે જ.

(૧૪) કર્મમાં ભાવના ભળે તો સેવા, પ્રવાસમાં ભાવના ભળે તો યાત્રા, વસ્તુમાં ભાવના ભળે તો પ્રસાદ.

(૧૫) જ્યારે નખ વધી જાય ત્યારે નખ કાપીએ છીએ આંગળીઓ નહિ, તેવી જ રીતે સંબંધમાં તીરાડ પડે તો તીરાડને દૂર કરાય સંબંધને નહિ.

(૧૬) જે પથ્થર નડતો હોય તેને જો પગથીયુ બનાવતા આવડી જાય, તો એ પથ્થર મંઝિલ સુધી પહોંચાડી દે છે.

(૧૭) ગઈકાલની ભૂલ અને આવતીકાલની આશા વચ્ચે એક સુંદર તક છે તેનું નામ આજ છે.

(૧૮) દીકરો એટલે સુખડનો ટૂકડો, દીકરી એટલે કસ્તુરી અને પુત્રવધૂ એટલે કેસર ત્રણેય સાચવવાથી જાતે ઘસાઈને સુવાસ ફેલાવે.


Google NewsGoogle News