અમૃતવાણી .
- આવક કરતા વધુ ખર્ચ કરવાવાળા તિરસ્કાર સહન કરી કસ્ટ ભોગવે છે.
- પરમેશ્વરનો પ્રેમ માત્ર સદાચારી અને કર્તવ્ય પરાયણો માટે સુરક્ષિત છે.
- બીજાઓ સાથે એવી જ ઉદારતા રાખો જેવી ઈશ્વરે તમારી સાથે રાખી છે.
- પૂર્વજોની સ્મૃતિમાં વૃક્ષ વાવવું એ એક ઉચ્ચ કોટીનું શ્રાદ્ધતર્પણ છે.
- વર્તમાન સમયમાં અશાંતિ, ક્લેશ અને સંઘર્ષનું મૂળ કારણ અધિકારોની માંગ અને કર્તવ્યની ઉપેક્ષા છે.
- પાપથી મનને બચાવી રાખવું અને પુણ્ય કાર્યોમાં રોકી રાખવું એ જ માનવજીવનનો સૌથી મોટો પુરુષાર્થ છે.
- આપણા ઘરથી પાંચમાં ઘરે લાગેલી આગને આપણે ઓલવવામાં મદદ નહિ કરીએ તો આપણાં ઘરને બાળી નાખશે. પરોપકાર કરવાથી જ સુખી રહેવાય.
- જે રીતે વાછરડું હજારો ગાયોમાંથી પોતાની માતાને શોધીને તેની પાસે પહોંચી જાય છે, એ જ રીતે પૂર્વે કરેલા કર્મો પણ કર્મ કરનારની પાસે પહોંચી જાય છે.
- હરસુખલાલ સી. વ્યાસ