Get The App

અમૃતવાણી .

Updated: Aug 21st, 2024


Google NewsGoogle News
અમૃતવાણી                                                             . 1 - image


* અહં અને અજ્ઞાાન જીવનના દુશ્મન જાણ.

  પ્રભુ પાસે જવા ન દીયે, કરાવે મોટી કાણ.

* પ્રભુએ આપ્યુ ઘણું બધું કદર તેની કોઈ કરતા નથી.

  મલ્યું બધું એ મફતમાં, હપ્તા તેના ભરતા નથી.

* જે છે તે દેખાય નહિ નથી તે દેખાય.

  માયાના આ રૃપથી, માનવી રહ્યો છેતરાય.

* મારૃ નથી, તારૃ નથી, કરે નકામો ક્લેશ,

  પણ જેનું છે તેને હજુ જાણ્યો નથી, લવલેશ.

* જેટલા ઝઘડા જગતમાં, જે અજ્ઞાાનથી ઉપજતા.

  સીધી સાદી આ વાત, કોઈને પણ સમજાય નહિ.

* જ્યાં હરિના હાથની હોય વાત, તેમાં કરવી નહિ પંચાત. નહિ તો પડશે એવી લાત, ભાંગી જશે તારા દાંત.

*બહાર જોવાનું બંધ કરો, અંદર જોતા શીખો, રામ-નામનું ધન તજી, ભીખારી થઈ કાં ભીખો ?

- ધનજીભાઈ નડીઆપરા

AmritVani

Google NewsGoogle News