તમામ દુઃખચિંતાનું મૂળ મમત્વ, મોહ અને આસક્તિમાં જ છે
જી વનમાં જો મમત્વ, મોહ ,આસક્તિ ન હોય અને સમત્વ, સમંતા, સંમ અને સ્થિત પ્રજ્ઞામાં સ્થિત હોઇએ તો પછી પ્રિય ,અપ્રિય, હરખ, શોક બધુજ આપમેળે હાસિયામાં સરકી જ જતું હોય છે,
જે માણસ માત્રને માત્ર બાહ્ય ભોગમાં જ રચ્યો પચ્યો રહે છે, તેને જીવનમાં આત્માનું ઐશ્વર્ય શું છે તેની ખબર જ પડતી નથી, તેનાથી તે સાવજ અજ્ઞાાન કાયમી રહે છે ,
જીવનમાં કષાનો પણ ભય રાખો જ નહીં, મૃત્યુનો પણ નહિ, કારણ મૃત્યુ પણ નથી,અને સદૈવ તમારી સાથે પરમાત્મા છે,છે, છે, પછી ભય શેનો ,એમ અંતરથી માનીને ચાલો, તમારો પોતાનો આત્મા એજ પરમાત્મા છે, બીજો કોઈ પરમાત્મા નથી, તે એકજ છે,તેને પરમ શાંત ચિત્તે જાણો તેમાં જ સ્થિર થાવ તે તમારી સાથે છે, તમારા આત્માથી છુંપુ તમો કશું પણ કરી શક્તા જ નથી,અને કરતાં જ નહીં,એજ તમારો સત્યનો માર્ગ છે, ધર્મનું અનુસરણ છે,આનાથી ઉત્તમ ધર્મ એક પણ જગતમાં નથી,તેને જેટલો છેતરશો એટલા જ દુખી થવાના,
આમ તમારી જીવનયાત્રા યાત્રા સફળ છે, કારણકે તમો કોઈને બનાવતા નથી, પદાર્થની પકડથી મુક્ત થઈ, સરળ સહજ અને સત્યના માર્ગ પર ચાલ્યા જાવ છો, પછી ભય શેનો, તમોએ અહંકારને ઓગાળી નાખ્યો છે,રાગ દ્વેષછોડયા છે, ને આત્માના ઉધ્ધાર માટેઅધ્યાત્મનો જ માર્ગ ગ્રહણ કરેલ છે, પછી ગભરાવાનું આવતું જ નથી,
જીવનની ચડતી પડતી ને છાંયડી એતો જીવનનો એક ખેલ છે, તેમાં આનંદ પૂર્વક ભાગ લ્યોહાય હાયકરોજ નહીં, કે ક્યાંય દુખ મુક્તિમાટે દોડયાજાવ નહીં, કોઈ પાસે તમારી દવા નથી, કે તેમાંથી તમોને કોઈ ઉગારે,તમારી દવા તમારી પાસે જ છે,તમો જ તમારા વૈદછો, એટલું જાણો, અને જે સુખ દુખનાખેલ છે, તેમાં આનંદ ભેર સ્વસ્થતા પ્રસંન્નચિત્તેભાગ લેતા જ શીખી જાવ,ને સ્વીકારીનેચાલો એટલે જીવનમાં શાંતિમાં ખલેલ કરશે જ નહિ તેનો ખલેલ કરવાનો સ્વભાવ નથી , જીવનમાં જે પરાજય હાસ્ય ને રુદન બધુ જ આ ખેલનો જ ભાગ છે, બધુ જ ક્ષણ ભંગુર છે, જાવા માટે જ આવેલ છે, જો તમોપંપાળશો નહીં તો વહ્યા જ જવાનાપણ તમો જો પંપાળ શો તો તેને મજા પડી જશે, ને રોકાઇ જશે તેને મજા પડે છે, માટે તેવું જીવનમાં કરશો જ નહીં, એજ જીવન જીવવાની રીત છે, એજ ધર્મ પણ છે, એમ માનો કેએતોતમોને વિવિધ પરિસ્થિતિમાં મૂકીને તમારુ ઘડતર કરે છે,
જે માણસ દુખ માંથી શીખેતેજ પ્રગતિ અને આમૂલ પરિવર્તન કરી જ શકે છે,અને તમારો ચહેરોજબકે જ છે, અને પછી તો આનંદના દરિયામાં તમારું જહાજ નિશંક પણે તરતુ જ જશે હલેસા પણ મારવા પડશે જ નહિ ,
આ જગતમાં એવી કોઈ સંમસ્યા નથી, કે માણસ તેનો સ્વસ્થતાથી તેને ઉકેલી શકે નહીંજીવનની તમામ સમશ્યાઓનો ઉકેલ આપણી સ્વસ્થતામાં, પ્રસન્નતામાં ધૈર્યમાં અને સમતામાજ રહેલો જ છે, માટે સમશ્યાવખતે પરમ શાંત થઈ જાવ અને ધેર્ય ધરો અને સમતા ધારણ કરો એટલે ઉકેલ હાથમાં જ છે.