Get The App

ચિત્રભાનુની ધર્મભાવના હૈયે સૌ માનવ લાવે

Updated: Jul 24th, 2024


Google NewsGoogle News
ચિત્રભાનુની ધર્મભાવના હૈયે સૌ માનવ લાવે 1 - image


- આંખ છીપ, અંતર મોતી - આચાર્ય રાજહંસ

'આજરોજ તારીખ ૨૩ જુલાઈ, ૧૯૬૪ (ઈસ્વી સન)ના એક ધારો પસાર કરવામાં આવે છે.'

આ વાક્ય સાંભળતાં જ બધાંના કાન એક્કાન થઈ ગયા. હમણાં અચાનક આ શેનો ધારો ?

ડૉક્ટર જીવરાજ મહેતાનો સક્ષમ ટેકો લઈને ધારો પસાર કરનારા મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના ચેરમેન મુંબઈના મેયર બી.પી.દિગ્વી એક ઉત્સાહી સહાયક હતા. એમણે આ ધારો પસાર કર્યો હતો.

૧૯૬૩માં જો કે આ પૂર્વે મુંબઈના મેયર રહી ચૂકેલા ઈશાકભાઈ બંદકવાલાએ આ ધારો લાવી દીધો હતો. પણ પૂર્ણ કાર્યવાહી થાયે તે પૂર્વે જ તેઓ મેયરપદેથી હટી ગયા.

આ ધારો પસાર કરાવવામાં જેમનો મુખ્ય ઉપદેશ હતો, તેના ગુરુદેવ શ્રી ચિત્રભાનુજીના તેઓ ચાહક હતા. તેઓ શાકાહારી ન હતા, પણ ચિત્રભાનુજીને તેઓ ખાસ માન આપતા. એટલે જ એમણે ચિત્રભાનુજીની વાત સ્વીકારી લીધી હતી.

વાત એમ હતી - શ્રીમાન બંદૂકવાલા ૧૯૬૩માં મુંબઈના નવા મેયર બન્યા. અને તે પછીના તરત જ નજીકના સમયમાં મુંબઈમાં દર વર્ષે એકવાર ચોપાટી પર યોજાતા ભગવાન મહાવીર જન્મ કલ્યાણકની ઉજવણીના તેઓ પ્રમુખ બન્યા.

ચિત્રભાનુજીએ આ વર્ષથી જ જાહેર જનતા માટે આ ઉજવણીનો પ્રારંભ કર્યો હતો. જેમાં એક લાખથી બે લાખ લોકો જોડાતા હતા. અને ભગવાન મહાવીરનો સંદેશો જીવનમાં ઉતારવા માટે પ્રતિજ્ઞાબદ્ધ બનતા હતા.

ઈશાકભાઈના મેયર બન્યા પછી સન્ ૧૯૬૪ના છઠ્ઠી એપ્રિલે ભગવાન મહાવીરના જન્મ કલ્યાણક દિવસ આવતો હતો. એ પૂર્વે શ્રી ચિત્રભાનુજીએ વાત મૂકી કે આ વર્ષે ભગવાન મહાવીર જન્મ કલ્યાણક દિવસે એક પણ જીવની કતલ ન થવી જોઈએ.

જે ભગવાન મહાવીર સ્વામીએ ઠેર-ઠેર વિચરીને સર્વત્ર જીવહિંસા બંધ કરાવવાનો સફળ પુરુષાર્થ આદર્યો હતો. એવા આ મહાપુરુષના જન્મદિને જીવહિંસા સદંતર બંધ થવી જ જોઈએ.

જે પ્રભુનો જન્મ કલ્યાણક (કલ્યાણ કરનારો) કહેવાતો હોય, તે પ્રભુના જન્મદિને જીવહિંસા સ્વરૂપ અકલ્યાણ માર્ગ કેવી રીતે શરૂ રખાય ? અહિંસાના પુજારીના જન્મદિને હિંસકપૂજા પણ ન ચાલે !!

ચિત્રભાનુજીના આ પુરુષાર્થે ૧૯૬૪ના ૨૩ એપ્રિલના રોજ મુંબઈમાં સર્વ પ્રથમવાર કતલખાના બંધ રહ્યા.

આ પ્રબળ સફળતા પછી ચિત્રભાનુજી આગળ એક કદમ વધ્યા. એમણે બંદૂકવાલા સાથે બંદૂકની ગોળીઓની જેમ વાતને ઝડપભેર આગળ વધારી.

એમણે જણાવ્યું - ભગવાન મહાવીર જો જીવદયાના ભેખધારી હતા. તો કૃષ્ણ, બુદ્ધ, રામચંદ્રજી, ગાંધીજી, શિવાજી પણ પ્રેમ-અહિંસાના પદાર્થપાઠ શિખવાડનારા મહાપુરુષો જ હતા. માટે મારી ઈચ્છા છે કે આ બધી જ મહાન વ્યક્તિઓના જન્મદિને કતલખાના બંધ રહેવા જોઈએ.

વળી, ભારતનું મહાન પર્વ દીપાવલી તથા ગણેશજીના સ્થાપનાના  દિવસે - પૂર્ણ અહિંસાવતાર પર્વ સંવત્સરીના દિવસે પણ કતલખાનું બંધ રહેવું જોઈએ.

''મૈત્રી ભાવનું પવિત્ર ઝરણુંલ્લલ્લ વહાવનાર ચિત્રભાનુજીના આ શબ્દ ઝરણાએ સૌને પાવન કરી દીધા.

''શુભ થાઓ આ સકળ વિશ્વનુંલ્લલ્લ - આ શબ્દો સાથે સૌ એકમતે સમ્મત થયા. અને ધારો પાસ કર્યો.

''વેરઝેરના પાપ તજીને, મંગળગીતો સૌ ગાવેલ્લલ્લ- આ પંક્તિને સૌએ એક સાથે ગાઈ હતી.

અને એ સાથે જ એ ધારો જાહેર થયો - ''મહાવીર જન્મ કલ્યાણક, બુદ્ધ જ્યંતી, રામજ્યંતી કૃષ્ણજ્યંતી, ગાંધી જ્યંતી, શિવાજી જ્યંતી, ભારતીય પર્વ દિવાળી અને ગુરુદેવના ધર્મનું એટલે કે ક્ષમાધર્મનું પર્વ સંવત્સરી એમ વરસના આ આઠ દિવસોમાં મુંબઈના કતલખાનાં બંધ રહેશે.લ્લલ્લ

આ ધારો કોઈ દબાણથી નહીં, પણ પૂર્ણ પ્રેમ પૂર્વક સમજાવીને જ કરવામાં આવ્યો હતો.

''ચિત્રભાનુની ધર્મ ભાવના, હૈયે સૌ માનવ લાવે.લ્લલ્લ અને સર્વત્ર આ ધારો ફરીવાર અમલમાં મૂકાય. હૈયેથી સૌ માનવ બને.

પ્રભાવના

બીએમસીના ૨૩મી જુલાઈ ૧૯૬૪ના આ ધારા પછી ઘણી જગ્યાએ આવા પ્રકારનો નિયમ અમલમાં આવ્યો હતો.

એક-બે ઉદાહરણો

- રાધનપુર શહેરમાં તો આઠ નહીં પણ ૧૯ દિવસનો કાયદો પસાર કરવામાં આવ્યો હતો.

- સિદ્ધપુરમાં ૧૨ દિવસ કતલખાના બંધ રાખવાનો ધારો પસાર કરવામાં આવ્યો હતો.

- પંજાબમાં પણ પૂરા ૧૨ દિવસ કતલખાના બંધ રાખવાનો કાયદો ઘડાયો. આપણે ઈચ્છીએ કે આ વાત સર્વત્ર પ્રસરે. અને અહિંસાની સુવાસ સૌને તરબતર કરે...


Google NewsGoogle News