એક તરફ વેદનાની Chain છે, બીજી તરફ સંવેદનાથી ચેન છે
- આંખ છીપ, અંતર મોતી- આચાર્ય રાજહંસ
હથોડાથી કૂટવાનું મન થઈ આવે એવી ભયંકર મસ્તકપીડા હતી. એવા સણકા ઉપડતા હતા કે જાણે હમણાં માથું ફાટી જશે. કસકસાવીને પટ્ટો બાંધવાનું મન થઈ આવે એવો માથાનો દુ:ખાવો ઉપડયો હતો. માથું ભારેખમ બની ગયું હતું. સતત એ દુખાવાની તીવ્રતામાં વધારો થઇ રહ્યો હતો. દર્દની માત્રામાં તીવ્રતા જ્યાં સુધી પહોંચવી જોઈએ ત્યાં સુધીની તીવ્રતા આવી ચૂકી. દર્દ ચરમકક્ષાએ પહોંચ્યું.
અને... અચાનક એ દર્દ ગાયબ. જાણે ક્ષણ પહેલાં કાંઈ જ ન હતું. ભયંકર મસ્તકવેદના પળમાં છૂ...
પણ આ શું ? બીજી પળે ફરી વેદના ઉપડી. પણ આ વખતે માથાની વેદના નહીં પરંતુ આંખની વેદના ઉપડી.
શરૂમાં ભયંકર ખંજવાળ ઉપડી. આંખમાંથી પાણી ટપકવા માંડયું. ધીરે-ધીરે આંખ લાલ થવા માંડી. વેદના કાળ થવા માંડી. આંખ બળવા માંડી. વેદનાની તીવ્રતા વધતી ગઈ. આંખના ડોળા જાણે હમણાં બહાર આવી જશે, એવી તીવ્ર વેદના.. આંખોની પાંપણ પણ બીડાયેલી જ રહે, ખુલે જ નહીં એવી ભયંકર વેદના.
તીવ્રતાની ચરમકક્ષાએ પહોંચ્યા પછી આ વેદના પણ ક્યા આકાશમાં ચાલી ગઈ, કશી ખબર ના પડી. એકદમ વેદના શાંત થઈ ગઇ.
જ્યાં આ વેદનાને કળ વળી, ત્યાં જ કોઈ ત્રીજી અકળ વેદના ઉપડી. મૂત્રાશયની જાલિમ વેદના.. મૂત્રાશયમાં રહેલી પથરી (જીંર્હી)તીવ્રભાવે મૂત્રનળીમાંથી બહાર આવી રહી હોય અને એ પણ ભયંકર વેદના. જાણે મોત મૂત્રનળીને ફાડીને બહાર આવી ના રહ્યું હોય !
પિત્તાશયમાં રહેલી પથરી થોડુંક તોફાન મચાવીને શાંત પડી જાય, અને પછી પથરીની વેદના શાંત પડી જાય તેમ આ વેદના પણ થોડીક પળોમાં ઓઝલ થઈ ગઈ.
પણ જેમ જીવજંતુઓ પોતાની સંતાનધારાનો પ્રવાહ ચાલુ રાખે તેમ આ વેદના પણ બીજી વેદનાને જનમાવીને જ શાંત પડે છે.
અહીં પણ નવી વેદના શરૂ થઈ. સ્થળ મેળવ્યું નાક પર.. નાકમાં જાણે અર્શ થયું હોય, મોટો ખીલ થયો હોય અને પાકવા પર આવ્યા હોય તેવી કળતર આપતી વેદના. નાક જાણે પરૂથી ભરાયું હોય તેવો તીવ્ર દુર્ગંધી અનુભવ. નાક બંધ થઈ ગયું હોય અને શ્વાસ લેવામાં પણ મુશ્કેલી. સાથે-સાથે દુર્ગંધની તીવ્રતા એની જાણે નાક બંધ કરી દઈએ.
પણ પળ બે પળ ના આ ખેલ. નાકમાંથી ખેલ (લીંટ) કાઢી લઈએ પછી હાશકારો થાય તેવો પળનો હાશકારો થયો. પણ બીજી જ પળે ભયંકર હાયકારો ઉભો થાય તેવી તીવ્ર વેદના.
આ વખતની વેદના હતી. દાંતમાં. એનેસ્થેસિયા આપ્યા વગર કોઈ સાંડસીથી (પકડથી) પકડીને દાંત બહાર કાઢતું હોય તેવી હતી આ દંત-શૂળ. હાથીના આ દંતશૂળ ન હતા. આ હતી. દંત-શૂળ એટલે દાંતે આવતી વેદના.
શરીરના એક-એક પ્રાંતમાં આવતી આ વેદના પ્રાંતે= તીવ્રતાની પરાકાષ્ઠાએ પહોંચ્યા પછી શમી જતી. પણ વેદના એવી તીવ્ર. જાણે લાગે કે રામ રમી જતા હોય.
દાંતની કડકડાટી બોલાવતી આ વેદના શમી ન શમી ત્યાં પાછળની વેદના શરૂ થઈ ગઈ. વેદના પાછળ-પાછી જતી રહી. એમ નહીં, પણ વેદના શરીરના પાછળના ભાગે પહોંચી ગઈ. વેદના તો પાછળ પડી હતી, જીવ ખાઈને. વેદનાની પાછળ વેદના.. વેદના છળની જેમ તેને છળી રહી હતી. ઉછળી રહી હતી.
વેદના મ્ટ્વષ્ઠા ના થઈ. પણ મ્ટ્વષ્ઠા ૅટ્વૈહ શરૂ થયું. એવું ભયંકર ૅટ્વૈહ કે કેમ કરી ચેન ના પડે. હલન-ચલન કર્યા વગર મ્ીઙ્ઘ િીજં કરવું પડે તેવું ૅટ્વૈહ. એકસ્ટ્રીમ પર પહોંચ્યા પછી જ વેદના શાંત થઈ.
અને રોગ-સપ્તકના સમૂહે સાતમી વેદના ઉભી કરી નખની. હાથ-પગના વીસે-વીસ નખ એક સાથે કોઈ ઉખાડતું હોય, તેવી ઝેરી ડંખ આપતી વેદના, ચરમકક્ષાએ પહોંચી.
અને.. અને .. હવે તૂટી પડી આ સાતે વેદના એક સાથે.. શરીરના સાતે-સાત પ્રદેશે એની કાળી-જાલિમ વેદના આત્માના એકે એક આત્મ-પ્રદેશ હલી જાય.
પણ.. આ હતો મહાવીર-મહાબલી-
આ હતા મહાવીર ભગવાન...
ચૂલયાણી યક્ષ રાક્ષસ દ્વારા અપાતી આ જાલિમ વેદના વચ્ચે ય પ્રભુ પોતાનો સમભાવની સંવેદનામાં મસ્ત હતા. એમના એકે એક રૃંવે શાંતિ હતી. ક્યાંક કંપ-પ્રકંપ કે કોપ-પ્રકોપ ન હતો.
અહીં દેહમાં ચરમ કક્ષાની તીવ્રતા દર્દની હતી.
તો સામે પક્ષે પરમ કક્ષાની તીવ્રતા સમતાની હતી, પ્રભુના મનમાં વેદનાની ઝ્રરટ્વૈહ ચાલુ હતી,
તો ય પ્રભુની ચેનથી ધ્યાનધારા ચાલી રહી હતી.
વેદના પાછળ પડી હતી, પાછી ન પડી.
તો યે પ્રભુએ પોતાની ધ્યાન ધારામાં કોઈ પાછી પાની નથી કરી. આવા સમતાવીર હતા પ્રભુ મહાવીર !
પ્રભાવના
આ દીપાવલીએ-આસોવદી અમાસ (મારવાડી-કારતક વદ અમાસ) ના દિવસે જેમના નિર્વાણને ૨૫૫૦ વર્ષ પૂર્ણ થાય છે. તેવા ભગવાન મહાવીરને દીક્ષાના પ્રથમ વરસે જ ચૂલપાણિ યક્ષ નામના રાક્ષસે અનેક વેદનાઓની વચ્ચે આ ભયંકર સાત વેદના આપી હતી. આમાંની એક વેદના પણ સામાન્ય માનવીને મોત અપાવવા સક્ષમ છે, ત્યાં પ્રભુ મહાવીરે સાતે-સાત વેદના એક સાથે સમભાવે સહી હતી. પરમ સમતાના પ્રભાવે તેઓ વર્ધમાન મહાવીર બન્યા.
સહનશીલતાની મૂર્તિ એવા પ્રભુ મહાવીરની મૂર્તિની પૂજા કરીને આ દીપાવલીને અજવાળીએ એ જ શુભકામના.