Get The App

માનવીનું ધડતર કરતો અદ઼્ભુત ગ્રંથ-શિક્ષાપત્રી

Updated: Feb 8th, 2024


Google NewsGoogle News
માનવીનું ધડતર કરતો અદ઼્ભુત ગ્રંથ-શિક્ષાપત્રી 1 - image


આ જથી આશરે ૧૯૮ વર્ષ પહેલાં જે કુરિવાજો, અંધશ્રદ્ધા, વ્હેમ, વ્યસન વગેરે સામેના રણ સંગ્રામમાં નિસ્તેજ થઈ ગયેલા અસંખ્ય માનવીઓના જીવનમાં પ્રાણ ફૂંકવા પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાને જે ૨૧૨ શ્લોકમાં માર્ગદર્શન આપવા જે માર્ગદર્શિકા આપી તેનું નામ છે- શિક્ષાપત્રી.

હિંસા, ચોરી, અસત્ય, વ્યભિચાર, જુગાર વગેરેની ગંદકીમાંથી કૂદીને બહાર નીકળવાનું જોમ માનવીમાં આ શિક્ષાપત્રી દ્વારા આપ્યું. સ્વધર્મની કર્તવ્યતા જીવનમાં દ્રઢ કરાવી. નિયમોની પાછળ રક્ષાયેલો સ્વધર્મ પાલનનો એવો સાફ માર્ગ બનાવી આપ્યો કે ક્યાંક ઠોકર ન વાગે અને માણસ એના ઉપર સડસડાટ ચાલતો અધ્યાત્મિક શિખરને આંબી શકે.

આ શિક્ષાપત્રી એ માત્ર સ્વામિનારાયણ ભગવાન સત્સંગીઓ માટે જ નથી. પરંતુ વિશ્વપટ પર શ્વાસ લેતા દરેક માનવ માટે છે.

શિક્ષાપત્રીની પ્રસ્તાવનામાં જ લખાયું છે કે, સમસ્ત શાસ્ત્રરૂપી ક્ષીર સાગરમાંથી ઉદ્ઘૃત કરેલું સર્વોત્તમ 'શિક્ષાપત્રી-અમૃત' મનુષ્યોના મોક્ષ માટે ખરા અર્થમાં જીવન માર્ગદર્શિકા છે. આવી માર્ગદર્શિકા સહજાનંદ સ્વામીએ સંવત્ ૧૮૮૨ના મહાસુદ પંચમીના રોજ વડતાલમાં લખી હતી.

શ્રી સ્વામિનારાયણ ભગવાને પોતે આ શિક્ષાપત્રી ગ્રંથ ઉપર આશીર્વાદ આપેલા છે કે, આ શિક્ષાપત્રી ગ્રંથ જે જીવ વાંચશે, સાંભળશે તેનું પૂજન કરશે તે સર્વ આલોકમાં અને પરલોકમાં સુખી થશે અને તે સર્વેનું કલ્યાણ થશે.

તા. ૧૪ ફેબ્રુઆરીના રોજ વસંતપંચમી એ આ શિક્ષાપત્રી ગ્રંથની ૧૯૮મી જયંતિ આવી રહી છે. તેથી સ્વામિનારાયણ સંપ્રદાયના દરેક મંદિરોમાં તેનું પૂજન કરવામાં આવશે. સદ્ગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર-કુમકુમ- મણિનગર- અમદાવાદ ખાતે પણ તેનું પૂજન- સમૂહ પાઠ- આરતી કરવામાં આવશે તો આપણે તેનો લાભ લઈએ અને જો આપની પાસે કદાચ આ શિક્ષાપાત્ ગ્રંથ ના હોય તો વિના મૂલ્યે પ્રાપ્ત કરીએ. પરંતુ આ શિક્ષાપત્રી ગ્રંથ જીવનમાં એક વખત અવશ્ય વાંચીએ અને વિચારીને તેને અમલમાં મૂકીને સાચા અર્થમાં 'માણસ' બનીએ.

- સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમ

Dharmlok

Google NewsGoogle News