' પૂજાનો ઓરડો ' .

Updated: Sep 18th, 2024


Google NewsGoogle News
' પૂજાનો ઓરડો '                                             . 1 - image


એક ભાઇ વૈભવશાળી. તેમને ભવ્ય બંગલો બનાવ્યો. રાસ રચીલું ભવ્ય આબેહુબ રાજા મહારાજાના મહેલ જેવો. તેમાં પૂજાની રૂમ અલાયદો આકર્ષક ત્રીજા માળે અલગ બનાવ્યો હતો. ભગવાનને પૂજાના રૂમમાં પધારવા આમંત્રણ આપ્યું.

ભગવાન પધાર્યા, શયનખંડ, ડાઇનીંગહોલ, માસ્ટર બેડરૂમ, કીચન સુશોભિત બધું બતાવ્યું. પછી ભગવાનને તેમના પૂજા રૂમમાં લઇ ગયા. આસન પાથરીને ભગવાનને કીધું અહીં બસો તમારે અહીંજ રહેવાનું, સુવાનું. ભગવાન મંદ મંદ હસ્યા, સારૂ. રાત્રે પરિવાર સુઇ ગયો ને ચોર આવ્યા તોડફોડ કરી માલ મિલકત લુંટવા લાગ્યા. તેને બૂમાબૂમ કરી, બારણા પછાડવા લાગ્યો, ચોર બધુ મૂકીને નાસી ગયા, મહામહેનતે ભગાડયા, પરસેવે એ.સી. ચાલુ હોવા છતાં રેબઝેબ થઇ ગયો. તેને થયું આટલી બૂમરાણ અવાજો છતાં ભગવાને કેમ સહાય ના કરી, નીચે દોડીને કેમ ના આવ્યા, તેમના પૂજાના રૂમમાંથી. ભગવાનને બીજા દિવસે વાત કરી.

ભગવાન રાત્રે ચોર - લૂંટારા આવ્યા તમે મને મદદરૂપ કેમ ના થયા? ભગવાન મંદ મંદ હસવા લાગ્યાને કહ્યું ઃ ભાઇ તે  મને પૂજાનો ઓરડો જ સોંપેલો છે તેનો માલિક હું, પણ બંગલાનો માલિક તો તુજ છે ને..! મને આખો બંગલો બતાવ્યો તે મને તો ફ્ક્ત પૂજાનો રૂમ જ આપ્યો છે, આખો બંગલો ક્યાં આપ્યો છે ભાઇ. તે માણસને ભૂલ સમજાઇ પણ આપણને ક્યારે સમજાશે ?

આ મારૂ, પરિવાર મારો, મેં આ કર્યું બધું જ હું કરૃં મેં બંગલો બનાવ્યો. મારા વગર કંઇ થાય જ નહીં મારૃં, મારૃં ક્યાં સુધી બસ જીવન પર્યત મારૃં મારૃં કરતા રહીશું. આ બધું તમારૃં, તમારૃં, તમારૃં. સમગ્ર જીવન પ્રભુના ચરણે ધરી દઇશું તો જીવનનો બધો ભાર હળવો થઇ જશે.

ગીતામાં નવમાં અધ્યાયમાં, ભગવાન કૃષ્ણ બોલ્યા છે, જે અનન્ય પ્રેમી ભક્તજનો મુજ પરમેશ્વરને નિરંતર ચિંતન કરતાં નિષ્કામભાવે ભજે છે, એ નિત્ય નિરંતર મારૂ ચિંતન કરનારા ભક્તોના 'યોગક્ષેમનું' હું પોતે વહન કરૂ છું. બાવીસમાં શ્લોકમાં બોલ્યા છે. જો આપણે બધું અર્પણ કરીશું તો ભય, ચિંતા, દુઃખ, નિરાશા, હતાશામાં જરૂર ભગવાન આપણી વાહરે ઉભા રહે છે અને દરેક જીવનના કાર્યો સરળતાથી પાર પડશે, શરત માત્ર એટલી તારૃં છે ને તારે કરવાનું છે, શા માટે જવાબદારી રાખીને ભય પામીશું.

- વસંત આઇ. સોની


Google NewsGoogle News