સત્યના સાધક માટે નિર્મળ નિષ્પાપ ચારિત્ર્ય જોઈએ
જીવનમાં આંતર સાધનામાં આંતર ધ્યાન દ્વારા સ્વ બચાવ એટલે કે અહંકારને બચાવવો કે તે માટેના કોઈપણ જાતના બહાના શોધવાના નથી કે કોઈની ક્ષમાપણ માંગવાની નથી. સત્યની સાધના કોઈ સંકુચીત વ્યાખ્યામાં સમાય જતી જ નથી. સત્ય પોતે જ આકાશ જેવું વિશાળ છે, અને વિશાળતામાંજ સાધકે સ્થિર થવાનું છે, અને આત્મોન્નતિ પ્રાપ્ત કરી પોતાના આંતર દ્વદ્વથી ટોટલી મુક્ત જ થવાનું છે એનું જ નામ સત્યની પ્રાપ્તિ છે, આમ આત્મોન્નતિ, સમાજ શુધ્ધિ, વ્યવહાર શુધ્ધિ અને આચરણશુધ્ધિ આ ચારેનો સ્વસ્થ ચિત્તે અંગીકાર કરી આચરવાના છે, એ જ સાધુ બાકીના મહા સંસારી આવું સત્ય અને સત્ય ધર્મ કે સનાતન ધર્મ નિષ્કલંક હોય ધંધો બનવો જોઈએ નહિ એટલે કે તેમાં પૈસો, પ્રતિષ્ઠા, પદ, પ્રચાર, પ્રપંચ, પ્રસિધ્ધી અને પાખંડને તેમાં સ્થાન હોય શકે જ નહિ, તેમ જ ધર્મની આડમાં હોશિયારી કે ચાલાકી જુઠ અસત્ય ચાલે જ નહિ, ધર્મ સત્ય સ્વરૂપ ધર્મ અને સત્ય આધારિત ગતિશીલ હોવો જ જોઈએ. તેમાં સમાના ભાવ, સમતા, સહજતા અને સ્થિરતાની પુષ્ટિ અને વૃધ્ધિ કરવાનો જ હોવો જોઈએ એમાં ઉચ નિચના કોઈપણ પ્રકારના ભેદ ભાવથી ટોટલી મુક્ત હોવો જ જોઈએ. સત્ય ધર્મનું સત્યતા પૂર્વકનું આચરણ અને અનુસરણ આત્માને પ્રસન્ન કરનારું પુષ્ટિ અને વૃધ્ધિ કરનારું જ હોવું જોઈએ.
આમ સત્ય ધર્મ અને સત્ય માત્ર પોથીમાં, કથાઓમાં, સત્સંગમાં, કર્મકાંડ કર્મક્રિયા હવાનો પૂજાઓ આરતિઓ જપ માળા વગેરેમાં જે આપણી આત્મ જિજ્ઞાસા જાગતી રહે છે, તે બરાબર નથી જીવનમાં આ બધાથી ઉપર ઉઠો અને દરેકનો આત્મા જ ઉપર ઊઠવાનો નિરંતર અવાજ કરે છે, આ અવાજને આપણે સાંભળવા જ આપણે તૈયાર નથી. અને આ અવાજને આપણે છુપાવીએ છીએ. અંતરમાંથી હટાવીએ છીએ. દબાવીએ છીએ, તેથી જીવનમાં સુખ સાંતિ ને પાત્ર બની શકતા જ નથી.
જીવનમાં દરેકને અમૃતમય જીવન જોઈએ છે. એનો અર્થ એટલો જ કે દરકેને આત્મોન્નતિ સત્યની પ્રાપ્તિની ઇચ્છા જ હોય જ છે, એકપણ માણસ એવો હોય શકે જ નહિ, કે જેને અમૃત મય જીવન જીવવાની ઇચ્છા ન હોય દરેક જીવનમાં આત્મોન્નતિ ઇચ્છે જ પણ બીજાના કહેવાથી આજનો માણસ થોર સાથે પોતાનો વાહો ધસે છે, જેથી ચળ તો મટે છે પણ ખૂબ સરીર લોહી લોહાણ થઈ જાય છે, તે નફામાં રહે છે અને આખું શરીર બળે છે અને દુખમાજ સબડે છે. આવ્યો હતો સત્યને પ્રાપ્ત કરવા પણ બુધ્ધુંઓના પનારે પડયો જેથી દુખ સિવાય કાઈ જ હાથમાં આવ્યું જ નહિ, આ છે આજના કહેવાતા ધર્મની કહાણી, ખિસ્સા મન બુધ્ધિ ખાલી અને વાસના અહંકાર કામના તૃષ્ણા આંતર દ્વદ્વ યુક્ત જીવનની ફળશ્રુતિ અને પરમાત્માને પથરાની કેદમાં પૂરી દીધો હવે એનું કરવાનું છે કે દરેકના હૃદયમાં બિરાજતા પરમાત્માની જ ઉપાસના કરવાની છે ને આત્મોન્નતિ કરવાની છે.
- તત્વચિંતક વી. પટેલ